Only Gujarat

Bollywood FEATURED

અમ્મી કરીના સાથે તૈમુરે ચલાવ્યો ચાકડો ને બનાવ્યા માટીના વાસણો

મુંબઈ: કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કરીનાને હાલ છઠ્ઠો મહિનો ચાલે છે અને હવે તેને સ્પષ્ટ બેબી બમ્બ જોવા મળી રહ્યો છે. કરીના હાલ પોતાની ખાસ કેર કરી રહી છે. તમને જણાવી દઈએ કે, કરીના હાલમાં મુંબઈમાં નહીં પરંતુ હિમાચલ પ્રદેશમાં છે. જોકે, કરીનાનો પતિ સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ ભૂલ પોલીસનું શૂટિંગ હિમાચલની વાદીઓમાં કરી રહી છે અને પત્ની પણ પુત્ર તૈમુરની સાથે અહીં વેકેશન એન્જોય કરી રહી છે. કરીના પતિની સાથે દિવાળી ઉજવવા અહીં આવી હતી. જોકે હજુ તે થોડા દિવસ અહીં જ રહેશે. કરીના અને તૈમુરના ખાસ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ફોટોમાં કરીના-તૈમુર બન્ને માટીના વાસણો બનાવતાં જોવા મળી રહ્યાં હતાં.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોમાં કરીના અને તૈમુર બન્નેના હાથોમાં ભીની માટી લાગેલી છે અને બન્ને પોટ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.

તૈમુર માતા કરીનાને પોટ બનાવતો જોવા મળી રહ્યો છે અને માતાનો હાથ પકડી પોતે પણ પોર્ટ બનાવવાની કોશિશ કરી રહ્યો છે.

તૈમુર તે સમયે બહુ જ એક્સાઈડેટ જોવા મળ્યો હતો તો ક્યારેક સીરિયલ નજર આવ્યો હતો. જ્યારે કરીનાએ પોર્ટ બનાવી દીધો તો તૈમુરને ચહેરો ખુશ જોવા મળ્યો હતો.

તૈમુર પોતાના માતા-પિતાની સાથે ખૂબ જ એન્જોય કરી રહ્યો છે. તૈમુર હાલ સાડા ત્રણ વર્ષનો છે પરંતુ કરીનાનું કહેવું છે કે, પુત્રને મોટા લોકોની જેમ જ ટ્રીટ કરે છે.

આ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં કરીના-સૈફ, તૈમુર અને મલાઈકા-અર્જૂન પણ સાથે જોવા મળ્યાં હતાં. આ દરમિયાન ઘણાં લોકો તેમનો વીડિયો બનાવવામાં લાગેલા હતાં ત્યારે તે સમયે તૈમુર બહુ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો અને જોરથી બુમો પાડી રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, કરીના જ્યારે પહેલીવાર 2016માં પ્રેગ્નન્ટ હતી તો તે સમયે તેણે કહ્યું હતું કે, તે ઈચ્છે છે કે તેના ઘરે પુત્રી જન્મ લે. સુત્રો પ્રમાણે, કરીનાએ કહ્યું હતું કે, તે જ્યાં પણ જાય છે તે તેને પૂછવામાં આવે છે કે, પુત્ર થવાનો છે કે પુત્રી?

આ સવાલનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે, તેનાથી શું ફરક પડે છે? તે પુત્રી છે અને ઈચ્છે છે કે તેના ઘરે પુત્રીનો જન્મ થાય. કરીનાએ વધુમાં કહ્યું હતું કે, તેણે પોતાના પેરેન્ટ્સ માટે એક પુત્રથી વધુ કર્યું છે.

You cannot copy content of this page