Only Gujarat

FEATURED National

પત્નીને ખબર પડી ગઈ પતિના આડાસંબંધોની વાત અને પછી તે ખેલાયો ખતરનાક ખેલ

નોએડાઃ યુપીના નોએડામાં હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાને તેના પતિએ પોતાના પ્રેમિકાની સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં પતિએ પોતાના ઘરના લોકો સાથે મળીને પત્નીની લાશને બાળી પણ નાખી. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે આરોપી પતિ અને તેના ભાઈઓની ધરપકડ કરી છે. આરોપી પતિની પ્રેમિકા પણ પોલીસને હાથે ચડી ગઈ છે.

હત્યાની આ સનસનીખેજ ઘટના 29 જૂનની છે. ગાઝિયાબાદ નિવાસી મંજૂના લગ્ન 15 વર્ષ પહેલા નોએડા ફેઝ 2માં રહેતા મહેશ સાથે થયા હતા. સોમવાર, 29 જૂનના રોજ અચાનક મંજૂનું મોત થઈ ગયું. મંજૂના મોત બાદ તેના પતિ અને પરિવારના લોકોએ મંજૂની લાશને બાળી નાખી હતી, જે બાદ મંજૂના ઘરના લોકોએ આરોપ લગાવ્યો કે તેના પતિ મહેશે જ પોતાના ઘરના લોકો સાથે મળીને મંજૂની હત્યા કરી છે. અને તેની લાશને પણ બાળી નાખી.

મૃતકના ભાઈ સંજયની ફરિયાદ બાદ પોલીસને મામલો દાખલ કર્યો. પછી મંજૂના પતિ મહેશ, તેના ભાઈઓ સંજય, દીપક અને હરીશની પણ ધરપકડ કરીને જેલ મોકલી દીધા છે. હવે પોલીસને આ મામલામાં આડા સંબંધોની વાત ખબર પડી છે. તે મહિલા આ હત્યાના ષડયંત્રમાં પણ સામેલ હતી. પોલીસ તે મહિલાની તપાસ કરી રહી છે. મંજૂને મહેશ અને શશિ નામની મહિલાના પ્રેમ સંબંધોની ખબર પડી ગઈ હતી. તે બંનેના આડા સંબંધોનો વિરોધ કરતી હતી.

આ જ કારણ હતું કે મહેશે પોતાની પત્નીને રસ્તામાંથી હટાવવાનું ષડયંત્ર રચ્યું. પોલીસે હત્યાના બીજા દિવસે એટલે કે 30 જૂન મંગળવારે મહેશની પ્રેમિકાની પણ ધરપકડ કરી લીધી છે. શશિ નામની આ મહિલા ગાઝીયાબાદની રહેવાલી છે. પોલીસે મહિલાની દિલ્લીના પડપડગંજ મેટ્રો સ્ટેશનથી ધરપકડ કરી. શશિ દિલ્લીની મેક્સ હૉસ્પિટલમાં પેશન્ટ કેરની નોકરી કરે છે, જ્યારે મુખ્ય આરોપી મહેશ એમ્સ હૉસ્પિટલ દિલ્લીમાં એક ડૉક્ટરની ગાડી ચલાવતો હતો.

આશ્ચર્યની વાત એ છે કે આ મામલામાં નોએડાના ફેઝ-2 પોલીસ સ્ટેશનની પણ લાપરવાહી છે. પોલીસે મામલાની ગંભીરતાથી તપાસ ન કરી. પોલીસે આરોપીઓને રિમાન્ડ પર ન લીધા. ન તો એ તપાસ કરી કે હત્યા કેમ અને કોણે કરી? લાશને ક્યાં બાળવામાં આવી? હત્યામાં કોની ભૂમિકા હતી? જેથી પોલીસ સ્ટેશનની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

You cannot copy content of this page