Only Gujarat

Religion

આજે કઈ રાશિ પર રહેશે નીલકંઠ મહાદેવજીની કૃપા અને કઈ રાશિને થશે હાનિ? વાંચો રાશિફળ

રાશિફળ: 28-09-2020: આજે નીલકંઠ મહાદેવજીની કૃપા કઈ રાશિ પર રહેશે અને કઈ રાશિને થશે હાનિ!, જાણો આજનું રાશિફળ..

મેષઃ આજે સોમવાર દિવસે આપના ઉપર ભોળાનાથની કૃપા થશે તેમજ આપણી મનોવાંછિત આવક જળવાઈ રહેશે, કૌટુંબિક કાર્યોથી લાભ જણાય, મુસાફરી જો અનિવાર્ય હોય તો જ કરવી, મોસાળ પક્ષથી ફાયદો જણાય.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ સાથે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય.
  • પરિવાર: બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ, માંગલિક કાર્ય આગળ વધે.
  • નાણાકીય: ખોટા અવિચારી ખર્ચ કે રોકાણ ન કરવા, નાણા વ્યવહાર માં સાચવવું.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવા પડાવ સર થાય
  • સ્વાસ્થ્ય: આરોગ્યને લગતા પ્રશ્નો મુશ્કેલી સર્જી શકે છે.
  • આજનો મંત્ર: ॐ पिनाकिने नमः

વૃષભઃ આજે મહાદેવજીની આરધનાથી દિવસનો પ્રારંભ કરવો, આર્થિક આયોજનો નું મધુર પરિણામ જણાય, મહત્વના કાર્યો માં સામાન્ય ખટાસ અનુભવાય તેમજ મુસાફરીમાં સાચવવું, માંગલિક કાર્યનું આયોજન સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં સાથે નવી તક નું નિર્માણ સંભવ બને.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, કૌટુંબિક મતભેદનો અંત જણાય.
  • નાણાકીય: કોઈ આર્થિક સમસ્યાનો હલ જોવા મળે તેમજ નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સાચવવું હિતાવહ.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ उग्राय नमः

મિથુનઃ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય તેમજ મધ્યાહન પછી મહત્વના કાર્યમાં સાનુકૂળતા જણાય, કાર્ય બોજ હલાવો થતો જણાય, સાહસકાર્ય વિચારી ને કરવું, સત્સંગમાં દિવસ પરોવાયેલો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા રોકાણ સંભવ બને સાથે ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, મનભેદ-મતભેદ ટાળવા.
  • નાણાકીય: આર્થિક સ્રોતની તક મળતી જણાય, નવી યોજનાનું આયોજન સંભવ
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: થોડો સમય ધ્યાન યોગમાં પસાર કરવો.
  • આજનો મંત્ર: ॐ परमेश्वराय नमः

કર્કઃ માંગલિક પ્રસંગોનું આયોજન પારિવારિક સુગમતાથી સંભવ બને, કાર્યક્ષેત્રમાં કોઈ ના સાથે અણબનાવ ન થાય તેની તકેદારી રાખવી, આર્થિક મુશ્કેલીમાં થી બહાર આવાનો માર્ગ જણાય, આરોગ્ય સાચવવું હિતાવહ રહે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય તથા નવા કાર્યનો શુભારંભ સંભવ.
  • પરિવાર: વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, અમુક વાતો માં આંખ આડા કાન કરવા હિતાવહ જણાય.
  • નાણાકીય: નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ सहस्राक्षाय नमः

સિંહઃ રાજકીય પ્રશ્નોમાં સફળતા જણાય તેમજ આર્થિક મુશ્કેલી હળવી થતી જણાય, પારિવારિક મતભેદથી દૂર રહેવું હિતાવહ, દાન-પુણ્ય કરવું હિતાવહ રહે, ધન ખર્ચ પર કાબુ રાખવો, તીર્થ યાત્રા સંભવ બને.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગ સાથેનો વિવાદ ટાળવો તેમજ પડતર કાર્ય આગળ વધે.
  • પરિવાર: અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રગતિકારક તક મળતી જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ हराय नमः

કન્યાઃ આજના દિવસે આપની આવકમાં વૃદ્ધિ આવતી જણાય, સાહસલક્ષી મુસાફરી સંભવ બને તેમજ પારિવારિક પ્રશ્નોમાં આપની કોઠાસૂઝ થી નિરાકરણ લાવવું, જમીન સાથે સંકળાયેલા વ્યક્તિઓ એ સાચવવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળા નિર્ણય અને વાયદામાં સાવધ રહેવુ તેમજ વાદ વિવાદ ટાળવો.
  • પરિવાર: પ્રિયજનની સાથે વિતાવેલો સમય યાદગાર બની રહેશે, ગૃહસ્થજીવન આનંદમય રહે.
  • નાણાકીય: આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે, નવી યોજનાનું આયોજન સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ भगनेत्रभिदे नमः

તુલાઃ આજે સોમવારના દિવસે આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્વપૂર્ણ બની રહેશે તેમજ આપના કાર્યક્ષેત્રમાં મહત્વના પ્રશ્નોનું નિરાકરણ આવતુ જણાય, ખર્ચ વધવાના પરિણામે નાણાંકીય ભીડ જણાય સાથે આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં તેમજ નવી તક જણાય.
  • પરિવાર: સામાજિક – વ્યવસાયિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, વિસરાયેલા સંબંધો ફરીથી તાજા થતા જણાય.
  • નાણાકીય: મિલકત સંબંધિત કોઈ વાદ-વિવાદમાં પડવુ હિતાવહ નથી, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: આજે કઈક નવું શીખવાનું મળશે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ देवाय नमः

વૃશ્રિકઃ આજે આપની સામાજિક તેમજ વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા જણાય સાથે સામાજિક સંબંધમાં મીઠાશ વધે, કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય, કૌટુંબિક મતભેદ-મનભેદ ટાળવા, સાંજનો સમય યાદગાર બની રહેશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં તમારા કાર્યને સન્માન મળે અને મહત્વના કાર્યમાં સફળતાનો સ્વાદ ચાખવા મળે.
  • પરિવાર: સામાજિક સંબંધમાં મીઠાશ વધતી જણાય અને સામાજિક કાર્યોમાં વ્યસ્તતા જણાય.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય, આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સંવાદિતતા જણાય.
  • સ્વાસ્થ્ય: માનસિક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ अजाय नमः

ધનઃ આજના દિવસે ગેરસમજ-મનદુઃખ ટાળવા હિતાવહ તેમજ આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ, દિવસભર નેગેટીવ વિચારોથી દુર રહેવું, સ્વાસ્થ્યમાં ફેરફાર જણાયતો નિષ્ણાંતની સલાહ અવશ્ય લેવી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ.
  • પરિવાર: પારિવારિક નિર્ણય વિચારી ને કરવો, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: આર્થિક ક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય, આર્થિક પરિસ્થિતિ વિકટ બનતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પરિક્ષામાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળેશે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
  • આજનો મંત્ર: ॐ सात्विकाय नमः

મકરઃ આજે ઉમાપતિ મહાદેવજીનું પૂજન-અર્ચન કરવું અને દિવસમાં હકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કરવો, કાર્યક્ષેત્રમાં પરિશ્રમનો મધુર સ્વાદ ચાખવા મળે, કાર્યપૂર્ણ કરવામાં ધીરજતા રાખવી તેમજ આર્થિક પ્રશ્નોનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: આપના પુરુષાર્થનું ફળ મળવામાં વિલંબ જણાય, મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય.
  • પરિવાર: પારિવારિક સુખ ઉત્તમ જણાય, મહત્વના કામમાં સ્વજનનો સહકાર જણાય.
  • નાણાકીય: નાણાકીય રોકાણ નું ધાર્યું ફળ ન જણાય, ઉધાર ઉછીના વ્યવહાર ન કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: બદલાતા હવામાનને લગતી બીમારી પરેશાન કરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ स्थाणवे नमः

કુંભઃ આજે દામ્પત્ય જીવનમાં શાંતિ જળવાઈ રહેશે તેમજ પ્રિયજન સાથે સારો સમય પસાર થાય, આવકનું પ્રમાણ વધે, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય, કળ થી કામ લેવું, સ્વાસ્થ્ય સારું રાખવા યોગ-પ્રાણાયામ જરૂરી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય.
  • પરિવાર: પારિવારિક જીવન સુખમય રીતે પસાર થાય તેમજ અંગત સમસ્યા ઘેરાતી જણાય.
  • નાણાકીય: આવકના કેટલાંક માર્ગ ખુલશે, આવક કરતા જાવક વધે નહિ તેનું ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: નવા કાર્ય કરવા પ્રેરીત થવાય.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ रुद्राय नमः

મીનઃ આજે સોમવારના દિવસે આર્થિક માર્ગો માં કઠિન સમય હળવો બનતો જણાય, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય અને વાહિક જીવનનાં પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જણાય, સાયંકાળમાં એકાએક આવી પાડેલો પ્રશ્ન આપની બેચેનીમાં વધારો કરશે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રે વાણી-સંયમ જાળવવો, કાર્યનું ફળ જલ્દી જોવા મળે.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, સ્વજન-મિત્રથી મુલાકાતનું આયોજન આનંદમય જણાય.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તેમજ નાણાકીય પ્રશ્નો હલ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: પ્રશ્નોને આપની કુશાગ્રતાથી ઉકેલવા પડે.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ मृत्युंजयाय नमः
You cannot copy content of this page