Only Gujarat

Business FEATURED

ATMમાંથી પૈસા નીકાળતી વખતે રાખો માત્ર આ એક સાવધાની નહીંતર અકાઉન્ટ થઈ જશે સફાચટ!

મુંબઈઃ સામાન્ય રીતે લોકોના બેંક અકાઉન્ટ સેફ રાખવા સંબંધિત બેંક તથા આરબીઆઈ સતત પગલા ભરી રહી છે. તાજેતરમાં આરબીઆઈએ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કર્યો છે. પરંતુ આ માટે તમારા તરફથી પણ એલર્ટ રહેવાની જરૂર છે. એક નાનકડી લાઈટની ભૂલને ધ્યાને ના લેવા પર પણ તમારું બેંક અકાઉન્ટ ખાલી થઈ શકે છે. અહીં અમે તમને આ ગ્રીન લાઈટ વિશે જણાવી રહ્યાં છીએ.

શા માટી જરૂરી છે ગ્રીન લાઈટને જોવું?
જો તમે એટીએમમાં જાવ તો એટીએમ મશીનના કાર્ડના સ્લૉટને ધ્યાનથી જુઓ. જો તમને લાગે કે એટીએમ કાર્ડ સ્લૉટ સાથે ચેડા કરવામા આવ્યા છે અથવા સ્લૉટ ઢીલું છે કે અન્ય કોઈ ગડબડ જણાઈ આવે તો તે મશીનનો ઉપયોગ કરવો નહીં. કાર્ડ સ્લૉટમાં એન્ટર કરતા પહેલા ત્યાં થતી લાઈટ પર ધ્યાન આપો, જો સ્લૉટ લાલ લાઈટ કે કોઈ પણ લાઈટ ના હોય તો તે મશીનનો ઉપયોગ કરવો નહીં, મશીન સાથે ચેડા કરાયાની શક્યતા રહેલી છે. એટીએમ યોગ્ય સ્થિતિમાં હોય તો ગ્રીન લાઈટ જોવા મળે છે.

ખાલી થઈ શકે છે અકાઉન્ટ
હેકર કોઈપણ યુઝરનો ડેટા એટીએમ મશીનમાં કાર્ડ લગાવવાના સ્લૉટ થકી ચોરી કરી શકે છે. તેઓ આ માટે ખાસ ડિવાઈસ ત્યાં લગાવતા હોય છે જેના થકી તમારા કાર્ડની તમામ ડિટેલ્સ તેમને મળી જાય. જે પછી તેઓ બ્લૂટૂથ અથવા વાયરલેસ ડિવાઈસ થકી ડેટા ચોરી કરે છે અને તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે.

જો તમને હેકર અંગેના ભય જેવો સંકેત એટીએમ મશીન થકી મળે અને બેંક બંધ હોય તો પોલીસની મદદ લેવી, નજીકમાં કોઈ બ્લૂટૂથ કનેક્શન થકી હેકરને પકડી શકાય છે.

તમારા ડેબિટ કાર્ડનો એક્સેસ મેળવવા માટે હેકર પાસે પિન નંબર હોવું જરૂરી છે. હેકર્સ પિન નંબર કેમેરા થકી ટ્રેક કરતા હોય છે અને તમે મશીનમાં પિન એન્ટર કરો ત્યારે તે નંબર તેને દેખાય જાય છે. તેથી એટીએમમાં પિન એન્ટર કરતા સમયે તેને હાથ વડે ઢાંકી લેવું, જેથી સીસીટીવીના ઉપયોગ થકી પણ પિન નંબર હેકરના હાથમાં જાય નહીં.

You cannot copy content of this page