Only Gujarat

Bollywood

દરેક પુરુષને સુંદર મહિલા ગમે છે, પણ…. બબિતાને લઈને જેઠાલાલે કહી આ મોટી વાત

લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 14-14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સિરિયલમાં જેઠાલાલ બનતા દિલીપ જોષીએ તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે બબીતા અંગે ખાસ વાત જણાવી હતી. જેમાં દિલીપ જોષીએ સિરિયલમાં જેઠાલાલ-બબીતાના સંબંધો અંગે ખાસ વાત કહી હતી.

સો.મીડિયામાં કેમ એક્ટિવ નથી?
દિલીપ જોષીએ કહ્યું હતું, ‘મારી પાસે એટલો ટાઇમ જ નથી કે હું સો.મીડિયામાં એક્ટિવ રહું. અમે રોજના 12-12 કલાક શૂટિંગ કરીએ છીએ. પછી ઘરે જઈએ. ઘરે જઈને પરિવાર સાથે સમય પસાર કરું છું. સો.મીડિયા મોનસ્ટર જેવું છે. જો તમને એકવાર તેની લત લાગી જાય તો પછી તે તમને છોડતું નથી.’

સિરિયલ 14 વર્ષથી સફળતાપૂર્વક ચાલે છે
દિલીપ જોષીએ આગળ જણાવ્યું હતું, ‘ભગવાનની અમારા પર કૃપા છે અને ખાસ કરીને અસિતભાઈ પર છે. તેમણે વર્ષો પહેલાં આ શો બનાવવાનું વિચાર્યું. 40 વર્ષ પહેલાં તારકભાઈ મહેતાએ કોલમ લખી અને અસિત ભાઈએ તે કોલમ પરથી સિરિયલ બનાવવાનું નક્કી કર્યું અને અમને તેમાં એક્ટિંગ કરવાની તક આપી. દર્શકો અમારો શો જુએ છે. સિરિયલ ને શો આવતા-જતા રહે, પરંતુ અમારા શોએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અમે 14 વર્ષથી આ સિરિયલ સફળાતપૂર્વક ચલાવીએ છીએ.’

બબીતા સાથેના સંબંધોનું ખાસ ધ્યાન રાખું છું
દિલીપ જોષીએ સિરિયલમાં જેઠાલાલ-બબીતાના સંબંધો અંગે ખાસ વાત કહી હતી. તેમણે કહ્યું હતું, ‘જ્યારે અમે આ શો શરૂ કર્યો અને સિરિયલમાં બબીતાજી ને જેઠાલાલ વચ્ચેના સંબંધો બતાવવામાં આવ્યા ત્યારે જ હું એક વાતને લઈ સ્પષ્ટ હતો કે અમારા સંબંધો મર્યાદા બહાર નહીં જાય. સંબંધોમાં એક પાતળી લાઇન હોય છે, જો તે સહેજ પણ ઉપર-નીચે ગઈ તો તે વલ્ગર દેખાઈ આવે છે. તે ઝેર જેવું લાગે છે. આમ તો દરેક પુરુષને સુંદર મહિલા ગમે છે. પુરુષના મનમાં આનાથી વધુ કંઈ હોતું નથી. તેના મનમાં દ્વેષ પણ હોતો નથી. જો બે પુરુષો મિત્રો બની શકે તો કેમ એક પુરુષ ને એક મહિલા મિત્ર ના હોય. હું આ અંગે ઘણું જ ધ્યાન રાખું છું. એકવાર હું ગુજરાતમાં ક્યાંક શૂટિંગ કરતો હતો. આ સમયે કેટલીક મહિલાઓ આવી હતી. આ મહિલાઓ દાદીમાની ઉંમરની હશે. તેમણે મને કહ્યું કે તેમને મારો ને બબીતાજીનો સ્ટોરી એંગલ ઘણો જ ગમે છે. જો તે જનરેશનને આ એંગલ ગમતો હોય તો અમે સાચી દિશામાં છીએ તેમ મને લાગ્યું હતું. ‘

સેટ પર કેવી રીતે દિલીપ જોષી જેઠાલાલ બને છે?
દિલીપ જોષીએ કહ્યું હતું, ‘તારક મહેતા…’ સિરિયલમાં કામ કર્યું તે પહેલાં હું થિયેટર આર્ટિસ્ટ રહી ચૂક્યો છું. મેં 25 વર્ષ થિયેટરમાં કામ કર્યું છે. તેથી જ જ્યારે મારો મેકઅપ ઉતરે ત્યારે હું દિલીપ જોષી બની જાઉં છું. એકવાર મૂછ નીકળી ગઈ પછી હું દિલીપ જોષી બની ગયો અને મૂછ પહેરી લીધી એટલે જેઠાલાલ બની ગયો. આ ક્લેરિટી હંમેશાં મારા મનમાં રહી છે.’

‘બબીતા’ સિરિયલ છોડે તેવી શક્યતા
નોંધનીય છે કે થોડાં સમય પહેલાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુનમુન દત્તાની લોકપ્રિયતા જોઈને ‘બિગ બોસ OTT’એ સેકન્ડ સીઝન માટે અપ્રોચ કર્યો છે. માનવામાં આવે છે કે મુનમુન દત્તાએ શોમાં સામેલ થવા માટે હા પણ પાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે ‘બિગ બોસ 15’માં મુનમુન દત્તા બે દિવસ ઘરમાં રહી હતી. મુનમુન દત્તા જો રિયાલિટી શોમાં જશે તો તે સિરિયલ છોડી દેશે એમ માનવામાં આવી રહ્યું છે.

You cannot copy content of this page