Only Gujarat

National

પ્રેમી માટે બે યુવતીઓએ રસ્તાની વચોવચ કરી મારમીટ, લોકો વીડિયો બનાવવામાં મસ્ત હતા

જમશેદપુરઃ હિંદી ફિલ્મમાં એક યુવતી માટે બે યુવકો વચ્ચે લડાઈ ઝઘડો થતો જોવા મળે છે. જોકે, ઝારખંડમાં એક પ્રેમી માટે બે-બે પ્રેમિકાઓએ રસ્તા વચ્ચે ઝઘડો કર્યો હતો. આ ઘટના ઝારખંડના સરાયકેલા ખરસાવાં જિલ્લાની છે. રસ્તા વચ્ચે બોયફ્રેન્ડ માટે બે યુવતીઓ એકબીજા સાથે બાખડવા લાગી હતી.

આ દરમિયાન બંનેએ એકબીજાને મુક્કા માર્યા હતા અને લાતો મારી હતી. રસ્તાની વચોવચ ઝઘડતી આ બે યુવતીઓને કોઈએ અટકાવી નહોતી. બસ લોકો વીડિયો બનાવવામાં મસ્ત હતા.

કહેવાય છે કે ચાંડિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાંડિલ બજારમાં યુવક પોતાની પ્રેમિકા સાથે ફરતો હતો. આની માહિતી બીજી પ્રેમિકાને મળી હતી અને તે ત્યાં આવી હતી.

ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી. પછી ગાળો ને મારામારી શરૂ થઈ હતી. પછી એકબીજાના વાળ ખેંચ્યા હતા.

પ્રેમી ચૂપચાપ બંને વચ્ચેનો ઝઘડો જોતા હતા. એક યુવતીએ બંનેને બચાવવાનો પ્રયાસ કર્યો તો પ્રેમીએ તેને તમાચો મારી દીધો હતો.

સ્થાનિક લોકોની ફરિયાદ પર ઘટનાસ્થળ પર પોલીસ આવી હતી. ત્રણેયને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. કોઈએ પોલીસ ફરિયાદ કરી નથી.

You cannot copy content of this page