Only Gujarat

National

દારૂના નશામાં ધુત મહિલાએ ભારે કરી, રોડ પર સુઈ જઈને કર્યો મોટો ડ્રામા

સામાન્ય રીતે પુરુષો દારૂ પીને ધમાલ મચાવે તેવા દૃશ્યો જોયા હશે. કોઈ સ્ત્રી દારૂ પીને જાહેરમાં તમાશો બનાવે એવા બનાવ ભાગ્યે જ સાંભળ્યા હશે. પણ આવો જ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મહિલાએ દારૂ પીને રોડ વચ્ચે ધમાલ માચવી હતી. એટલું જ નહીં રસ્તા પર સુઈ જઈ વાહનોને રોકવાનો પણ પ્રયત્ન કર્યો હતો.

આ મામલો મહારાષ્ટ્રના પુના શહેરનો છે. અહીંના સ્વારગેટના હીરાબા ચોકમાં એક મહિલાએ દારૂના નશામાં ધુત્ત થઈને રોડ વચ્ચે જોરદાર હંગામો મચાવ્યો હતો. મહિલાની આ હરકતના કારણે અંદાજે 15 મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. નશામાં મહિલા રોડ પર સુઈ પણ ગઈ હતી.

મંગળવાર રાતની આ ઘટનાનો હાજર લોકોએ વીડિયો બનાવી લીધો હતો. આ અંગે પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ થોડીવારમાં પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને કોઈ રીતે સમજાવી રોડના કિનારે લઈ જવામાં આવી હતી.

આ અંગેની તપાસ કરી રહેલા સ્વારગેટ પોલીસ સ્ટેશનના સીનિયર પીઆઈ બાલાસાહેબ કોપનારે જણાવ્યું હતું કે આ ઘટના મંગળવાર રાતના 10 વાગ્યાની છે. મહિલા રોડ પર સુઈને વાહનોને રોકવાનો પ્રયત્ન કરતી હતી. પોલીસ આ મહિલાને સમજાવી રહી હતી કે તે ઘટના સ્થળેથી ભાગી ગઈ હતી. અમે તેની શોધખોળ માટે એક ટીમ કામે લગાડી છે. હાલ આ મામલામાં કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. આ યુવતીના કારણે થોડીવાર રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

 

You cannot copy content of this page