Only Gujarat

International

સાઈટ પર કામ કરતાં અચાનક લપસ્યો કોન્ટ્રાક્ટરનો પગ, શરીરની આરપાર થયો સ્ટીલનો પાઈપ!

બેંગકોક: દુર્ઘટના અને અકસ્માત ક્યારે થઈ જાય કોઈ નથી જાણતું. બધુ બરાબર ચાલી રહ્યું હોય અને અચાનક એવી દુર્ઘટના બને જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. બેંગકોકમાં બનેલી એક ઘટનાને જ જોઈ લો, બેંગકોકમાં રહેતા એક વ્યક્તિને શું ખબર હતી કે તે જે સાઈટ પર ઈન્સપેક્શન કરી રહ્યો હતો ત્યાં એવી દુર્ઘટના બનશે જેના કારણે તે ચર્ચામાં આવી જશે.


આ વ્યક્તિનો કન્સટ્રક્શન સાઈટ પર પગ લપસી ગયો અને તે સીધો નીચે પડેલી સ્ટીલના રૉડ પર પડ્યો, જે તેના ગુદા માર્ગથી થઈ શરીરમાં ઘુસી ગઈ. આ પીડાદાયક દુર્ઘટનાની તસવીરો તસવીરો સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની.

આ દુર્ઘટના બેંગકોકમાં બની. અહીં 19 વર્ષીય કન્સ્ટ્રક્શન ફિલ્ડ સાથે જોડાયેલા વ્યક્તિ સાથે આ દુર્ઘટના ઘટી. આ વ્યક્તિનું નામ તીરવત ચોએકુ છે. તે 7 જૂનના સાઈટ પર પહોંચ્યો હતો. છત પર ઈન્સપેક્શન કરતા સમયે તે નીચે પડ્યો. તે સમયે ઝડપી પવન ફૂંકાતો હોવાથી તે બિલ્ડિંગની સ્થિતિ જોવા પહોંચ્યો હતો. પરંતુ ત્યાં અચાનક તેનો પગ લપસ્યો અને તે છત પરથી નીચે પડ્યો. પરંતુ તેનું ભાગ્ય આના કરતા પણ ખરાબ હતું, કારણ કે તે નીચે પડ્યો ત્યાં 5 ફૂટ લાંબો સ્ટીલનો રૉડ હતો. જે તેના ગુદા માર્ગથી શરીરની બહાર નીકળી.

તીરવત ઘણા સમય સુધી ત્યાં જ પડી રહ્યો, જે પછી તેના સાથીઓ આવ્યો ત્યારે એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ લઈ જવાયો. ઘટના સ્થળે ફાયરમેને 2 ફૂટ જેટલા રૉડને કાપી નાખ્યો હતો, જે પછી બાકીનો રૉડ સર્જરી કરી બહાર કઢાયો હતો.


ગત વર્ષે ચીનથી આવો જ કેસ સામે આવ્યો હતો. જેમાં તેના ગુદા માર્ગથી સ્ટીલની રૉડ તેની છાતી તરફ ઘુસી ગઈ હતી. પરંતુ સારી વાત એ હતી કે તે હૃદયની બાજુમાંથી પસાર થયો હતો અને તેને કારણે તેનો જીવ બચી ગયો હતો.

You cannot copy content of this page