Only Gujarat

International TOP STORIES

ડોનાલ્ડ ટ્રમ્પને અલગ જ દવા અપાઈ રહી છે, આ ટ્રીટમેન્ટ છે એકદમ ખાસ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસથી બીમાર છે. શ્વાસની તકલીફ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે, એક ખાસ પ્રકારની એન્ટીબોડી કોકટેલથી ટ્રંપની સારવાર કરવામાં આવી રહી છે. જે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી.

ડેઇલી મેઇલના રિપોર્ટ મુજબ, ટ્રમ્પને ઉંદરથી તૈયાર કરવામાં આવેલી એન્ટિબોડીઝ આપવામાં આવી છે. આ ડ્રગનો સામાન્ય રીતે ઉપયોગ થતો નથી અને તે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી.

ઉંદર દ્વારા તૈયાર કરવામાં આવેલી એન્ટિબોડીઝને અમેરિકન કંપની Regeneron દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનો ઉપયોગ બ્રિટનમાં ટ્રાયલ તરીકે પણ થઈ રહ્યો છે. ઓક્સફર્ડના પ્રોફેસરે આ દવાને ખૂબ જ સારી અસરકારક હોવાનું જણાવ્યુ છે. આ ડ્રગનું નામ REGN-COV2 રાખવામાં આવ્યુ છે.

REGN-COV2ની સાથે ટ્રમ્પને ડ્રગ Remdesivir દવા પણ આપવામાં આવી રહી છે. આ સાથે જસત, વિટામિન D, એસ્પિરિન, ફેમોટિડાઇન (Famotidine) અને મેલાટોનિન (Melatonin) જેવી દવાઓ પણ આપવામાં આવી રહી છે. REGN-COV2 દવાની હજી ટ્રાયલ ચાલુ છે, પરંતુ શરૂઆતનાં ડેટા દર્શાવે છે કે, કોરોનાનાં જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા નથી. તેમનામાં આ દવાને કારણે વાયરલ લોડ ઘટી ગયો છે. એટલે કે, શરીરમાં વાયરસનું પ્રમાણ ઘટી ગયું છે.

REGN-COV2 ડ્રગ કોરોના દર્દીઓના રિકવરી સમયને ઘટાડી શકે છે. આ દવા ઉંદર અને કોરોનામાંથી સ્વસ્થ થયેલાં વ્યક્તિની એન્ટિબોડીઝના મિશ્રણ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ દવા કોરોના વાયરસને ન્યૂટ્રલાઈઝ કરવાનું કામ કરે છે. જો કે, ટ્રાયલ દરમિયાન બે દર્દીઓમાં આ દવાથી આડઅસર થઈ હતી.

You cannot copy content of this page