‘પુષ્પા’માં માતાનો રોલ કરનાર અભિનેત્રી અલ્લુ અર્જૂનથી માત્ર 3 વર્ષ છે મોટી, લાગે છે આવી બ્યુટીફૂલ

સુપરડુપર ફિલ્મ ‘પુષ્પા: ધ રાઈઝ’એ દર્શકોના દીલોમાં અમિટ છાપ છોડી છે. આજકાલ જ્યાં જુઓ ત્યાં આ ફિલ્મની જ ચર્ચા છે. તેના ડાયલોગ્સ અને ડાન્સ મૂવ્સની કોપી પણ લોકો કરી રહ્યા છે. આ ફિલ્મથી સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જૂનની લોકપ્રિયતા ખૂબ વધારી દીધી છે. જ્યારે ફિલ્મમાં ‘શ્રીવલ્લી’ના રોલમાં નજર આવેલી અભનેત્રી રશ્મિકા મંદાનાની ફેન ફોલોઈંગ પણ વધી ગઈ છે.

ફિલ્મ ‘પુષ્પા’માં દરેક કલાકારના કામને પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય રોલની સાથે વિલનના કામના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. જોકે ફિલ્મનું એક પાત્ર એવું છે જેના વિશે બહુ ચર્ચા થઈ નથી. આજે અમે તમને આ પાત્ર વિશે વિસ્તારથી જણાવીશું.

અમે વાત કરી રહ્યા છીએ ‘પુષ્પા’ માતાની. ફિલ્મમાં અલ્લુ અર્જૂનની માતાનો રોલ કલ્પલતા નામની અભિનેત્રી ભજવ્યો છે. કલ્પલતાએ સાઉથની 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ 10થી વધુ ટીવી સીરિયલમાં જોવા મળી છે. ‘પુષ્પા’ ફિલ્મમાં કલ્પલતા પોતાની એક્ટિંગથી દર્શકોને ભાવુક રી દે છે.

‘પુષ્પા’ની માતાનો રોલ કરનાર કલ્પલતા રિયલ જિંદગીમાં ખૂબ સુંદર લાગે છે. દેખાવમાં તે કોઈ ફિલ્મની લીડ એક્ટ્રેસ જેવી લાગે છે. ખાસ વાત એ છે કે રિયલ જિંદગીમાં કલ્પલતા અલ્લુ અર્જૂનથી માત્ર ત્રણ વર્ષ જ મોટી છે. અલ્લુ અર્જૂન 39 વર્ષનો છે તો કલ્પલતા 42 વર્ષની છે. જોકે ફિલ્મમાં તે અલ્લુ અર્જૂનની માતા બની છે.

14 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા લગ્ન
કલ્પલતા અંગે કહેવામાં આવે છે કે તે ફક્ત 14 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ કલ્પલતા બે દીકરીઓની માતા છે. તેની બંને દીકરીઓ નોકરી કરે છે.

કલ્પલતા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ છે. તે સોશ્યલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રાવેલ્સની અનેક તસવીરો પોસ્ટ કરતી રહે છે. જોકે કલ્પલતાની સોશ્યલ મીડિયાની તસવીરો જોઈને કોઈને પણ અંદાજ ન આવી શકે કે ફિલ્મમાં પુષ્પાની માતાનો રોલ તેણે કર્યો છે.