Only Gujarat

Business TOP STORIES

એક સમયે અબજોમાં આળોટતા અંનિલ અંબાણી થયા દેવાળિયા, કહ્યું- મારી પાસે માત્ર એક જ કાર

ચીનની બેંકોનું ઋણ ન ચૂકવી શકવાના મામલામાં યૂકેની કોર્ટમાં મુકદમાનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ કોર્ટને પોતાની સંપતિનું વિવરણ આપતા પોતાની ખરાબ આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું છે. અનિલ અંબાણીએ કહ્યું કે, તેમની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમનો ખર્ચ પરિવારના અન્ય લોકો ઉપાડી રહ્યા છે. અનિલ અંબાણીએ કહ્યું કે, તેમના વિશે એ અફવા ફેલાવવામાં આવી રહી છે કે તે ઠાઠથી જિંદગી જીવી રહ્યા છે. તેમણે શુક્રવારે યૂકેની અદાલતને કહ્યું કે તેમની આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વકીલોની ફી ભરવા માટે તેમને ઘરેણાં વેચવા પડી રહ્યા છે.

બીજું શું કહ્યું
અનિલ અંબાણીએ કોર્ટને જણાવ્યું કે, જાન્યૂઆરીથી જૂન 2020માં ઘરેણાં વેચવાથી 9.9 કરોડ રૂપિયા મળ્યા અને હવે તેમની પાસે કોઈ ખાસ સંપત્તિ નથી. જ્યારે તેમને લક્ઝરી ગાડીઓ વિશે પૂછવામાં આવ્યો તો, તેમણે કહ્યું કે મીડિયાવાળાએ આ વાતો ફેલાવીને રાખી છે. તેમની પાસે ક્યારેય રૉલ્સ રૉયર કાર નહોતી. અનિલે યૂકેની કોર્ટને જણાવ્યું કે હાલ તેમની પાસે માત્ર એક જ કાર છે.

કોર્ટે સંપત્તિનું વિવરણ આપવાનું કહ્યું
યૂકેની હાઈકોર્ટે 22 મે, 2020ના દિવસે અનિલને કહ્યું હતું કે તે 3 ચીની બેંકોને 12 જૂન, 2020 સુધીમાં 71, 69, 17, 681 ડૉલર(લગભગ 5, 281 કરોડ રૂપિયા) ઋણની રકમ અને 50 હજાર પાઉન્ડ(લગભગ સાત કરોડ) કાનૂની ખર્ચના રૂપમાં આપે. પછી 15 જૂને ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઑફ ચાઈનાની આગેવાનીમાં ચીની બેંકોએ અનિલ અંબાણીની સંપત્તિઓનો ખુલાસો કરાવવાની માંગ કરી. 29 જૂને માસ્ટર ડેવિસને અંબાણીને એફિડેવિટ કરીને આખી દુનિયામાં ફેલાયેલી પોતાની સંપતિઓનો ખુલાસો કરવા આદેશ આપ્યો, જેની કિંમત 1, 00, 000 લાખ ડૉલરથી વધુ છે.

અનિલ અંબાણીએ જણાવી પોતાની સ્થિતિ
આ આદેશ પર અનિલ અંબાણીએ કોર્ટને આપેલા એફિડેવિટમાં પોતાની સ્થિતિ જણાવી કે તેણે રિલાયન્સ ઈનોવેન્ચર્સને 5 અરબની લોન આપી છે. તેણે જણાવ્યું કે રિલાન્યસ ઈનોવેન્ચર્સમાં 1.20 કરોડ કરોડ ઈક્વિટી શેરની કોઈ કિંમત નથી. અનિલ અંબાણીએ જણાવ્યું કે પોતાના પારિવારિક ટ્રસ્ટ સહિત દુનિયાભરમાં કોઈ પણ ટ્રસ્ટમાં તેમનું આર્થિક હિત નથી.

આર્ટ કલેક્શન વિશે શું કહ્યું
અનિલ અંબાણીએ એ સ્વીકાર કર્યું કે તે હાલ સુધી ભારતના સૌથી ધનિક વ્યક્તિમાં ગણવામાં આવે છે. તેની પાસે 1, 10, 000 ડૉલરના મૂલ્યની એક કલાકૃતિ છે. જ્યારે ચીન બેંકના વકીલે ટીના અને અનિલ અંબાણીના કલેક્શનની જાણકારી આપવાનું કહ્યું તો, તેમણે કહ્યું કે એ મારી પત્નીનું કલેક્શન છે.

રિલાયન્સ ઈન્ફ્રામાંથી કાંઈ જ નથી લીધું
અનિલ અંબાણીએ કહ્યું કે, તેમણે વર્ષ 2019-20માં રિલાયન્સ ઈન્ફ્રામાંથી કોઈ પ્રોફેશનલ ફી નથી લીધી. તેણે કહ્યું કે જેવી સ્થિતિ છે, તેનાથી નથી લાગતું તેમને આ વર્ષે પણ કોઈ જ ફી મળશે.

વેચવી પડશે અન્ય સંપતિઓ
અનિલ અંબાણીએ કહ્યું કે તેઓ ખૂબ જ ઓછા ખર્ચમાં ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. તેમણે કહ્યું કે બીજા ખર્ચ માટે પોતાની સંપતિ વેચવા માટે તેમણે કોર્ટ પાસેથી અનુમતિ લેવી પડશે. જ્યારે તેમને તેમના હેલિકોપ્ટર વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેનો ઉપયોગ કરું ત્યારે તેના પૈસા આપું છું.

લગ્ઝરી યૉટ વિશે શું કહ્યું
જ્યારે અનિલને લક્ઝરી યૉટ વિશે પુછવામાં આવ્યું, જે તેણે પત્ની ટીનાને ગિફ્ટ કરી હતી, ત્યારે અનિલ અંબાણી કહ્યું કે તે યૉટ એક કંપનીના નામ પર છે. તેણે કહ્યું કે મે તેનો એક જ વાર ઉપયોગ કર્યો છે. અનિલ તો એવું પણ કહ્યું કે તેને સમુદ્રથી ડર લાગે છે, એટલે તે યૉટનો ઉપયોગ નથી કરતા.

વિદેશમાં કરવામાં આવેલી શોપિંગ પર સવાલ
કોર્ટમાં અનિલ અંબાણીએ વિદેશમાં કરેલી શૉપિંગ પર પણ સવાલ કરવામાં આવ્યા. તેમણે લંડન, કેલિફોર્નિયા, બીજિંગ અને અન્ય જગ્યાએ ક્રેડિટ કાર્ડના માધ્યમથી શોપિંગ કરી હતી.. જેના પર અનિલે કહ્યું કે મોટાભાગની શોપિંગ તેની માતાએ કરી હતી. 8 મહિનામાં તેમના ઘરનું વીજળીનું બિલ 60.6 લાખ આવવા મામલે તેમણે કહ્યું કે વીજળી ઉપલબ્ધ કરાવતી કંપની ખૂબ જ ઉંચી કિંમતે વીજળી આપી રહી છે.

સુનાવણી બાદ આવ્યા બંને પક્ષોના નિવેદન
યૂકેની કોર્ટમાં થયેલી આ સુનાવણી બાદ અનિલ અંબાણીના પ્રવક્તાએ કહ્યું કે, તેઓ હંમેશા સામાન્ય જીવન જીવતા આવ્યા છે, પરંતુ તેમની લાઈફસ્ટાઈલ વિશે અફવાઓ ઉડતી રહે છે. તો, ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કમર્શિયલ બેંક ઑફ ચાઈના, એક્સપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ બેંક ઑફ ચાઈના અને ચાઈના ડેવલપમેન્ટ બેંકે નિવેદન આપતા કહ્યું કે તેઓ અનિલની સામે તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરશે.

You cannot copy content of this page