Only Gujarat

National

પતિએ પોતાની પત્ની સાથે પ્રેમ કરવા મિત્રને કહ્યું, પછી શરૂ થયો ખતરનાક ખેલ

22 વર્ષીય યુવતી મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની વિતક કથા સાથે આવી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે પતિ તથા તેના મિત્રે અશ્લીલ વીડિયો બનાવીને વાઇરલ રહ્યા છે. પતિએ તેને તરછોડી દીધી છે. તેના મિત્રે પીડિતાને પ્રેમજાળમાં ફસાવી હતી. વીડિયો કોલ કરીને અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા હતા. પોલીસે પતિ ને મિત્ર વિરુદ્ધ કેસ કર્યો છે.

પોલીસ જ્યોતિ શર્માના જણાવ્યા પ્રમાણે, મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ખજરાના વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પીડિતાની ફરિયાદ પર પતિ પુરુષોત્તમ ગિરી તથા મિત્ર અફઝલ વિરુદ્ધ હેરાન કરવાનો, ધમકાવવાનો તથા વીડિયો વાઇરલ કરવાનો કેસ કરવામાં આવ્યો છે.

હેલ્લો એપથી ઓળખાણ થઈ, પછી લગ્ન કર્યાઃ પીડિતાએ કહ્યું હતું કે તે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. બે વર્ષ પહેલાં હેલ્લો એપના માધ્યમથી ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં રહેતા પુરુષોત્તમ ગિરી સાથે મિત્રતા થઈ હતી. પુરુષોત્તમ એક રેસ્ટોરાંમાં કામ કરે છે. બંને વચ્ચે વાતચીત થવા લાગી. એક દિવસ પુરુષોત્તમે મેરેજ માટે પ્રપોઝ કરી અને તેણે હા પાડી હતી. ઓક્ટોબર, 2020માં બંનેએ લગ્ન કર્યા હતા. થોડો સમય બાદ પુરુષોત્તમ પત્ની પર શંકા કરવ લાગ્યો હતો અને પત્નીને તરછોડીને જતો રહ્યો હતો.

પતિએ પત્નીનો અશ્લીલ વીડિયો રેકોર્ડ કરાવ્યોઃ થોડાં સમય બાદ પીડિતાની ઓળખાણ અફઝલ સાથે થઈ હતી. બંનેમાં વાતચીત થવા લાગી. અફઝલે પીડિતાને પસંદ કરતો હોવાની વાત કહી હતી. પીડિતાએ પરિણીત હોવાની વાત કહી હતી. અફઝલે લગ્ન કરવાનું તથા સાથે રહેવાનું વચન આપ્યું હતું. પીડિતા પણ તૈયાર થઈ ગઈ. થોડાં દિવસ બાદ અફઝલે વીડિયો કોલ કરીને કપડાં ઊતારવાનું કહ્યું હતું. પીડિતાએ ના પાડી દીધી હતી. અફઝલે લગ્નનું વચન આપ્યું અને પીડિતાએ કપડાં ઊતારી દીધા હતા.

આરોપીએ આનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. તેણે કહ્યું કે તે પુરુષોત્તમનો જ મિત્ર છે અને તેણે આ બધું કરવાનું કહ્યું હતું. ત્યારબાદ અફઝલે પીડિતાના પતિ તથા મિત્રોમાં વીડિયો વાઇરલ કર્યો હતો. તેણે આ વીડિયો પીડિતાને પણ મોકલ્યો હતો.

You cannot copy content of this page