Only Gujarat

National

અનંત અંબાણીની એંગેજમેન્ટ પાર્ટીમાં સેલેબ્સ ઉમટ્યા, રણબીર-આલિયાની આવી હતી એન્ટ્રી

મુકેશ અંબાણીના લાડલના નાના દીકરા અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. બંનેએ ગુરૂવાર સવારે રાજસ્થાનમાં નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં સગાઈ કરી હતી. કપલ સગાઈ કરીને રાત્રે મુંબઈ પરત ફર્યું હતું. રાત્રે એન્ટિલિયામાં એંગેજમેન્ટ પાર્ટીમાં બોલિવૂડના અનેક સેલેબ્સ ઉમટી પડ્યા હતા.

રાજસ્થાનમાં નાથદ્વારા શ્રીનાથજી મંદિરમાં ગુરૂવારે દિવસે સવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સગાઈ કરી હતી. દિવસે સગાઈ બાદ સાંજે કપલ મુંબઈ પરત ફર્યું હતું. કપલને લેવા માટે આખો અંબાણી પરિવાર મુંબઈ એરપોર્ટ પર ગયો હતો. તેમજ સ્વાગત માટે જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી હતી. મુંબઈ એરપોર્ટ પરથી અંબાણી પરિવાર પોતાના ઘરે એન્ટિલિયા રોલ્સરોયઝ કારમાં પરત ફર્યો હતો.

એન્ટિલિયામાં અનંતની એંગેજમેન્ટ પાર્ટીમાં રાત્રે અનેક બોલિવૂડ સેલેબ્સ ઉમટી પડ્યા હતા. જેઓનું ગેટ પર ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવતું હતું.

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન પોતાની સફેદ રંગની કારમાં આવ્યો હતો. જોકે તે મીડિયા સામે આવ્યો નહોતો. તેમે એન્ટિલિયાનો ગેટ બંધ કરાવ્યા બાદ જ તે પોતાની કારમાંથી નીચે ઉતર્યો હતો. પાર્ટીમાં સલમાન ખાન પણ આવ્યો હતો.

રણબીર કપૂર પત્ની અને અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે આવ્યો હતો. બંનેએ ટ્રેડિશનલ કપડાં પહેર્યા હતા.

અનંતની એંગજમેન્ટ પાર્ટીમાં સૌથી અલગ એન્ટ્રી રણવીરસિંહની હતી. તે માથે ટોપી પહેરીને યુનિક સ્ટાઈલમાં એન્ટ્રી મારી હતી

પાર્ટીમાં જાન્હવી કપૂર એકલી જ આવી હતી. તે પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

ભૂતપૂર્વ ક્રિકેટર ઝહિરખાન પત્ની સાગરીકા સાથે આવ્યો હતો. પાર્ટીમાં આ ઉપરાંત અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા.

આ સિવાય અરમાન જૈન અને અનિસા મલ્હોત્રા પણ સાથે આવ્યા હતા.

બોલિવૂડ સિંગર મિકાસિંહે પોતાના સોંગથી મહેમાનોને ખૂબ નચાવ્યા હતા.

 

નીતા અને મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી હાલ રિલાયન્સ ગ્રુપનો એનર્જી બિઝનેસ સંભાળે છે. 27 વર્ષીય અનંત અંબાણીએ ગુજરાતી બિઝનેસમેનની દીકરી રાધિકા સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ બહાર આવ છે.

નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા જ નીતા-મુકેશ અંબાણીની દીકરી ઈશા તેના બંને જોડિયા બાળકો સાથે પહેલીવાર ઘરે આવી હતી. આ કે અંબાણી પરિવારે તેનું જોરદાર સ્વાગત કર્યુ હતું. હવે અંબાણીના ઘરે નાના દીકરાની સગાઈનો પ્રસંગ યોજાયો હતો.

કોણ છે અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ રાધિકા
રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની થનારી નાની પુત્રવધૂ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા સાથે થવાના છે. રાધિકા અ પહેલાં પણ અનેક વખત અંબાણી પરિવારની સાથે સ્પોટ થઈ હતી.

રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મૂળ તો કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ ચેરમેન પણ છે. વિરેન મર્ચન્ટને બે પુત્રી છે રાધિકા અને અંજલિ. જ્યારે વિરેન મર્ચન્ટના પત્ની શૈલા પણ એક બિઝનેસવુમન છે અને તેઓ એક એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. અંજલી પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.

રાધિકાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિક્સ અને ઈકોનોમિક્સમાં બેચલર્સ કર્યું છે. આ ઉપરાંત તેમને મુંબઈના શ્રીનિભા આર્ટ્સમાંથી ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સની પણ તાલીમ લીધી છે. રાધિકાએ લગભગ 8 વર્ષ સુધી ભરતનાટ્યમમાં ડાન્સની ટ્રેનિંગ લીધી છે.

ટ્રેકિંગ અને સ્વિમિંગનો પણ શોખ ધરાવે છે રાધિકા
રાધિકા મર્ચન્ટે વાઈસ ચેરમેનની પોસ્ટ પર ઈસ્પ્રવા જોઈન કર્યું. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટવાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ છે.

રાધિકાને ટ્રેકિંગ અને સ્વિમિંગ પણ પસંદ છે. કોફીની તે દીવાની છે. એક ઈન્ટરવ્યૂમાં રાધિકાએ કહ્યું હતું, ‘હું ઈચ્છું છું કે હું એવી કંપની જોઈન કરું, જેમાં રિયલમાં કોન્ટ્રીબ્યૂશન કરી શકું.’

You cannot copy content of this page