Only Gujarat

National

કારનો બોલી ગયો બુકડો, હાઈવે પર લોહીના ફુંવારા ઉડ્યા, પતરા કાપી લાશો કઢાઈ

હોળીનું પર્વ ત્રણ મિત્રો માટે કાળ બનીને આવ્યું હતું. ધુળેટી પર આખો દેશ જ્યારે રંગોનું પર્વ ઉજવવામાં વ્યસ્ત હતો ત્યારે ત્રણ જીગરજાન દોસ્તના હચમચાવી દેતા મોત નિપજ્યા હતા. હાઈવે પર રોડના કાંઠે ઉભેલા ટ્રકમાં સ્પીડમાં આવતી કાર ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો ખતરનાક હતો કે કારના ચિંથરા ઉડી ગયા હતા. કારના પતરા કાપીને લાશો બહાર કઢાઈ હતી.

દિલ્હી-જયપુર હાઈવે શુક્રવારે રક્તરંજિત બન્યો હતો. બહરોડ પાસે રોડ પર ઉભેલા ટ્રકમાં કાર ઘુસી ગઈ હતી. કારની સ્પીડ એટલી ખતરનાક હતી કે કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતમાં ત્રણ દોસ્તના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બધા મિત્રો અન્ય મિત્રોને મળવા માટે જતા હતા.

આ ભયંકર અકસ્માતમાં અલ્કેશ કુમાર (40), મનોજ યાદવ (40) અને વિક્રમ માસ્ટર (35)નું કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ત્રણ ઘાયલ યુવાનોને ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મૃતક મનોજ યાદવ આર્મીમાંથી 5 વર્ષ પહેલા રિટાયર્ડ થયા હતા. તે REETની પરીક્ષાની તૈયાર કરી રહ્યા હતા. જ્યારે વિક્રમ એક ખાનગી સ્કૂલમાં શિક્ષકની નોકરી કરતા હતા.

અકસ્માત પછી લોકોની ભડી એકઠી થઈ ગઈ હતી. પોલીસ ઈન્સ્પેક્ટર કૈલાશ ચંદ મીણાએ જણાવ્યું હતું કે અકસ્માત ખૂબ ખતરનાક હતો. કારનો આગળનો ભાગ ભાંગને ભુક્કો થઈ ગયો હતો.

You cannot copy content of this page