Only Gujarat

National

આખા દેશમાંથી માત્ર કોલકાતામાં જ પોલીસ કેમ પહેરે છે સફેદ કપડાં? શું તે ખાસ કારણ?

ભારતમાં પોલીસનો ઈતિહાસ બહુ જ જૂનો છે. જેમાં ઘણી રોચક વાતો પણ સામેલ છે. જોકે ખાખી વર્દી જ પોલીસની ઓળખ માનવામાં આવે છે. સમગ્ર દેશમાં પોલીસ ખાખી વર્દી પહેરે છે. પરંતુ અમારા દેશનું એક શહેર છે જ્યાં પોલીસ ખાખી વર્દી નથી પહેરતાં પરંતુ સફેદ વર્દીમાં જોવા મળે છે. અમે વાત કરી રહ્યાં છીએ, કોલકત્તા પોલીસની જે હંમેશા સફેદ રંગ વર્દીમાં જોવા મળે છે.


પશ્ચિમ બંગાળ પોલીસની વર્દી તો ખાખી છે પરંતુ કોલકત્તા પોલીસની વર્દી સફેદ છે. જેનો ઈતિહાસ બહુ જૂનો છે. અંગ્રેજી શાસનકાળ દરમિયાન સન 1845માં અંગ્રેજોએ જ કોલકત્તા પોલીસનું ગઠન કર્યું હતું. જ્યારે કોલકત્તા પોલીસના ગઠનની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે પોલીસની વર્દીને લઈને પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બ્રિટિશ અધિકારીઓએ નક્કી કર્યું કે કોલકત્તા પોલીસની વર્દી સફેર હશે. ત્યારથી કોલકત્તા પોલીસે સફેદ વર્દીને અપનાવી લીધી છે.


પરંતુ પશ્ચિમ બંગાળ પોલીસ ખાખી વર્દી જ પહેરે છે. ઉલ્લેખનિય છે કે, કોલકત્તા પોલીસનું ગઠન થયા બાદ વર્ષ 1861માં બ્રિટિશ શાસને બંગાળ પોલીસનો પાયો નાખ્યો હતો. જેનાથી સ્પષ્ટ થાય છે કે કોલકત્તા પોલીસનું અસ્તિત્વ પશ્ચિમ બંગાળ પોલીસથી જૂનું છે.


આ દરમિયાન વર્ષ 1847માં બ્રિટિશ શાસનના અહમ કારિંદે સર હૈરી લમ્સડેને કોલકત્તા પોલીસને ખાખી વર્દી પહેરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતુ કોલકત્તા પોલીસે સર હૈરીના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો. કોલકત્તા પોલીસે આ જવાબની સાથે ખાખી વર્દીને નકારવાનું કારણ પણ જણાવ્યું હતું.


કારણ એ હતું કે કોલકત્તા એક તટીય વિસ્તાર છે. જેના કારણે વાતાવરણ બહુ નરમ હોય છે. એવામાં અંગ્રેજ અધિકારીઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો જેમાં હવામાનના કારણે સફેદ રંગને જ વધારે પસંદ કરવામાં આવ્યો હતો. કોલકત્તા પોલીસે આ જવાબને તર્કપૂર્ણ માન્યો હતો અને સફેદ વર્દી જ કોલકત્તા પોલીસની ઓળખ બની ગઈ હતી.

You cannot copy content of this page