Only Gujarat

National

ચીન કરતાં ત્રણ ઘણી સસ્તી અને વધારે સારી ગુણવત્તાવાળી પીપીઈ કિટ બનાવે છે રિલાયન્સ

અમદાવાદ: કોરોનાના સંક્રમણકાળમાં અલગ-અલગ જગ્યાઓએ પોતાનું યોગદાન આપી રહેલ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે ચીન કરતાં ત્રણ ઘણી સસ્તી અને જબરદસ્ત ગુણવત્તાવાળી પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) બનાવવાની શરૂ કરી દીધી છે. આ કિટ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર અને સારી ગુણવત્તાની છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં રોજની એક લાખ પીપીઈ કિટ બની રહી છે.

એક તરફ ચીનમાંથી આયાત થતી પીપીઈ કીટનો ખર્ચ બે હજાર કરતાં પણ વધુ છે. ત્યાં રિલાયંસની આલોક ઈન્ડસ્ટ્રીઝ, પીપીઈ કિટ માત્ર રૂપિયા 650 માં બનાવે છે. પીપીઈ કિટ ડૉક્ટરો, નર્સો અને સ્વાસ્થ્યકર્મીઓ સિવાય પોલીસ અને સફાઇ કર્મચારીઓ જેવા ફ્રંટ લાઇન કોરોના વૉરિયર્સને સંક્રમણથી બચાવે છે.

રોજ એક લાખ કરતાં પણ વધારે પીપીઈ કિટ બનાવવા માટે રિલાયંસે તેના વિવિધ ઉત્પાદન સેન્ટર્સને કામ પર લગાવ્યાં છે. જામનગરમાં આવેલ તેની સૌથી મોટી રિફાઇનરીમાં એવા પેટ્રોલેમિકલ્સનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે, જેમાંથી પીપીઈનું કપડું બને છે. એ જ કપડાનો ઉપયોગ કરી આલોક ઈંડસ્ટ્રીઝમાં પીપીઈ કિટ બનાવવામાં આવે છે. આલોક ઈંડસ્ટ્રીઝને તાજેતરમાં જ રિલાયંસે હસ્તક કરી છે. આલોક ઈન્ડસ્ટ્રીની બધી જ સુવિધાઓને અત્યારે પીપીઈ કિટ બનાવવા પાછળ લગાવી દેવામાં આવી છે. જેમાં 10 હજાર કરતાં પણ વધુ લોકો આ કામમાં જોડાયેલા છે.

માત્ર પીપીઈ જ નહીં ‘કોરોના ટેસ્ટિંગ કિટ’ ક્ષેત્રમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્વદેશી ટેક્નોલૉજી વિકસિત કરી લીધી છે. કાઉન્સિલ ઑફ સાઇન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) સાથે મળીને રિલાયંસે સંપૂર્ણ સ્વદેશી આરટી-એમએએમપી (RT-LAMP) આધારિત કોવિડ-19 ટેસ્ટ કિટ બનાવી છે. આ કિટ ચીની ટેસ્ટ કિટ કરતાં ઘણી સસ્તી છે. 45 થી 60 મિનિટની અંદર સટિક પરિણામ પણ મળી જાય છે.

 

 

 

You cannot copy content of this page