Only Gujarat

National

અચાનક ગરીબ બન્યો પૈસાદાર, અચાનક એવું શું થયું કે પરિવાર સાથે થઈ ગયો છે ગાયબ

કહેવાય છે કે, કોઈનું નસીબ બદલાઈ જાય તો તે ભિખારીમાંથી રાજા પણ બની જાય છે. બિહારના કિશનગંજ જિલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં એક ગરીબ લાકડા કાપનારની કિસ્મત એવી ચમકી કે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. સમગ્ર વિસ્તારમાં લોકો તેની ચર્ચાઓ કરવા લાગ્યા છે, લોકો અફવાહ ઉડાવી રહ્યાં છે કે, તેને ગુપ્ત ધન મળ્યું છે. પરંતુ ઘણાં લોકોનું કહેવું છે કે, તેણે એક લોટરની ટીકિત ખરીદી હતી જેમાં તે અમીર બની ગયો છે. તે ઘટના પ્રકાશમાં આવી તો એસડીએમે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ ઘટના પોલીસ સ્ટેશન પહોંચતાં તે યુવક અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે.

જોકે, સમગ્ર ઘટના કિશનગંજ જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના ટેઉસા પંચાયતની છે. થોડા દિવસ પહેલા લાકડા કાપનાર ઉબેદુલ રાતોરાત કરોડપતિ બની ગયો છે. અચાનક અમીર બન્યા બાદ ઉબેદુલે પોતાના સંબંધીઓને સાત બાઈક ગિફ્ટમાં આપી હતી. જ્યારે નવા ટેક્ટર અને ઘણી જમીન પર ખરીદી હતી.

કાચા મકાનને તોડીને પાકું મકાન પણ તૈયાર કરી લીધુ હતું. યુવકે આટલું બધુ કરતાં જ ગામના લોકોને શંકા ગઈ અને તેમણે સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને આપી હતી. સમગ્ર ઘટનાને ઉબેદૂલ અને તેના ઘણાં પાડોશીઓનું કહેવું છે કે, થોડા દિવસ પહેલા તેણે બંગાળથી લોટરીની ટીકિટ ખરીદી હતી. જેમાં તેને લોટરી લાગી હતી અને તે અમીર થઈ ગયો હતો.

પરંતુ ગામના લોકોએ અફવાહ ફેલાવી છે કે, તેને ગુપ્ત ધન મળ્યું છે. તમને જણાવી દઈએ કે, યુવક પોલીસથી બચવા પરિવાર સાથે અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. જેને કારણે પ્રશાંસનને વધારે શંકા ગઈ છે. પોલીસે શોધવા માટે દોડદામ કરી રહી છે, પકડાયા પછી જ સમગ્ર ઘટના અંગે જાણકારી સામે આવશે.

You cannot copy content of this page