Only Gujarat

Religion

સુખ-વૈભવ આપનાર શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિને થશો ફાયદો ને કોને વધશે મુશ્કેલી?

ફલિત જ્યોતિષમાં મહત્વપૂર્ણ સ્થાન રાખતા ગ્રહ શુક્ર પોતાની નીચ રાશિ કન્યા રાશિની યાત્રા સમાપ્ત કર્યા બાદ 16 નવેમ્બરની મધ્યરાત્રિએ 1 વાગે પોતાની સ્વયંની રાશિ તુલામાં પ્રવેશ કરી રહ્યા છે. અહીં તે 11 ડિસેમ્બરની સવાર સુધી ગોચર કરશે તે બાદ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિ પર તેમનો મિત્ર ગ્રહ બુધ પહેલાંથી જ હાજર છે. તેથી બુધ અને શુક્રનું એક સાથે રહેવું પૃથ્વીવાસીઓ માટે સારા પરિણામ આપશે. જે જાતકોની કુંડળીમાં આ બંને ગ્રહો કેન્દ્ર અથવા ત્રિકોણમાં ગોચર કરશે, તેમના માટે શુભફળ કારક રહેશે, તથા જેમની જન્મ કુંડળીમાં તેનાથી બહાર રહેશે તેમના માટે સામાન્ય ફળ કારક જ રહેશે. પોતાની તુલા રાશિમાં ગોચર કરતાં શુક્ર દરેક બારેય રાશિઓ માટે કંઈ રીતે ફળકારક રહેશે તેનું જ્યોતિષ વિશ્લેષણ કરીએ.

મેષ રાશિ
રાશિમાં સાતમા ભાવમાં શુક્રનું ગોચર તમારા માટે સારી સફળતાનો રહેશે, વેપારીઓ માટે તો શુક્રનું આ ગોચર કોઈ વરદાનથી કમ નથી, એટલા માટે કોઈ પણ મોટું કાર્ય શરૂ કરવા માગો છો અથવા કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરવા માંગો છો તો તે દ્રષ્ટિથી પણ ગોચર સુખદ રહેશે. લગ્ન-વિવાહ સંબંધી વાર્તાઓ સફળ રહેશે. શાસન સત્તાનો પૂર્ણ સહયોગ મળશે અને પડી રહેલાં કાર્યોની પતાવટ થશે.

વૃષભ રાશિ
રાશિના છઠ્ઠા શત્રુ ભાવમાં શુક્રનું ગોચર મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પેટ સંબંધી વિકારથી બચો, વેપારીઓએ લેણ-દેણમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. અન્યથા આપવામાં આવેલું ધન પાછું મળવામાં સંદેહ લાગશે. કોર્ટ કચેરીનાં મામલાઓમાં તો નિર્ણય તમારા પક્ષમાં રહેશે પરંતુ ગુપ્ત શત્રુ વધારે પરેશાન કરશે એટલા મામાટે કાર્ય ક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર બની શકો છો.

મિથુન રાશિ
રાશિથી પાંચમા ભાવમાં ગોચર વિદ્યાર્થીઓને શિક્ષા-હરિફાઈમાં સારી સફળતા મળશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારનાં વિભાગોમાં સર્વિસ માટે અરજી કરવાની હોય અથવા વિદેશી કંપનીઓમાં અરજી કરવાની હોય તો તે દ્રષ્ટિએ અવસર સારો છે લાભ ઉઠાવી શકો છો. નવા પ્રેમ પ્રસંગની શરૂઆત થઈ શકે છે. સંતાનના દાયિત્વની પૂર્તિ થશે. નવ દંપતી માટે સંતાન પ્રાપ્તિ અથવા પ્રાદુર્ભાવનાં પણ યોગ છે.

કર્ક રાશિ
રાશિથી ચોથા ભાવમાં શુક્રનું ગોચર સારી સફળતા આપવામાં સિદ્ધ થશે, મિત્રો અથવા સંબંધીઓ તરફથી સુખદ સમાચાર પ્રાપ્ત થવાના યોગ છે. પરિવારમાં માંગલિક કાર્યો માટે શુભ પ્રસંગ આવશે. લક્ઝરી વસ્તુઓ પર ખર્ચ કરવામાં આવશે, ઘર કે વાહન ખરીદવાનો નિર્ણય પણ પૂરો થઈ શકે છે. હિંમત અને બહાદુરીની પ્રશંસા થશે. સામાજિક સંસ્થા દ્વારા મોટા પુરસ્કારની જાહેરાતનો યોગ છે.

સિંહ રાશિ
રાશિથી ધન ભાવમાં શુક્રનું ગોચર તમને બહુમુખી પ્રતિભાનો ધણી બનાવશે. તમારી સખત મહેનત અને સાહસનાં બળ પર વિષમ પરિસ્થિતીઓમાં પણ સરળાથી નિયંત્રણ મેળવી શકશો. પરિવારના વરિષ્ઠ સભ્યો અને ભાઈઓનો પણ સહયોગ મળશે. સરકારી વિભાગોમાં પડતર કામોનું સમાધાન થશે. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે અરજી કરવાની અથવા વિદેશી નાગરિકતા માટે અરજી કરવાની સારી તક છે.

કન્યા રાશિ
રાશિથી ધન ભાવમાં શુક્રનું ગોચર આર્થિક પક્ષ તો મજબૂત કરશે જ સાથે તમારા સૌમ્ય સ્વભાવ અને મધુર વાણીના પ્રભાવસ્વરૂપ વિરોધીઓને પણ પોતાના બનાવવામાં સફળ રહેશે. પૈતૃક સંપતિથી સંબંધિત મામલાઓની પતાવટ થળે, નવા મકાન અથવા વાહનોનુી ખરીદી કરી શકો છો. આકસ્મિક ધન પ્રાપ્તિનાં પણ યોગ છે. વિતેલા દિવસોમાં આપવામાં આવેલું ધન પાછુ મળવાની આશા છે. સ્વાસ્થ્યમાં વિશેષ કરીને જમણી આંખનું ધ્યાન રાખો.

તુલા રાશિ
રાશિ સ્વામી શુક્રનું ગોચર તમારા માટે વરદાનથી ઓછું નથી. જો તમે કોઈ મોટો વ્યવસાય શરૂ કરવા માંગતા હો અથવા કોઈ મોટા કરાર પર હસ્તાક્ષર કરવા માંગતા હોવ તો તક જવા દો નહીં. હંમેશા ધ્યાનમાં રાખો કે નિર્ણય લેવામાં વિલંબ તમારા માટે હાનિકારક હોઈ શકે છે, તેમ છતાં, નિયમો અને શરતોને કાળજીપૂર્વક વાંચી લો. પરિવારમાં નવા મહેમાનોનું આગમન વાતાવરણને ખુશ રાખશે.

વૃશ્ચિક રાશિ
રાશિથી હાનિ ભાવમાં શુક્રનુ ગોચર તમાપા માટે ઘણા અપ્રત્યાશિત શુભ યોગોનું નિર્માણ કરશે. બુધ સાથેના તેમનો સંયોગ પ્રતીક્ષિત કાર્યોને સંપન્ન કરવામાં મદદરૂપ સાબિત થશે. બાળકની જવાબદારી નિભાવવામાં આવશે. લક્ઝરી વસ્તુઓ અને મુસાફરીમાં વધુ ખર્ચ થશે. વિદેશી નાગરિકત્વ માટેની અરજી પણ સાર્થક રહેશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને પેટના વિકાર અને ડાબી આંખની સમસ્યાથી દૂર રહેવું.

ધન રાશિ
રાશિથી લાભભાવમાં શુક્રનું ગોચર દરેક પ્રકારે સફળતાની શ્રેણી જાળવશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે, આવકના સાધનોમાં પણ વધારો થશે. પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો બનાવી રાખો. પ્રેમ સંબંધી બાબતોમાં પરસ્પર વિશ્વાસ વધશે. વિદ્યાર્થીઓને શિક્ષણ સ્પર્ધામાં સારી સફળતા મળશે. દૈનિક વેપારીઓ માટે પણ, ગ્રહ-ગોચર ખૂબ જ અનુકૂળ રહેશે. લાભ ઉઠાવો.

મકર રાશિ
રાશિથી કર્મભાવમાં શુક્રનું ગોચર કરતા તમારા માટે સારા રાજયોગનું નિર્માણ થશે. વેપારી વર્ગ માટે તો સમય વધારે અનુકૂળ રહેશે. સામાજીક જવાબદારી તેમજ પદ પ્રતિષ્ઠા વધશે. નોકરીમાં પણ પદોન્નતિનાં યોગ છે. સરકારનાં વિભાગોમાં નોકરી માટે અરજી કરવાનું સફળ રહેશે. મકાન વાહન ખરીદવા માટે સંકલ્પ પૂર્ણ થઈ શકે છે. કોર્ટ કચેરીનાં મામલામાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવાનાં સંકેતો છે.

કુંભ રાશિ
રાશિથી ભાગ્ય ભાવમાં શુક્રનું ગોચર તમારા માટે સફળતાના નવા દ્વાર ખોલશે. આર્થિક પક્ષ મજબૂત થશે. લેવામાં આવેલા નિર્ણયો અને લેવામાં આવેલા પગલાઓની પ્રશંસા થશે. તમે જે પણ પ્રારંભ કરો છો, તમે સંપૂર્ણ સફળ રહેશો. નાના સ્તરેથી કામ કરીને સફળતાના શિખરે પહોંચવાની ઉત્તમ તક છે. ધર્મ અને અધ્યાત્મમાં રસ વધશે. કોઈ પણ ધાર્મિક ટ્રસ્ટ અથવા અનાથાશ્રમ વગેરેમાં આર્થિક સહયોગ કરશે.

મીન રાશિ
રાશિથી અષ્ટભાવમાં ગોચર કરતા શુક્ર મિશ્ર ફળ પ્રદાન કરશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી ફળ પ્રતિકુળ રહશે. દાંમ્પ્ત્ય જીવનમાં પણ કડવાશનો યોગ બનશે. વાહન સાવધાની પૂર્વક ચલાવો. વિવાદોથી દૂર રહો. કોર્ટ-કચેરીના મામલાઓ પણ બહાર જ પતાવી લો તો સારું રહેશે. કોઈ મોટા સન્માન અથવા પુરસ્કારની જાહેરાત પણ થઈ શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તન માટે પ્રયાસ કરવા માગતા હોય તો અવસર સારો છે.

You cannot copy content of this page