Only Gujarat

Sports

બેબી બોયને લઇને ઘરે આવ્યા હાર્દિક પંડ્યા અને નતાશા, શેર કરી સુંદર તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્કિદ પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક હાલમાં જ માતા-પિતા બન્યા. 30 જુલાઇએ હાર્દિકની પત્ની નતાશાએ એક બેબી બોયને જન્મ આપ્યો. હાર્દિકે આ ખાસ ખુશીને ધામધૂમથી સેલિબ્રેટ કરી. હાલમાં જ તેઓએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક એવી તસવીરો શેર કરી છે જેમાં તે હોસ્પિટલમાંથી પોતાના બાળકના જન્મને સેલિબ્રેટ કરતા નજર આવી રહ્યાં છે.

હાર્કિકના બાળકનો જન્મ આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ ઇંસ્ટીટ્યુટમાં થયો. શેર કરવામાં આવેલી તસવીરોના કેપ્શનમાં હાર્દિકે હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે.

તસવીરોના કેપ્શનમા હાર્દિકે લખ્યું- ખાસ આનંદની આકાંક્ષા હોસ્પિટલનો આભાર, છેલ્લા એક સપ્તાહમાં તમે લોકોએ એ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું કે ઘરેથી પણ ઘર જેવો જ અનુભવ કરી શકીએ.

હાર્દિકે તેમના બાળકને આ દુનિયામાં લાવવા માટે ડોક્ટરોનો આભાર માન્યો અને લખ્યું કે તેઓ તેમના હંમેશા આભારી રહેશે.

થોડા દિવસ પહેલા હાર્દિકે પોતાની પત્ની સાથે એક તસવીર શેર કરી હતી જેમા તેઓ એક બીજા સાથે નજર આવી રહ્યાં હતા. તસવીરના કેપ્શનમાં તેઓએ લખ્યું કે ગુલાબ મારી ગુલાબ માટે.

તસવીરોમાં હોસ્પિટલ બ્લૂ અને સફેદ ફુગ્ગાથી સજેલી નજર આવી રહી છે અને બેકગ્રાઉન્ડમાં બેબી બોય લખેલું દેખાઇ રહ્યું છે. ફોટોઝમાં નતાશા અને હાર્દિક કેક કાપતા નજર આવી રહ્યાં છે.

હાર્દિક પંડ્યાએ એક તસવીર પોતાના ઇંસ્ટા સ્ટોરી પર પણ શેર કરી છે જેમાં તેમનું બાળક પારણામાં ઝૂલતું નજર આવી રહ્યું છે.

આ તસવીર ઘરની છે અને તેઓએ પોતાની તસવીરના કેપ્શનમાં આભાર લખ્યું છે.

સોશિયલ મીડિયામાં અપલોડ કરેલી તસવીર

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page