Only Gujarat

National

પતિ મહેનત મજૂરી કરીને ચલાવતો હતો ઘર ને પત્ની ડ્રાઇવર સાથે મનાવતી રંગરેલીયા, અચાનક એક દિવસ..!

એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ચાકુ મારીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પત્ની જાતે જ પોલીસ સ્ટેશન ગઈ હતી અને હત્યા અંગે જાણ કરી હતી. પહેલાં તો મહિલાએ પોલીસને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં આખા કાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસના મતે, અજયે ગિરીની પત્ની રેખાએ બોયફ્રેન્ડ નૌશાદ સાથે મળીને પતિની હત્યા કરી હતી. રેખા તથા નૌશાદની ધરપકડ કરવામાં આવી છે.

બિહારના મસૌઢી અનુમંડળના કાશ્મીર ગંજમાં રહેતી રેખા કુમારીના લગ્ન 22 વર્ષ પહેલાં અજય ગિરી સાથે થયા હતા. અજય ગિરી મહેનત મજૂરી કરીને પત્ની તથા બે બાળકોનું ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન એક વર્ષ પહેલાં રેખાની મુલાકાત કાશ્મીર ગંજના છોટુ ઉર્ફે નૌશાદ સાથે થઈ હતી. નૌશાદ મસૌઢીમાં ઇ રિક્ષા ચલાવતો હતો. રેખા તથા નૌશાદ વચ્ચે મુલાકાતો વધી હતી અને બંને વચ્ચે અવૈધ સંબંધો બંધાયા હતા.

એક મહિના પહેલાં નૌશાદ તથા રેખાએ ભાગીને દાનાપુરમાં કોર્ટ મેરેજ કર્યા હતા. રેખાએ અજયને ડિવોર્સ આપ્યા વગર જ બીજા લગ્ન કર્યા હતા. રેખાના લગ્નની જાણ અજયને થઈ ગઈ હતી અને તે વારંવાર રેખાને નૌશાદથી અલગ થવાનું કહેતો હતો. હાલમાં જ આ જ મુદ્દે રેખા તથા અજય વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. અચાનક જ અજયે રેખાને માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ વાત રેખા તથા નૌશાદથી સહેજ પણ વાત થઈ નહીં. આ જ કારણે બંનેએ સાથે મળીને 25 જુલાઈની રાત્રે અજયની હત્યા કરી નાખી હતી.

પોલીસ ઇનસ્પેક્ટર રણજીત કુમાર રજકે કહ્યું હતું કે ગામના લોકોની પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી કે રેખાનું ચાલચલણ સારું નહોતું. એક વર્ષ પહેલાં રેખાના દીકરા સોનુની હત્યા કરવામાં આવી હતી. અજય કુમારના પિતા જનાર્દન ગિરીએ FIR દાખલ કરીને રેખા અને તેના પ્રેમી નૌશાદને આરોપી કહ્યાં છે. પોલીસને ઘરની પાછળ આવેલા ઝાડી ઝાંખરામાંથી એક ચાકુ મળ્યું છે. માનવામાં આવે છે કે આ ચાકુથી જ અજયની હત્યા કરવામાં આવી છે.

 

You cannot copy content of this page