Only Gujarat

National

અભ્યસમાં કરાયો મોટો દાવો: માણસના શરીરમાં કોરોનાનાં લક્ષણો સામાન્ય રીતે કેટલા દિવસમાં દેખાવા લાગે છે?

એક અધ્યયનમાં એવું સામે આવ્યું છે કે, કોરોના વાયરસથી સંક્રમિત એસિમ્ટોમેટિક (માંદગીના કોઈ ચિહ્નો ન હોય એવાં દર્દીઓ) અને પ્રેસિમ્ટોમેટિક લોકો વધુ ચેપી હોય છે અને ખૂબ ટૂંકા સમયમાં નજીકની વસ્તુઓને ચેપ લગાવી શકે છે.

અધ્યયન મુજબ 19 અને 20 માર્ચે ચીન પાછા ગયેલા બંને વિદ્યાર્થીઓની હોટલ રૂમની વિવિધ સપાટીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓ ગયા ત્યારે કોરોના વાયરસના કોઈ લક્ષણો બતાવતા નહોતા. આ વિદ્યાર્થીઓનો રિપોર્ટ ક્વોરેન્ટાઇનના બીજા દિવસે પોઝીટીવ આવ્યો હતો અને ત્રણ કલાક પછી આ રૂમોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ઈમર્જિંગ ઈંફેક્શિયસ ડિસીઝ જર્નલ ઓફ ધ યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશનમાં છપાયેલાં આ અધ્યયન મુજબ, પરીક્ષણમાં કોઈ સપાટીઓ પર કોરોના વાયરસનાં આર.એન.એ. ની પુષ્ટિ થઈ છે. આ સપાટીમાં દરવાજાના હેન્ડલ્સ, લાઇટ સ્વીચો, પાણીની ટાંકી, થર્મોમીટર્સ, ટીવી રિમોટ્સ, ઓશિકા, રજાઇની ખોળ, ચાદરો, ટુવાલ, ટો.યલેટ સીટો અને ફ્લશ બટનો શામેલ છે.

સંશોધનકારોએ જણાવ્યું હતું કે, ‘સપાટીઓના નમૂનામાં Sars-coV-2 આરએનએ (જેનેટિક પદાર્થ) ની હાજરી …એ વાત તરફ ઈશારો કરે છેકે, આનાથી સંક્રમિત લોકોનાં કપડાં બદલતી વખતે અથવા ધોતી વખતે ઉચિત સાવધાની રાખવાનું શું મહત્વ છે.

આ રોગચાળાના પ્રસારમાં તેજીનું શું કારણ છે તે અંગે સંશોધનકારો કહે છે કે આ ચેપ લાંબા ગાળાના ઈન્ક્યૂબેશનમાં રહેવાને કારણે થયો છે. લક્ષણો સામાન્ય રીતે 5.1 દિવસમાં દેખાવા લાગે છે. કેટલાક લોકોમાં લક્ષણો દેખાતા જ નથી હોતા અને કેટલાકને હળવા લક્ષણો હોય છે કારણ કે તે પ્રિસિમ્ટોમેટિક હોય છે, પરંતુ તે ચેપી થઈ શકે છે.

ભૂવનેશ્વરનાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થનાં રોગચાળા વિજ્ઞાન અને જન સ્વાસ્થ્યનાં એસોસિએટ પ્રોફેસર ડૉ. અંબરીશ દત્તા કહે છેકે, લોકડાઉને તે લોકોને બહાર નીકળવાથી રોક્યા હતા જેઓ સંક્રમિત હતા અને તેમનું પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. પરંતુ ઓછી યાત્રા પ્રતિબંધોને કારણે જોખવ વધવાની સંભાવના છે.

તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન હટાવ્યા પછી કોવિડ -19 ને ટાળવા માટે સામાજિક અંતર, માસ્ક પહેરવું અને હાથ ધોવાનું એ આપણા એકમાત્ર શસ્ત્રો હશે, કેમ કે આપણી પાસે રોગચાળા માટે કોઈ સારવાર કે રસી નથી અને તે ટૂંક સમયમાં આવે તેવી સંભાવના દેખાતી નથી.

You cannot copy content of this page