Only Gujarat

Bollywood FEATURED

પહેલી નજરમાં તો ખ્યાલ પણ નહીં આવે, ધ્યાનથી જોશો તો સમજાશે સ્ટાર્સની આ કરામત

અત્યારની ફિલ્મોને શાનદાર બનાવવા માટે ડિરેક્ટર અને એક્ટર્સ ખૂબ જ મહેનત કરે છે. હવે ફિલ્મોમાં VFXનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બોલિવૂડમાં પહેલા તેનો ઉપયોગ ઘણો ઓછો થતો જોવા મળતો હતો પણ, હવે આ ટેકનિક એ ભારતીય ફિલ્મોને નવું રૂપ આપ્યું છે. વીતેલા થોડા વર્ષોથી VFXનો ઉપયોગ સૌથી વધુ થવા લાગ્યો છે. તો આજે અમે તમને એવી જ કેટલીક વી VFXવાળી ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બાહુબલી
પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી હિન્દી સિનેમાની બ્લોકબસ્ટર ફિલ્મ છે. આ ફિલ્મમાં ભરપૂર VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાહુબલીનો પહેલો ભાગ વર્ષ 2015માં અને બીજો ભાગ વર્ષ 2017માં આવ્યો હતો. આ ફિલ્મમાં પ્રભાસના લડાઈવાળા અને પહાડ પર ચડવાવાળા દરેક સીનમાં ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રઇસ
શાહરૂખ ખાનની વર્ષ 2017માં આવેલી ફિલ્મ રઇશમાં પણ VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની એક્શન VFXની મદદથી બતાવવામાં આવી હતી.

કિક
સલમાન ખાનનું નામ લેતાં જ તેમના એક્શનની વાત પહેલાં થાય છે. સલમાન ખાનની ફિલ્મ કિકમાં પણ ભરપૂર એક્શન સીન હતાં. આ ફિલ્મમાં ટ્રેનવાળો સીન માટે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થઈ હતી.

કૉકટેલ
સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી સ્ટારર ફિલ્મ કૉકટેલ રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર હતી. આ ફિલ્મમાં પણ VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભાગ મિલ્ખા ભાગ
એક્ટર ફરહાન અખ્તરની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ વર્ષ 2013માં આવી હતી. આ ફિલ્મમાં સ્ટેડિયમમાં જીતવાવાળો સીન બતાવવામાં આવ્યો હતો, તે દરેક સીન માટે VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સ્પેશિયલ 26
અક્ષય કુમાર અને અનુપમ ખેર સ્ટારર ફિલ્મ સ્પેશિયલ 26 વિશે ઘણાં ઓછા લોકો જાણે છે કે, તેમાં પણ VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં ઘણાં સીનમાં VFXનો ઉપયોગ થયો હતો.

પદ્માવત
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત રિલીઝ થયાં પહેલાં ખૂબ જ ચર્ચામાં હતી. વિરોધને લીધે ફિલ્મના ઘણાં સીન પર સેન્સર બોર્ડે કાતર ચલાવી દીધી હતી. ફિલ્મમાં VFXની મદદથી ઘૂમર ગીતમાં દીપિકા પાદુકોણનું પેટ છુપાવી દેવામાં આવ્યું હતું.

ટાઇગર જિન્દા હૈ
સલમાન ખાનની ફિલ્મ ટાઇદગર જિન્દા હૈનો પહેલો સીન VFXની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ સીન જોઈ લોકો વિચારતાં રહ્યાં હતાં. સલમાન ખાનના ફેન્સ આ સીન જોઈ રોમાંચિત થઈ ગયાં હતાં.

બાહુબલીઃ ધી બિગિનિંગ
એક હજારથી વધુ કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મ બાહુબલીનું બીજુ નામ VFX રાખીએ તો પણ કંઈ ખોટું નથી. આ ફિલ્મમાં દરેક બીજા સીનમાં VFXનો કમાલ હતો.

સુલતાન
સલમાનની ફિલ્મ સુલતાનના ફાઇટિંગ સીસના સૌએ વખાણ કર્યાં હતાં. આ દરેક સીનમાં VFXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક ફાઇટિંગનો સીન પણ VFXની મદદથી બતાવવામાં આવ્યો હતો.

કુલી નંબર વન
વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર 1નો એક સીન VFXના લીધે ખૂબ જ ટ્રોલ થયો હતો. ફિલ્મનો આ સીન VFXની મદદથી બનાવવામાં આવ્યો હતો, પણ ફેન્સ વરુણ ધવનને ખૂબ જ ટ્રોલ કરતાં હતાં. તે સીનમાં વરુણ ધવન રેલવે ટ્રેક પર બાળકને બચાવવા માટે ચાલુ ટ્રેને પુલ પરથી કૂદકો મારે છે. તે પાટા પર સ્પીડથી દોડતી ટ્રેનની છત પર વધારે ફાસ્ટ દોડવા લાગે છે. એક કોચથી બીજા કોચ પર છલાંગ મારી પહોંચી જાય છે.

You cannot copy content of this page