Only Gujarat

National

વ્યવસાયે ડૉક્ટર છે ક્રિકેટરની મંગેતર, નર્સના ડ્રેસમાં ડાન્સ વીડિયો થયો આગની જેમ વાઈરલ

ચંદીગઢઃ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે તેમના પરિવારજનો પણ લાઈમલાઈટમાં રહેતા હોય છે. ખાસ તો ક્રિકેટર્સની પત્ની-મંગેતર તથા બાળકો ચર્ચામાં રહે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. રોહિત-રિતિકા અથવા ધોની-સાક્ષી તમામની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. હવે આ લિસ્ટમાં વધુ એક ખેલાડીનું નામ જોડાઈ ગયું છે અને તેની ભાવિ પત્ની આ કોરોના ટાઈમમાં ઘણી ચર્ચામાં છે. લગ્ન પહેલા જ ક્રિકેટરની મંગેતરનો ડાન્સ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે અને તેના ભાવિ પતિ સાથેની રોમાન્ટિક તસવીરો પણ વાઈરલ થઈ રહી છે. અમે અહીં વાત કરી રહ્યાં છીએ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્માની. ધનશ્રીના ડાન્સ વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે.

ધનશ્રી આ વીડિયોમાં નર્સની ડ્રેસમાં જોવા મળી રહી છે અને જબરદસ્ત ડાન્સ કરી રહી છે. ધનશ્રી વિવિધ સ્ટાઈલના ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વખતે તેણે રેપર બાદશાહના ગીત ‘યે લડકી પાગલ હૈ’ની પસંદગી કરી અને તેની ધૂન પર ડાન્સ કરતી જોવા મળી હતી. ધનશ્રીએ પોતાના શાનદાર ડાન્સ મૂવ્સથી સાબિત કર્યું કે, તેના વીડિયોઝ શા માટે હિટ રહેતા હોય છે.

ધનશ્રી વર્માએ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી. જે પછી તે લાઈમલાઈટમાં આવી. જોકે સોશિયલ મીડિયા પર તેના વીડિયો પહેલા પણ ચર્ચામાં રહ્યાં છે અને ઘણા વ્યૂઝ તથા લાઈક્સ મેળવતા હતા. આમ તો ધનશ્રી વ્યવસાયે ડૉક્ટર છે, પરંતુ પોતાની કોરિયોગ્રાફી અને ડાન્સ વીડિયોના કારણે તે વધુ લોકપ્રિયતા મેળવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો સાથે ધનશ્રી કોરિયોગ્રાફી શીખવાડવા અંગે પણ વાત કરતી જોવા મળે છે. ઘણા સેલિબ્રિટીઝ સાથે પણ તેના ડાન્સ વીડિયોઝ જોવા મળે છે. ધનશ્રી વર્માનો વાઈરલ થઈ રહેલો વીડિયો ગત વર્ષનો છે, પરંતુ યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ બાદ ચર્ચામાં આવવાના કારણે ધનશ્રીના વીડિયો ફરી અને મોટી સંખ્યામાં જોવામાં આવી રહ્યાં છે. જેમાંથી આ વીડિયો સૌથી વધુ વાર જોવામાં આવ્યો છે.

આ રીતે થઈ ચહલ અને ધનશ્રીની મુલાકાત
લૉકડાઉન દરમિયાન ચહલ અને ધનશ્રીની મુલાકાત એકબીજા સાથે ઝૂમ વર્કશોપ્સ દરમિયાન થઈ હતી. ચહલ આઈપીએલ ટીમ આરસીબી (રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ)નો ભાગ છે. ચહલ લૉકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે ખેલાડીઓના ઈન્ટરવ્યૂ લેવાની સાથે વીડિયોઝ બનાવે છે. ધનશ્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે અને સગાઈ બાદથી જ ભાવિ પતિ યુઝવેન્દ્ર ચહલ સાથેની રોમાન્ટિક તસવીરો શેર કરતી રહે છે.


ધનશ્રી પોતાની માતા સાથેનો ડાન્સ વીડિયો પણ શેર કરી ચૂકી છે. આ વીડિયોમાં માતા-પુત્રી બંને તાલથી તાલ મિલાવી થિરકતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર્સની પત્નીઓ ફેમિલી પોસ્ટને પણ અવોઈડ કરતી હોય છે. જોકે આ મામલે સાક્ષી ધોની પણ પાછળ નથી તે પતિ કેપ્ટન કૂલ સાથે ફની વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે. જોકે હાલ તો યુઝવેન્દ્રની ભાવિ પત્નીએ જ તમામ લાઈમલાઈટ પોતાની તરફ જ કરી રાખી છે.

યુઝવેન્દ્ર ચહલે પોતાની ગર્લફ્રેન્ડ ધનશ્રી સાથે સગાઈની જાહેરાત કરીને સૌને ચોંકાવ્યા હતા. લૉકડાઉનમાં આ બધુ અચાનક અને ઝડપથી બન્યું. સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ. લોકો માટે આ સૌથી મોટું સરપ્રાઈઝ હતું. રેડ ડ્રેસમાં ધનશ્રી સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ ‘દિલ બેચારા’ના ગીત પર ડાન્સ કરતી જોવા મળી. ધનશ્રીની તસવીરો ઘણી ગ્લેમરસ હોય છે અને તે દર્શાવે છે કે તેની પાસે સારી એવી સ્ટાઈલ અને ફેશન સેન્સ પણ છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન ધનશ્રી તમામમાં બોલિવૂડની એક્ટ્રેસિસને માત આપી શકે છે.

ડાન્સિંગની વાત કરીએ તો જાણીતા પંજાબી સિંગર્સ અને ટીવી સ્ટાર્સ પણ તેની પાસેથી ડાન્સના ગુર શીખતા હોય છે. ઈન્સ્ટા પર ડાન્સ વીડિયો રંધાવા જેવા સિંગર્સ સાથે જોઈ શકાય છે. બ્રાઈડલ લુકની તસવીરોમાં જાણે ધનશ્રી યુઝવેન્દ્ર ચહલની દુલ્હન બનવા તત્પર જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે.

 

You cannot copy content of this page