Only Gujarat

FEATURED National

PM મોદીએ હનુમાનગઢીમાં કરી હતી બજરંગ બલીની આરતી, પૂજારીએ કહ્યું-દક્ષિણા આપી એવી કે…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે શ્રીરામજન્મભુમી મંદિર નિર્માણ માટે ભુમી પુજન કાર્યક્રમમાં અયોધ્યા પહોંચી સૌથી પહેલા હનુમાન જી મહારાજના દરબારમાં નતમસ્તક પ્રણામ કર્યા હતા. અહીં તેઓએ હનુમાનજીની પુજા અર્ચના કરી અને આરતી પણ ઉતારી. આરતી બાદ પીએમએ આરતીની થાળીમાં પાંચ સો રૂપિયા દક્ષિણા પણ ચડાવી.

હનુમાનમઢીના એક પુજાએ જણાવ્યું કે પીએમ મોદીએ આરતી કર્યા બાદ આરતીની થાળીમાં દક્ષિણા સ્વરૂપ પાંચ સો રૂપિયા ચડાવ્યા હતા. તો અયોધ્યામાં ભુમિ પુજન કરાવનારા મુખ્ય પુરોહિત ગંગાધર પાઠક વૃંદાવન પરત ફર્યા હતા.

ક્રાર્યક્રમને ચક્રવર્તી સમ્રાટના અશ્વમેઘ યજ્ઞની સંજ્ઞા દઇ તેઓએ કહ્યું કે ભુમિ પુજનના યજમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમને દક્ષિણા વિશે પુછતા તો તેઓ મથુરા-કાશીની સાથે ગૌમાતાના વધથી મુક્તિ માગતા.

બ્રાહ્મણ સેવા સંઘ દ્વારા આયોજિત સ્વાગત-સત્કાર કાર્યક્રમમાં ગંગાધર પાઠકે કહ્યું કે દેશમાં વિદ્વાન લોકો ઘણા છે. પરંતુ આ રાષ્ટ્રીય અનુષ્ઠાનમાં તેઓને આ તક મળી જે તેઓના કોઇ પૂર્વ જન્મના સંસ્કાર કામ આવ્યા છે.

તેઓએ કહ્યું કે રાજા, મહારાજાઓએ મંદિર તો ઘણા બનાવ્યા છે પરંતુ લોકતાંત્રિક વ્યવસ્થામાં કોઇ શાસકે મંદિરનો પાયો નાખ્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સનાતનિયોના પ્રાણ છે અને નવા ભારતનો પાયો નાખી રહ્યાં છે.

એવા ચક્રવર્તી સમ્રાટને દક્ષિણા અંગે પુરોહિતને પુછવું જોઇએ પરંતુ અમારા યજમાને દક્ષિણા અંગે અમને પુછ્યું નહીં. જો કે તેઓએ કહ્યું કે જો વડાપ્રધન તેમને દક્ષિણા અંગે પુછ્યું હોત તો તેઓ ગૌમાતાને વધથી મુક્ત કરાવવાની દક્ષિણા માગતા. તો અયોધ્યા બાદ મથુરા અને કાશીની મુક્તિની દક્ષિણા વડાપ્રધાન પાસે માગતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page