Only Gujarat

National

ભલભલા ફિલ્મના ડિરેક્ટર પણ ગોથું ખાય જાય તેવી રિયલ સ્ટોરી, વાંચીને જ ધ્રુજી જશો

વર્ષ 2011માં ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં થયેલાં શિખા દુબે હત્યાકાંડે લોકોને ચોંકાવી દીધા હતા. જેને લોકો મરી ગઈ હોવાનું માની રહ્યા હતા. તે તેના પ્રેમી સાથે સોનભદ્રમાં રહેતી હતી. અહીં ગોરખપુરમાં બીજી મહિલાના શબને પુત્રી માનીને તેના પિતાએ અંતિમ વિધિ કરી હતી. એક દિવસ શિખા સામે આવી ત્યારે પિતા રામ પ્રકાશ દુબેએ તેને જોઈને રડવાનું શરૂ કરી દીધું અને તેનાં ગાલોને સ્પર્શ કરીને વિશ્વાસ કરવનો પ્રયાસ કરી રહ્યા હતા તેણી તેઓની જ પુત્રી છે કે નહી. તે બાદ તેમણે પોતાની મોહમાયાનો ત્યાગ કરીને કહ્યુ- આ મારી જ પુત્રી છે પરંતુ તે હવે મારા માટે મરી ગઈ છે.

વાત 11 જૂન, 2011ની છે. ગોરખપુર સિંઘડિયામાં એક યુવતીની લાશ મળી આવી હતી. તેના કદકાઠી અને ઉમરથી જાણવા મળ્યુ હતું કે તે એન્જિનિયરિંગ કોલેજના કમલેશપુરમ કોલોની વિસ્તારમાંથી ગુમ થયેલ છોકરી શિખા દુબે છે. તેના પિતાને બોલાવવામાં આવ્યા હતા, પરિવારના સભ્યો અને સંબંધીઓ પણ માનતા હતા કે શરીર એક શિખાનું જ છે.

આ દરમિયાન પિતા રામ પ્રકાશ દુબેને પડોશી દિપુ પર હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને કેસ દાખલ કર્યો હતો. પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે દિપુ પણ ઘરમાંથી ગાયબ છે. તપાસ દરમિયાન પોલીસને સમાચાર મળ્યા કે આરોપી દીપુ સોનભદ્રમાં છે. સોનભદ્ર પહોંચતા જ પોલીસ ટીમ સામે એક આશ્ચર્યજનક સત્ય સામે આવ્યું. દીપુ જ નહીં, શિખા પણ ત્યાં હાજર હતી.

પોલીસે બંનેની ધરપકડ કરી ગોરખપુર લાવી હતી. અહીં આવ્યા પછી શિખાએ એક વાર્તા કહી હતી કે પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે કહ્યું કે તે પાડોશી દિપુ યાદવ (26) ના પ્રેમમાં પડી ગઈ હતી. બંને જાણતા હતા કે તેમના પરિવારના સભ્યો આ સંબંધ માટે તૈયાર નહીં હોય. આવી સ્થિતિમાં બંનેએ ઘર છોડીને પોતાના પરિજનોથી છૂટકારો મેળવવા ખતરનાક કાવતરું ઘડ્યુ હતું. બંનેએ નક્કી કર્યું કે શિખાના કદકાઠીની કોઈ મહિલાની હત્યા કરીને તેને શિખાની ઓળખ આપવામાં આવે.

આ પ્લોટમાં દીપુનો મિત્ર સુગ્રીવ (35) પણ સામેલ હતો જે એક ટ્રાન્સપોર્ટ કારોબારી હતો. તેને ઘણી વાર સોનભદ્ર જિલ્લા જવું પડતું હતુ,જ્યા તે એક એવી છોકરીને ઓળખતો હતો જેની કદ-કાઠી શિખા જેવી હતી. તેનું નામ પૂજા (25) હતું. પૂજા ત્રણ વર્ષની બાળકીની માતા હતી. દીપુ અને સુગ્રીવ તેને ત્રણ હજાર રૂપિયાની નોકરી અપાવવાનાં બહાને તેને ગોરખપુર લઈ આવ્યા હતા.

સુગ્રીવ 10 જૂનની રાત્રે પૂજાને ટ્રક દ્વારા કુડાઘાટ લઈ આવ્યો હતો અને બીજી તરફ શિખા-દીપુ ઘરથી ભાગીને કુસમ્હી જંગલમાં પહોંચ્યો હતો. જંગલમાં ટ્રકમાં સવાર પૂજાને શિખાએ તે કપડા પહેરાવી દીધા જે તેણે ઘરેથી ભાગતી વખતે પહેર્યા હતા. આટલું જ નહીં, તેના ગળામાં એક દોરો નાખ્યો હતો જે શિખા હંમેશા પહેરતી હતી. આ પછી પૂજાની ટ્રકમાં જ હત્યા કરી હતી.

ટ્રક ડ્રાઈવર બલારામ પણ થોડા રૂપિયાના લોભમાં શામેલ થઈ ગયો. હત્યા બાદ દરેકે પૂજાના શરીરના ચહેરાને તીક્ષ્ણ હથિયારથી એટલો બગાડી નાખ્યો હતો કે, કોઈ પણ તેણીની ઓળખ કરી શકે નહી. ત્યારબાદ લાશને સિંઘડિયા પાસે ફેંકી દેવામાં આવી હતી. પોલીસે શિખા અને દીપુને હત્યાનાં આરોપી ગણાવીને જેલમાં મોકલી દીધા છે. બાદમાં બંનેને જામીન પર મુક્ત કરવામાં આવ્યા અને જેલમાંથી બહાર આવ્યા બાદ, તેઓએ લગ્ન કર્યા અને એક અલગ દુનિયામાં સ્થાયી થયા. હાલમાં પણ આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

You cannot copy content of this page