Only Gujarat

FEATURED National

લૉકડાઉન હોવા છતાંય આ કારનું બમ્પર એડવાન્સ બુકિંગ, આંકડો જાણીને ચોંકી જશો

નવી દિલ્હીઃ હ્યુન્ડાઇની ક્રેટા દેશની સૌથી લોકપ્રિય એસયુવીમાં સામેલ છે. હવે ન્યૂ જનરેશન ક્રેટાનું 20,000થી વધુ બુકિંગ મળ્યું છે. લોકડાઉન દરમિયાન, જ્યાં ઓટો ઉદ્યોગ બેકફૂટ પર જોવા મળી રહ્યુ છે, એવામાં આ આંકડા હ્યુન્ડાઇ માટે રાહતરૂપ છે. વાસ્તવમાં, એપ્રિલમાં દેશમાં કોઈ પણ કંપનીની એક પણ કાર વેચાઇ નથી. ત્યારે ક્રેટાને મળી રહેલી બુકિંગથી સ્પષ્ટ થાય છે કે જ્યારે પણ દેશની અંદર લોકડાઉન ખુલશે, ત્યારે તેની માંગ રહેશે. ઉલ્લેખનીય કે, હાલમાં દેશમાં લોકડાઉનને 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

લોકડાઉનમાં પણ ક્રેટાની લોકપ્રિયતા ઓછી થઈ નથીઃ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના ડિરેક્ટર (સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસ) તરુણ ગર્ગે કહ્યું, ‘અમને ક્રેટા માટે લગભગ 20,000 બુકિંગ મળ્યા છે. લોકડાઉન શરૂ થયું ત્યાં સુધીમાં 18,000 બુકિંગ મળી ગયાં હતાં. સારી વાત એ છે કે લોકડાઉન દરમિયાન પણ તેની લોકપ્રિયતા ઓછી થઈ નથી. મને એ કહેતા આનંદ થાય છે કે અમને લોકડાઉનમાં મળેલા કુલ બુકિંગમાંથી 75 ટકા ક્રેટાના છે. કંપનીએ 2 માર્ચે 25 હજાર રૂપિયાની ચુકવણી સાથે નવી ક્રેટાનું બુકિંગ શરૂ કર્યુ હતુ. તેની એક્સ શોરૂમ કિંમત 9.99 લાખ રૂપિયાથી 17.20 લાખ રૂપિયા સુધીની છે

ક્રેટાનાં દરેક વેરિએન્ટનું માઈલેજ:

  • 1.5 લિટર પેટ્રોલ એન્જિન (MT) 16.8 Kmpl
  • 1.5-લિટર પેટ્રોલ એન્જિન (AT) 16.9 Kmpl
  • 1.5 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ (MT) 21.4 Kmpl
  • 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ (AT) 18.5 Kmpl
  • 1.4-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન 16.8 Kmpl

હ્યુન્ડાઈનાં એન્જીન વેરિએન્ટ: નવી ક્રેટા પાંચ વેરિએન્ટ E, EX, S, SX, SX (O) માં આવે છે. તેમાં ત્રણ એન્જિન ઓપ્શન છે. પહેલું 1.5-લિટર પેટ્રોલ એન્જિન 113bhp પાવર અને 144Nm ટોર્ક જનરેટ કરે છે. તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ આવે છે. બીજુ 1.4-લીટર ટર્બો પેટ્રોલ એન્જિન 138bhp પાવર અને 242Nm ટોર્ક જનરેટ કરે છે. ત્રીજુ 1.5 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન 113bhp નો પાવર અને 250Nm નો ટોર્ક જનરેટ કરે છે. ત્રણેય એન્જિનો 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે.

હ્યુન્ડાઇનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન: તે હાલના મોડેલ કરતા વધારે મોટી છે. તેની કેબિનમાં વધુ સ્પેસ છે. તેમાં સ્પ્લિટ હેડલેમ્પ, સ્ક્વેર વ્હીલ ઓર્ક, સ્પ્લિટ ટેઇલ લાઇટ્સ આપવામાં આવ્યા છે. તેમાં રિમોટ એન્જિન સ્ટાર્ટ / સ્ટોપ, રિમોટ એર પ્યુરિફાયર, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, રીઅર-સીટ હેડરેસ્ટ કુશન, વાયરલેસ ચાર્જિંગ, સાઉન્ડ સિસ્ટમ, સ્ટીઅરિંગ માઉન્ટેડ, પેડલ શિફ્ટર્સ જેવી સુવિધાઓ છે. તેમાં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, પેનારોમિક સનરૂફ પણ મળશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page