Only Gujarat

National

લોકડાઉન વચ્ચે પોલીસે વેપારીને કર્યો અપમાનિત, કરી લીધો આપઘાત

ઈન્દોર: સંબંધીઓને ઉધાર આપેલ પૈસા ડૂબતાં અને તેના પર ખોટી પોલીસ ફરિયાદ થતાં પોલીસ ટૉર્ચરથી દુ:ખી થઈ ગયેલ રેડીમેડ કપડાંના વ્યાપારીએ જાતે જ ફાંસો ખાઈ લીધો. લૉકડાઉનમાં બિઝનેસ તળીયે થઈ જતાં વ્યાપારીએ તેના સંબંધીઓને ઉધાર આપેલા પૈસા પાછા માંગ્યા. પરંતુ તેમણે પૈસા પાછા આપવાની જગ્યાએ પોલીસ સ્ટેશનમાં વ્યાપારીના નામે ખોટી ફરિયાદ લખાવી દીધી. મધ્યપ્રદેશના ઈન્દોરમાં પોલીસે વેપારીને પોલીસ સ્ટેશનમાં બેસાડી ખૂબ અપમાનિત કર્યો. વેપારી આ આઘાત સહન ન કરી શક્યો અને ફાંસો ખાઇ લીધો. આ બાબતે હવે વિજય નગર પોલીસે કેસ દાખલ કર્યો છે.   બીજી તરફ પોલીસે કહ્યું હતું કે વેપારી પાસે કર્ફ્યૂ પાસ નહોતો અને ઘર પાસે દારૂ પીને હંગામો કરી રહ્યો હતો અને પોલીસે કોઈ ખરાબ વ્યવહાર કર્યો નથી.

પોલીસના અપમાનથી દુ:ખી થઈ ગયો વ્યાપારી
વિજય નગર સ્ટેશન ઈન્ચાર્હ તહજીબ કાજીએ જણાવ્યું કે, 57 વર્ષના હરીશ પાહવા ચંદ્ર નગરના રહેવાસી હતા. તેમના 29 વર્ષના દીકરા વંશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, મારા પિતાએ તેમના મામાના દીકરા પ્રમોદ સેઠી, તેમના દીકરા રોહન અને રાઘવ સેઠીને 23 લાખ રૂપિયા ઉધાર આપ્યા હતા. હવે જ્યારે લૉકડાઉનમાં ઉધાર આપેલા પૈસા પાછા માંગ્યા તો, ત્રણેય જણ હેરાન કરવા લાગ્યા. મંગળવારે (26-મે) જ્યારે મારા પિતા પલાસિયામાં આવેલ તેમની ઑફિસી આ બાબતે વાત કરવા ગયા તો, ત્રણેયે તેમને બહુ હેરાન કર્યા.

ત્યારબાદ પોલીસમાં ખોટી ફરિયાદ કરી દીધી કે મારા પિતા ખોટો હોબાળો કરી રહ્યા છે. મારા પિતાને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેમનું બહુ અપમાન કર્યું. મારા પિતા ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું પણ ચઢ્યા નથી, એટલે તે આ અપમાન સહન ન કરી શક્યા. એટલે જ તેમણે ગળે ફાંસો લગાવી દીધો.

એસઆઈ નાગર પર લાગેલ આરોપ
મૃતકના દીકરાએ કહ્યું કે, મારા પિતા આ પૈસા લગ્નમાં થયેલ દેવાને ઉતારાવા માટે પાછા માંગી રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાઓએ મારા પિતા સાથે બહુ ખરાબ વર્તન કર્યું. તેમના ફોન બાદ હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. ત્યાં એસઆઈ નાગર સામે બે હાથ જોઇ વિનંતિ કરી છતાં એસઆઈ નાગર ખરાબ વર્તન જ કરતા રહ્યા. ત્યારબાદ ગાડી જબ્ત કર્યા બાદ જ મારા પિતાને છોડ્યા.

પોલીસનો ખુલાસો- કર્ફ્યૂ પાસ નહોતો, હંગામો કરી રહ્યો હતો
પોલીસ અધિકારી વિનોદ દીક્ષિએ કહ્યું કે ગુલમોહર કોલોનીમાં રહેતાં રાઘવ સેઠીએ ડાયલ 100 પર ફરિયાદ કરી હતી. હરીશ પાહવા ઘર સામે દારૂ પીને હંગામો કરી રહ્યો હતો. પોલીસે ‘આપકે દ્વારા’ અભિયાન અંતર્ગત ત્યાં જ કેસ નોંધવામાં આવ્યો હતો અને ગાડી જપ્ત કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. પોલીસે કોઈ ખરાબ વ્યવહાર કર્યો નહોતો. પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં હકીકત સામે આવી જશે.

You cannot copy content of this page