Only Gujarat

FEATURED International

Iphoneના ફાઉન્ડરની દીકરી બની મોડલિંગ, આપ્યા એકદમ હોટ હોટ સીન

એપ્પલ કંપનીના ફાઉન્ડર અને દુનિયાના સૌથી લોકપ્રિય બિઝનેસમેનમાં સામેલ સ્ટીવ જૉબ્સની દિકરી ઈવ જૉબ્સ મૉડેલિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી ચુકી છે. તેણે હાલમાં જ એક બ્યૂટી કેમ્પેઈન માટે બાથટબમાં પોઝ આપ્યા છે. અને આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

22 વર્ષની ઈવ જૉબ્સ આ ફોટોશૂટમાં ગોલ્ડ જ્વેલરી સાથે નજર આવી રહી છે. તેણે પોતાના મોડેલિંગ કરિયરની શરૂઆત ગ્લૉસિયર પ્લેફુલ હૉલીડે બ્યૂટી કેમ્પેઈન સાથે કરી છે. તેના ઈન્સ્ટાગ્રામ પર દોઢ લાખથી વધુ ફૉલોઅર્સ છે. મોડેલિંગમાં ડેબ્યૂ બાદ માનવમાં આવે છે કે તે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂઅન્સર બની શકે છે.

ઈવે આમ તો સ્ટીવ જૉબ્સની દિકરી હોવા છતા લાઈમ લાઈટથી અંતર બનાવી રાખ્યું છે. જો કે તે છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ઘોડે સવારીને લઈને સમાચારોમાં આવી હતી. હોર્સ સ્પોર્ટના રિપોર્ટ અનુસાર, તે અંડર 25માં દુનિયાના ટોચના પાંચ ઘોડેસવારોમાં સામેલ છે.

આ સિવાય તે સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે અને વર્ષ 2021માં ગ્રેજ્યુએટ થશે. ઈવના પેરેન્ટ્સની મુલાકાત પણ અહીં જ 1989માં થઈ હતી જ્યારે સ્ટીવ જૉબ્સે સ્ટૈનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસમાં ખૂબ જ લોકપ્રિય લેક્ચર આપ્યું હતું. આ જ કોલેજમાં સ્ટીવની મુલાકાત ઈવના માતા પૉવેલ સાથે થઈ હતી.

સ્ટીવ અને પૉવેલના લગ્ન બાદ તેમના બાળકો રીડ, એરિન અને ઈવ પેદા થયા હતા. રીવની ઉંમર 29 વર્ષ છે તો એરિન 25 અને ઈવ 22 વર્ષની છે. આ સિવાય જૉબ્સના બીજા રિલેશનશિપથી એક દિકરી છે જેનું નામ લિઝા જૉબ્સ છે અને તે 42 વર્ષની છે.

વર્ષ 2011માં જ્યારે સ્ટીવ જૉબ્સનું મોત થયું ત્યારે તેની નેટવર્થ 10 બિલિયન ડૉલર્સથી વધુ હતી. જેનો કેટલોક ભાગ લિઝાની પાસે ગયો જ્યારે મોટાભાગનો હિસ્સો પૉવેલ જૉબ્સ પાસે છે. પૉવેલનું સ્પષ્ટ કહેવું છે કે તે આ સંપત્તિને દુનિયાને વધુ સારી બનાવવામાં સમર્પિત કરવા માંગે છે અને તેનો આ સંપત્તિ તેને બાળકોને આપવાનો ઈરાદો નથી. પૉવેલે કહ્યું કે સ્ટીવ પણ એ જ ઈચ્છતા હતા અને તેના બાળકોને આ ખબર છે.

You cannot copy content of this page