Only Gujarat

Bollywood

TVની સીતાએ ‘રામાયણ’ પહેલા બી ગ્રેડની આ ફિલ્મોમાં કર્યું હતું કામ

દીપિકા ચીખલિયા આજે પણ રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી ઐતિહાસિક સીરિયલ રામાયણ માટે જાણીતી છે. પરંતુ, તે પહેલા દીપિકાને કઈ કઈ ફિલ્મો સાઈન કરવી પડી, જાણો અહીં

ફિલ્મ આદિપુરુષ બાદ અભિનેત્રી દીપિકા ચીખલિયા ફરી એકવાર ચર્ચામાં રહી છે. વાસ્તવમાં આ ફિલ્મમાં ક્રિતી સેનને સીતાનો રોલ કર્યો હતો. પરંતુ દીપિકા ચીખલિયાએ વર્ષો પહેલા રિલીઝ થયેલી રામાનંદ સાગરની સીરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવી હતી જે આજે પણ પસંદ કરવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે રામાયણ પહેલા ટીવીની સીતાને બી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરવું પડતું હતું.

દીપિકા ચીખલિયાએ પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મોથી કરી હતી. વર્ષ 1983માં, તેણે રાજ કિરણની સામે ફિલ્મ સુન મેરી લૈલામાં ડેબ્યૂ કર્યું હતું.

આ પછી દીપિકા ચીખલિયાએ ભગવાન દાદા, કાલા ધંધા ગોરે લોગ, ચીખ, રાત કે અંધેરે મેં, ખુદાઈ, ઘર કા ચિરાગ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું. જોકે, આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે દીપિકા ચીખલિયાએ બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે બી ગ્રેડ ફિલ્મ ‘ગાલ’ અને ‘રાત કે અંધેરે મેં’ જેવી ફિલ્મો સાઈન કરી હતી.

દીપિકાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેને સફળતા ન મળી. આ પછી તેને ટીવી શો રામાયણમાં કામ કરવાની તક મળી.

સતત ફ્લોપ ફિલ્મોના કારણે દીપિકાને હિન્દી સિનેમામાં કામ મળી રહ્યું ન હતું. વર્ષ 1987માં આવેલા રામાનંદ સાગરના ટીવી શોથી તેને એક અલગ ઓળખ મળી હતી.

દીપિકા ચીખલિયા દરેક ઘરમાં માતા સીતાના રૂપમાં ખૂબ પસંદ કરવામાં આવતી હતી. આજે પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે.

તાજેતરમાં મિથિલા પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેણે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

You cannot copy content of this page