Only Gujarat

International

અજબ પ્રેમની ગજબ કહાણીઃ જે યુવકે મોબાઈલ ચોર્યો તેના જ પ્રેમમાં પડી યુવતી

તમે યુવક-યુવતીની અનેક પ્રેમ કહાણીઓ સાંભળી હશે…ઘણી યુવતીઓ તેનાથી બમણી ઉંમરના પુરુષના પ્રેમમાં પડતી હોવાના કિસ્સા પણ સાંભળ્યા હશે.. તો મોટી ઉંમરની મહિલા સાથે પુરુષનો પ્રેમ પણ પ્રાંગર્યાના કિસ્સા છે. પરંતુ એક યુગલની પ્રેમ કહાણી આ બધાથી અલગ છે…. આ લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. કારણ કે, આમાં યુવતી એક એવા પુરુષના પ્રેમમાં પડે છે, જેણે તેનો મોબાઈલ ચોર્યો હતો. જીહા.. ચોંકવાની જરૂર નથી. આ અસલી કહાણી છે.. આ યુવતી ‘ફોન ચોર’ના પ્રેમમાં પડી ગઈ. યુવતીએ પોતે એક ઈન્ટરવ્યૂમાં આ વાત કબૂલી છે કે, તે એક મોબાઈલ ચોરના પ્રેમમાં છે.આ ઘટના બની છે બ્રાઝિલમાં..

બ્રાઝિલના આ કપલનો વીડિયો ટ્વિટર પર @Miltonneves નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવી છે.. જેમાં ઈમાનુએલા નામની છોકરીને પૂછવામાં આવે છે કે, તે છોકરાને કેવી રીતે મળી? તો ઈમાનુએલા જવાબ આપે છે કે, એક દિવસ હું રોડ પર ચાલીને જઈ રહી હતી.. .ત્યારે એક છોકરો મારો મોબાઈલ ઝૂંટવીને ભાગી ગયો હતો. પરંતુ તે પછી તે પોતે મોબાઈલ પરત કરવા આવ્યો હતો. તેની પ્રામાણિકતાએ મને ખરેખર પ્રભાવિત કરી. તે જ સમયે મોબાઈલ ઝૂંટવનારા છોકરાએ મને કહ્યું કે, હું મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. પરંતુ જ્યારે મેં તમારી તસવીર જોઈ ત્યારે હું તમારી સુંદરતા પર મંત્રમુગ્ધ થઈ ગયો અને મોબાઈલ પરત કરવાનો નિર્ણય કર્યો.

સુંદરતા જોઈ મોબાઈલ પરત કર્યો

એક રિપોર્ટ અનુસાર, છોકરાએ કહ્યું- મને મોબાઈલ લૂંટવાનો અફસોસ છે. મેં મારી જાતને કહ્યું, તમને દરરોજ આવી સુંદરતા જોવા મળતી નથી. આ વિચાર આવ્યા બાદ યુવતીને મોબાઈલ પરત કર્યો અને તેની માફી માંગી. આ યુગલનો ઇન્ટરવ્યૂ લેનારે મજાકમાં છોકરાને પુછ્યું કે, શું તમે ઈમાનુએલાનો ફોન અને હૃદય બંને ચોરી લીધાં? આના પર છોકરાએ જવાબ આપ્યો- હા, એવુ જ સમજો.

યુગલની પ્રેમ કહાણી સોશિયલ મીડિયામાં છવાઈ

હાલમાં, ઇમેન્યુએલા અને આ મોબાઈલ ચોર છોકરો છેલ્લા બે વર્ષથી ડેટ કરી રહ્યા છે. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે છોકરીના માતા-પિતા તેમની પુત્રીના જીવનસાથી તરીકે ‘ચોર’ સ્વીકારી શકશે કે કેમ? દરમિયાન, કપલની વિચિત્ર લવસ્ટોરીએ ટ્વિટર યુઝર્સને ચોંકાવી દીધા હતા. તેના વીડિયોને 2.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે કપલ.

You cannot copy content of this page