Only Gujarat

FEATURED National

પુરુષોની આ વાત સામે મહિલાઓએ પોકાર્યું બંડ, ખુલ્લેઆમ કરી દીધી આવી વાત

સિડનીઃ દુનિયામાં બૉડી શેમિંગના અનેક મામલા સાવે છે ક્યારેક છોકરીઓને તેના વધુ વજન પર કમેન્ટ કરીને નીચા દેખાડવામાં આવે છે તો ક્યારેક તેમના દુબળાપણાનો મજાક ઉડાવવામાં આવે છે. કેટલીક મહિલાઓ તેને ચૂપચાપ સહન કરી લે છે તો કેટલીક તેની સામે અવાજ ઉઠાવે છે. હાલમાં જ ઑસ્ટ્રેલિયાના સેક્સ એક્સપર્ટ નાદિયા બોકોડીએ સેક્સિઝમ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો. નાદિયાએ પોતાના વાળથી ભરેલા આર્મપિટની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે બાદ છોકરીઓની ખૂબસૂરતીને લઈને ડીબેટ શરૂ થઈ ગઈ છે. નાદિયાએ જણાવ્યું કે પુરૂષો માટે શેવ કર્યા વગર જવું નવી વાત થી પરંતુ છોકરીઓએ પોતાને હંમેશા શેવ કરીને રાખવું જરૂરી છે.

નાદિયાએ ઈન્સ્ટા પર પોતાના લગભગ 60 હજાર ફૉલોઅર્સ માટે કેટલીક તસવીર શેર કરી છે. સાથે જ નાદિયાએ જણાવ્યું કે જ્યારે તે વાળથી ભરેલા હાથ શેર કરે છે ત્યારે તેના 200 થી 300 ફૉલોઅર્સ ગુમાવી દે છે, પરંતુ આ પહેલી વાર નથી કે કોઈ છોકરીએ પોતાના વાળથી ભરેલા બૉડી પાર્ટને બતાવ્યો છે. આ પહેલા અનેક વાર એવું થયું છે. આજે અમે તમને એવી જ કેટલીક એવી મહિલાઓની ફોટોસ બતાવવા જઈ રહ્યા છે. જેનાથી તેમણે સમાજના બેવડા ધોરણો પર પ્રહાર કર્યા છે.

નાદિયાએ એક વાર ફરી વાળથી ભરેલા અંડર આર્મ્સનો ફોટો શેર કર્યો છે અને આ ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેણે લખ્યું કે મહિલાઓને સમાજના ડરથી વેલ ગ્રૂમ્ડ રહેવું પડે છે. નાદિયાએ લખ્યું કે માર્કેટમાં અનેક હેર રીમૂવિંગ ક્રીમ હાજર છે. આ ક્રીમ્સ મહિલાઓને તેમની સમસ્યા દૂર કરાવવાનો વિશ્વાસ કરાવે છે.

સમાજમાં મોટાભાગના લોકો શેવ્ડ છોકરીઓને નૉર્મલ નજરોથી જુએ છે. તેમના માટે એક ક્લીન શેવ્ડ છોકરી સૌથી વધુ આકર્ષક લાગે છે. પરંતુ તેમણે પોતાની બૉડીને એમ જ એન્જૉય કરવું જોઈએ. જેને લઈને નાદિયાએ એક બૂક પણ લખી છે, જેમાં તેણે લખ્યું કે મહિલાઓએ એવા પુરૂષોથી દૂર રહેવું જોઈએ જેના માટે ખૂબસૂરતની માપદંડ છોકરીના શેવ કરવા સાથે જોડાયેલા છે.વ્યવસાયે રિલેશનશિપ એક્સપર્ટ નાદિયાએ કહ્યું કે જો કોઈ પુરૂષ મહિલાના બૉડીના વાળથી ચિડાય છે, તો કોઈ પણ એન્ગલથી તેને સપોર્ટ નથી કરી શકતા. સાથે જ તેમણે કહ્યું કે જો લોકો તેમને નફરત કરીને તેને અનફૉલો કરે છે તો તેમાં કોઈ સમસ્યા નથી.

જો કે, અનેક લોકોએ નાદિયાના આ બહાદુર પગલાની સરાહના પણ કરી હતી. લગભગ 1800 લોકોએ તેની તસવીરને લાઈક કરી છે, જેને બાદમાં ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી લેવામાં આવી.અનેક લોકોની તસવીર પર કમેન્ટ કરતા કહ્યું કે, તમારી બૉડી તમારા નિયમો. કોઈ કાંઈ બોલવા વાળું કોણ?

You cannot copy content of this page