Only Gujarat

FEATURED National

સામાન્ય માણસ જ નહીં આ યુવકે તો પોલીસ કે પછી સાંસદને પણ નથી છોડ્યા, 16-16 ગર્લફ્રેન્ડ આ રીતે સંભાળતો

ફરીદાબાદ (હરિયાણા): ઘણીવાર સાંભળવા મળે કે માણસ લાલચ અને મજબૂરીના કારણે ચોરીના રવાડે ચઢતો હોય છે. જોકે હરિયાણામાં એક વિચિત્ર ચોર પકડાયો છે. જેની વાત સાંભળી પોલીસકર્મીઓ પણ ચોંક્યા હતા. આ યુવક પોતાની ગર્લફ્રેન્ડના શોખ પૂર્ણ કરવા માટે ચોરી કરતો હતો. તે પોતાના મોજશોખ માટે BMW-મર્સિડિઝ જેવી વૈભવી કારની ચોરી કરતો હતો. પોલીસે તેના સાથે શાહનવાઝની પણ ધરપકડ કરી હતી. આરોપી 25 લાખથી વધુની કારને જ પોતાનો ટાર્ગેટ બનાવતો, જ્યારે ઘરની બહાર રહેલી કારને ઉડાવવા માટે સફાઈના બહાને નોકરો પાસેથી જ ચાવી મેળવતો અને ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. ચોરીની કારને તે નાગાલેન્ડમાં વેચતો હતો.

BMW-મર્સિડિઝ જેવી 50 કારની ચોરી કરી
આ ભેજાબાજ ચોર હિસ્સારનો રહેવાસી છે, પરંતુ તેણે દેશના વિવિધ રાજ્યોમાંથી 50થી વધુ મોંઘીદાટ કારની ચોરી કરી છે. જેની કિંમત 20-30 લાખ જેટલી છે. ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. તેની ઓળખ રૉબિન ઉર્ફ રાહુલ ઉર્ફ હેમંત ઉર્ફ જ્હોની તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે, આરોપી રોબિન 13 વર્ષથી ચોરીનો ધંધો કરે છે. તે ઘણીવાર બંગલાઓ અને મોટા મકાનો બહાન સવારના સમયે સફાઈકર્મીના વેશમાં જતો, જે પછી નોકરો પાસે ચાવી માગી સફાઈના બહાને કાર ચોરી જતો.

ચોરની છે 25થી વધુ ગર્લફ્રેન્ડ
આરોપીની એક નહીં પણ 25થી વધુ ગર્લફ્રેન્ડ છે, જેમના શોખ પૂર્ણ કરવા માટે તે ચોરી કરતો હતો. તે એટલો ચાલાક છે કે દરેક ચોરી બાદ ભેષ બદલીને નવી ચોરી કરતો. આ અગાઉ પકડાયા બાદ આરોપી પોતાનું સરનામું અલગ-અલગ જણાવતો હતો. આરોપી યુવક પાસેથી લાખો રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાં પણ પોલીસે કબજે કર્યા હતા.

આરોપી તાજેતરમાં જ દિલ્હી જેલમાંથી બહાર આવ્યો હતો પરંતુ તેમ છતાં તેણે ચોરીની આદત છોડી નહીં અને ફરી કાર ચુરાવવા લાગ્યો. તેણે 31 ઓગસ્ટે ફરીદાબાદથી એક ઘર બહાર રહેલી ફોર્ચ્યુનર કાર ચોરી કરી હતી. જે પછી આરોપીએ ગાઝિયાબાદ જોધપુરથી ફોર્ચ્યુનર અને ગુરુગ્રામથી જીપની ચોરી કરી. આરોપીએ તમામ ગુનાઓ કબૂલ્યા છે. આરોપીએ મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય અને પોલીસકર્મીઓ સહિતના અધિકારીઓની કાર ચોરી કર્યાની વાતનો સ્વીકાર કર્યો છે. તેણે હરિયાણાના સ્પીકર, પંચકૂલાના ધારાસભ્ય અને ગુરુગ્રામના એસપીની કાર પણ ચોરી કરી હતી. તેણે યુપી, દિલ્હી, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી કારની ચોરી કરી છે.

પ્રેમિકાઓ નારાજ ના થાય તે માટે આપતો મોંઘી ભેટ
પોલીસ પૂછપરછમાં, રોબિને જણાવ્યું કે- તે પોતાની તમામ ગર્લફ્રેન્ડને ખુશ રાખવા માટે તેમના શોખ પૂર્ણ કરવા ચોરી કરતો હતો. તે સતત તેમને મોંઘીદાટ ભેટ આપતો અને પાર્ટીઝ રાખતો. આરોપી પોતે પણ મોંઘા શૂઝ, કપડા સહિત અન્ય શોખ રાખતો હતો.

3.5 કરોડની મર્સિડીઝ ના વેચાતા માલિકને ફોન કર્યો
રોબિને રાજસ્થાનના જોધપુરથી 3.5 કરોડની મર્સિડીઝ ચોરી કરી હતી. જેને વેચવા તેણે ઘણા પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી નહીં. તે પછી તેણે કાર જોધપુરમાં જ લાવારિસ અવસ્થામાં છોડી દીધી. તેણે કારના માલિકને પણ સૂચના આપી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી રોબિનને માથે ટાલ છે અને ઓળખ જાહેર ના થાય તે માટે વિગ પહેરતો. યુટ્યૂબ પર રોબિન ચોર નામના તેના ઘણા વીડિયોઝ પણ છે.

You cannot copy content of this page