Only Gujarat

FEATURED National

આ હાથીઓના નસીબની થશે ઈર્ષ્યા, જ્યારે જાણશો કે હાથીઓ કેટલાં છે કરોડપતિ!

પટના, બિહાર: જીવ બચાવનારા બે હાથીઓને દાનાપુરના જાનીપુરના રહેતા અખ્તર ઈમામે પાંચ કરોડની સંપત્તિના માલિક બનાવી દીધા છે. આ માટે બંને હાથીઓના નામના દસ્તાવેજનું રજિસ્ટ્રી ઑફિસથી રજિસ્ટ્રેશન પર કરાવી દીધું છે. અખ્તર ઈમાનનું કહેવું છે કે અમે તમામ સંપત્તિ હાથીઓના નામે કરી દીધી છે. એટલું જ નહીં અમને કાંઈ થશે તો અમારી સંપત્તિ એરાવત સંસ્થાને નામે થઈ જશે, જેથી આ હાથીઓનું સંરક્ષણ થઈ શકે અને તેમને તસ્કરોથી બચાવી શકાય. હાથીઓના નામે પોતાની સંપત્તિ કરી દેનાર અખ્તર ઈમામે પોતાના હાથીઓનું નામ પણ રાખ્યું છે. એકનું નામ મોતી અને બીજાનું નામ રાની છે. તેમનો પરિવાર હોય કે સમાજ, બધું હાથી જ છે.

પટના પાસે આવેલા જાનીપુરના નિવાસી અને એરાવત સંસ્થાના મુખ્ય પ્રબંધક અખ્તર ઈમામ 10 વર્ષથી પોતાના બાળકો અને પત્નીથી અલગ રહે છે. તેઓ જણાવે છે તે 12 વર્ષની ઉંમરથી હાથીઓની સેવા કરી રહ્યા છે.

પારિવારિક વિવાદ હોવાના કારણે 10 વર્ષ પહેલા જ તેમની પત્ની અને બે બાળકો તથા એક દીકરી સાથે ઘરથી પિયર ચાલી ગઈ હતી. સંપત્તિના ચક્કરમાં અખ્તરની વિરુદ્ધ સગા દીકરા મેરાજ ઉર્ફે રિંકુએ પોતાની પ્રેમિકા પાસે દુષ્કર્મનો ખોટો આરોપ લગાવીને પિતાને જેલમાં મોકલી દીધાં હતાં. જોકે, તપાસમાં આ વાત ખોટી સાબિત થઈ હતી. આ જ કારણથી અખ્તરે તમામને સંપત્તિથી દૂર કરી દીધા હતાં.

અખ્તર ઈમામ જણાવે છે કે એકવાર તેમના પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન હાથીઓએ તેમનો જીવ બચાવ્યો હતો. તેમણે જણાવ્યું તે એક વાર પિસ્તોલ હાથમાં લઈને બદમાશો તેમના રૂમ તરફ આગળ વધ્યા ત્યારે હાથીઓ જોર જોરથી અવાજ કરવા લાગ્યા હતાં અને તે દરમિયાન તેમની ઊંઘ ઊડી ગઈ હતી. ત્યારબાદ તેમણે બૂમાબૂમ કરતાં બદમાશો ભાગી ગયા હતાં.

અખ્તરનું કહેવું છે કે તેમના દીકરા મેરાજે પશુ તસ્કરો સાથે મળીને હાથીને વેચવાની કોશિશ પણ કરી હતી. પરંતુ, તે પકડાઈ ગયો. તેમણે બધી જ સંપત્તિ હાથીના નામે કરી દીધી હતી. જો હાથી ના રહ્યો તો પરિવારના કોઈ સભ્યને કંઈ જ મળશે નહીં.

પત્નીને અડધી સંપત્તિ આપી છે અને પોતાના ભાગની લગભગ 5 કરોડની સંપત્તિ, ખેતીવાડી, મકાન, બેંક બેલેન્સ તમામ બંને હાથીઓના નામે કરી દીધું છે. અખ્તરનું કહેવું છે કે જયારે બંને હાથીનું મોત થઈ જશે ત્યારે આ સંપત્તિ એરાવત સંસ્થાને જતી રહેશે.

You cannot copy content of this page