Only Gujarat

National

બદમાશોએ પિતાની સામે જ દીકરાના કર્યા આવા હાલ ને આપી ધમકી કે જો મોં ખોલ્યું તો….

મેરઠઃ યુપીના મેરઠના જાગૃતિ વિહારમાં મંગળવાર (8 સપ્ટેમ્બર)ના બપોરના સમયે બદમાશોએ વેપારી અમન જૈનની હત્યા કરી, એ સમયે એડીજી ઝોન અને આઈજી રેન્જ કિઠૌર પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. સીઓ સિવિલ લાઈન્સ પણ એસએસપી ઑફિસમાં ફરિયાદ સાંભળી રહ્યા હતા. આ દરમિયાન ઘટના થઈ. ઘટના દરમિયાન લાચાર પિતા ચીસો પાડતા રહ્યા અને બદમાશો હસતા રહ્યા.

એડીજી મેરઠ ઝોનને મંગળવારે એક પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરવાનું હતું. જેને લઈને પોલીસ સ્ટેશનમાં તમામ તૈયારીઓ ચાલી રહી હતી. સવારે સાડા દસ વાગ્યે એડીજી રાજીવ સભરવાલ, આઈજી પ્રવીણ કુમાર, એસએસપી અજય સાહની અને એસપી દેહાત અવિનાશ પાંડે, એસપી ક્રાઈમ રામઅર્જ કિઠૌર પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. બપોરે સાડા બાદ વાગ્યે એસપી સિટી એએન સિંહ પોતાના કાર્યાલયમાં હતા.

સીઓ સિવિલ લાઈન પૂનમ સિરોહી પોતાની ઑફિસમાં બેઠી હતી. જાગૃતિ વિહારમાં ઘટનાની સૂચના મળતા જ એસપી સિટી, એસપી ક્રાઈમ અને શહેરના ત્રણ સીઓ અને એએસપી ત્યાં પહોંચી ગયા. અધિકારીઓએ આખા ઘટનાક્રમની જાણકારી મેળવી અને સૂચનાઓ પણ આપી.

પિતાની લાચારી પર હસતા રહ્યા બદમાશોઃ ઘટનાના પ્રત્યક્ષદર્શી સતીશ કુમાર જૈન છે. તેમની સામે જ બદમાશોએ અમનને ગોળી મારી. લાચાર પિતા ચીસો પાડતા રહ્યા અને બદમાશો હસતા રહ્યા.

તો ઘટના સમયે બદમાશોએ બહાર ઉભા રહેલા લોકોને ધમકાવ્યા અને કહ્યું હતું કે જો કોઈ આગળ આવ્યું તો તેને પણ ગોળી મારી દેશે. એવામાં કોઈ સાહસ ન કરી શક્યું.

You cannot copy content of this page