Only Gujarat

FEATURED National

MLAને દર મહિને મળે છે આટલો પગાર, એમ જ ધારાસભ્યોને નથી બનાવી લેતા કાકા ને મામા

પટણાઃ બિહાર ચૂંટણીમાં ફરીવાર એનડીએનો વિજય થયો અને તેમણે સરકાર બનાવી મંત્રીઓને ખાતાની વહેંચણી પણ કરી દીધી છે. આ વખતે એનડીએના ગઠબંધનને 125 અને મહાગઠબંધનને 110 બેઠકો મળી છે. પરંતુ શું તમે જાણો છો કે ધારાસભ્યોનો દબદબો કેટલો હોય છે અને તેમનો કેટલી સેલેરી મળે છે? આ સવાલોનો જવાબ અમે તમને અહીં આપી રહ્યાં છે અને તેમની પાસે કઈ સત્તાઓ હોય છે તે અંગે પણ માહિતી આપી રહ્યાં છીએ.

ધારાસભ્ય વિધાનસભાનો સભ્ય હોય છે જેને લોકો વોટ આપેની જીતાડતા હોય છે. ધારાસભ્યને અંગ્રેજીમાં એમએલએ (Member Of Legislative Assembly) તરીકે ઓળખવામાં આવે છે. ધારાસભ્ય બનવા ઓછામાં ઓછી 25 વર્ષનું હોવું જરૂરી છે. ધારાસભ્ય બન્યા બાદ તે સરકારી ઓફિસમાં કોઈ પણ પદે હોવો જોઈએ નહીં. ધારાસભ્ય બનવાનો ઉમેદવાર નાદાર કે પાગલ ના હોઈ શકે. અંગૂઠા છાપથી લઈ પીએચડી સ્કોલર સુધી તમામ લોકો શૈક્ષણિક લાયકાતના મહત્ત્વ વગર ધારાસભ્ય બની શકે છે.

ધારાસભ્ય એ એક માત્ર પદ નહીં પરંતુ સ્ટેટ્સ આઈકોન પણ છે. ‘ધારાસભ્ય અમારા કાકા છે’ આવો ડાયલૉગ આમ જ નથી સંભળાતો. ધારાસભ્યને વિધાનસભા થકી ઘણી બાબતોમાં ફેરફાર કરવાની શક્તિઓ મળી છે. આ ઉપરાંત ધારાસભ્ય પોતાના વિધાનસભા ક્ષેત્રમાં સરકાર પાસેથી નાણાંકીય ફંડની માંગણી કરી શકે છે.

ધારાસભ્યની શક્તિઓમાંથી એક એ છે કે, તે પોતાના વિસ્તારની સમસ્યા અંગે ડીએમ અને એસપીને સમન પણ પાઠવી શકે છે. જોકે ડીએમ અને એસપી સ્વતંત્ર રીતે કામ કરતા હોય છે અને ધારાસભ્ય તેમને આદેશ નથી આપી શકતા. ધારાસભ્ય પોતાના ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ અને સંગઠનોની માહિતી માગી શકે છે. ધારાસભ્ય રાજ્યસભાના ઉમેદવારોને વોટ આપવાનો અધિકાર પણ ધરાવે છે.

ધારાસભ્યોની સેલેરી અંગે વાત કરીએ તો તે બેઝિક પગાર અને અન્ય ભથ્થા પર નિર્ભર છે. ઘણા રાજ્યોમાં ધારાસભ્યોને 5 લાખ રૂપિયાથી વધુ તો ઘણા રાજ્યોમાં 1 લાખ જેટલી સેલેરી આપવામા આવે છે. આ ઉપરાંત ધારાસભ્યોને ફ્રી મેડિકલ સુવિધા, વીમાની સુવિધા, ફ્રી મુસાફરી, સરકારી વાહન અને સરકારી મકાન પણ મળે છે. જો ધારાસભ્ય મંત્રી બને તો તેને વધુ સુવિધા અને ભથ્થાં મળે છે.

You cannot copy content of this page