Only Gujarat

National

રેલવે સ્ટેશન પર કુલીનું કરતો હતો કામ ને આજે બની ગયા IAS ઓફિસર

કહેવાય છે ને કે, ‘જહાં ચાહ, વહાં રાહ…’ સફળતા નસિબથી નહીં પરંતુ વ્યક્તિના પાક્કા ઈરાદા અને મહેનતથી મળે છે. વ્યક્તિ એકવાર કઈંક કરવાનું નક્કી કરી દે તો, ભગવાન પણ તેને રોકી શકતા નથી. આવો જ એક દાખલો જોવા મળ્યો છે તાજેતરમાં. એર્નાકુલમ સ્ટેશન પર કુલીનું કામ કરતા આ યુવાને પોતાના ઘરની જવાબદારી નિભાવવાની સાથે-સાથે પોતાનું નસીબ પણ જાતે જ લખી દીધું અને યૂપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવી. થોડાં વર્ષ પહેલાં સુધી કુલીનું કામ કરતો આ વ્યક્તિ આજે આઈએએસ ઑફિસર બની દુનિયા સામે પોતાની સફળતાની મિસાલ કાયમ કરી ચૂક્યો છે.

સંસાધનોની અછતને ન બનવા દીધી ક્યારેય પોતાની મજબૂરી
મોટાભાગે લોકો પોતાની નિષ્ફળતા પાછળ, સંસાધનોની કમીને જ દોષ આપતા હોય છે. તેમનું માનવું હોય છે કે, જો તેમને સારી સુખ-સુવિધાઓ મળી જાત તો તેઓ કઈંક વધારે સારું કરી શક્યા હોત. પરંતુ શ્રીનાથે ક્યારેય આવી કોઈ ફરિયાદ નથી કરી. તેણે આપદાને અવસરમાં બદલીને સફળતા મેળવી છે. ક્યારેય સંસાધનોની કમીને પોતાની સફળતાના આડે આવવા દીધી નથી.

કોચિંગ વગર જ પાસ કરી યૂપીએસસી
યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ પરિક્ષાને પાસ કરવા માટે દર વર્ષે લાખો લોકો પોતાનું નસીબ અજમાવે છે. આ માટે તેઓ વર્ષો સુધી મહેનત કરે છે અને કોચિંગ સંસ્થાઓ પાછળ પણ લાખો રૂપિયા ખર્ચે છે. પરંતુ મૂળ કેરળના વતની શ્રીનાથે રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતાં-કરતાં કોઈપણ પ્રકારના કોચિંગ વગર જ UPSC પાસ કરી દીધી છે. આ પહેલાં પણ તેઓ કેરળ પબ્લિક સર્વિસ કમીશનની પરીક્ષામાં પણ સફળતા મેળવી ચૂક્યા છે.

રેલવેના ફ્રી વાઈફાઈનો કર્યો યોગ્ય ઉપયોગ
શ્રીનાથ પાસે કોચિંગ સેન્ટરની ફી આપવાના પૈસા નહોંતા, તેમના મનમાં એકજ વાત ચાલતી હતી કે, કોચિંગ વગર તેઓ આટલી મુશ્કેલ પરીક્ષા પાસ નહીં કરી શકે. આજ કારણે તેમણે KPSCની પરીક્ષાની તૈયારી શરૂ કરી. તેમનો આ મુશ્કેલ રાહ રેલવેના ફ્રી વાઈ-ફાઈએ સરળ બનાવ્યો. તેમણે આ જ વાઈ-ફાઈનો ઉપયોગ કરી પોતાના સ્માર્ટ ફોન પર જ ભણવાનું શરૂ કરી દીધું.

આ ફ્રી વાઈફાઈ શ્રીનાથ માટે વરદાન સમાન રહ્યું. તેમને કુલીનું કામ કરતાં-કરતાં જ્યારે પણ સમય મળે ત્યારે ઑનલાઈન લેક્ચર સાંભળવાનું શરૂ કરી દેતા. આ મહેનત અને લગનથી શ્રીનાથને KPSC માં સફળતા મળી. બસ અહીંથી જ તેમણે મનમાં નક્કી કરી દીધું કે, આ જ રીતે ફ્રી વાઈ-ફાઈની મદદથી યૂપીએસસી પણ પાસ કરી શકાય છે અને તેમણે એ કરી પણ બતાવ્યું.

તત્કાલીન રેલવે મંત્રી પીયૂષ ગોયલે કર્યાં હતાં તેમનાં વખાણ
તત્કાલીન રેલવે મંત્રી પીયૂષ ગોયલે યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં સફળતા મેળવવા બદલ કુલી શ્રીનાથને અભિનંદ આપતી ટ્વિટ કરી હતી. ગોયલે લખ્યું, “રેલવેના નિ:શુલ્ક WiFi થી કેરળમાં કુલી તરીકે કામ કરતા શ્રીનાથના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું, સ્ટેશન પર ઉપલબ્ધ WiFi નો ઉપયોગ કરી તેમણે પરીક્ષાની તૈયારી કરી સફળતા મેળવી છે. હું તેમની સફળતા પર અભિનંદન આપું છું અને ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું.”

You cannot copy content of this page