Only Gujarat

FEATURED International

મહિલાને ઘરમાં જોઈ ચોરની બગડી દાનત, પેન્ટ ઉતારી બતાવ્યો પ્રાઈવેટ પાર્ટ અને…

જે લોકોને લાગે છે કે સ્ત્રીઓ નબળી છે, તેઓને ઘણી વાર પાઠ મળે છે. લાંબા સમયથી, સ્ત્રીને નબળી માનીને દબાવવામાં આવે છે, પરંતુ આજના સમયમાં મહિલાએ ઘણી વખત સાબિત કર્યું છે કે તે કોઈથી કમ નથી. તાજેતરમાં જ ઘાનાથી એક સશક્ત મહિલાનો મામલો સામે આવ્યો છે. અહીં ચોર અડધી રાત્રે ઘરમાં ચોરી કરવા માટે ગયો હતો. જ્યારે તેણે જોયું કે ઘરમાં એક મહિલા એકલી છે, ત્યારે તેણે સામાનની ચોરી કરતા પહેલા અશ્લીલ કામ કરવાની માંગ કરી હતી. તે બાદ મહિલાએ જે કર્યુ,ચોરને સીધા હોસ્પિટલમાં જવું પડ્યું. મહિલાએ ન તો છરીનો ઉપયોગ કર્યો ન શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેણે ખાલી ચોરને દાંતથી લોહી-લુહાણ કરી દીધો હતો.. ચાલો તમને જણાવીએ કે આખો મામલો શું છે…

ઘાનામાં રહેતી 24 વર્ષીય જસ્ટિના ડોનરના ઘરે હાલમાં જ એક ચોર ઘુસી આવ્યો હતો. તે સમયે જસ્ટિનાના ઘરે બીજું કોઈ નહોતું. પહેલાં તો ચોરે સામાનની ચોરી કરીને ઘરમાંથી શાંતિથી ભાગવાની યોજના ઘડી હતી, પરંતુ જ્યારે તેને મકાનની એકલી સ્ત્રી જોઈ ત્યારે તેનો ઇરાદો બદલાઈ ગયો હતો.

ચોરી પહેલાં ચોરના મનમાં મહિલા પાસે સેક્સયુઅલ ફેવર લેવાની ઈચ્છા જાગી હતી. એક અપરાધની વચ્ચે તેને બીજો અપરાધ પણ કરવો હતો. ચોરે મહિલાની સામે પેંટ ઉતાર્યુ અને તેને અશ્લીલ કામ કરવા માટે જણાવ્યુ હતુ.

પહેલા તો આ ઘટનાથી મહિલા ચોંકી ગઈ હતી. આગળ શું કરવું તે સમજાતું નહોતું. પણ પછી થોડા સમય પછી તેણે પોતાની જાતને સંભાળી. તેણે ચૂપચાપ ચોરની વાત સ્વીકારી અને તેની નજીક આવી.

આ પછી, મહિલા નીચે નમી અને 23 વર્ષિય ચોરના પ્રાઈવેટ પાર્ટને દાંતથી એટલા જોરથી કાપી નાખ્યો કે તે અલગ થઈ ગયો. આ પછી, ચોર પીડાથી ચીસો પાડવા લાગ્યો. સેક્સ એક્ટની આડમાં મહિલાએ ચોરને લોહીલુહાણ કરી નાંખ્યો હતો.

પોલીસે ચોરનું નામ ઈમામુલ એન્કર જણાવ્યુ હતું. પોલીસને કેસની માહિતી આપતાં મહિલાએ જણાવ્યું હતું કે જ્યારે તે જાગી ત્યારે ચોર તેની સામે પિસ્તોલ લઇને ઉભો હતો. પહેલા તેણે ઘરમાં રાખેલો બધો કીમતી સામાન માંગ્યો પણ પછી પેન્ટ ઉતારી દીધું હતુ.

પોલીસે સ્થળ પરથી વ્યક્તિનો કાપી નાંખેલો પ્રાઈવેટ પાર્ટ કબજે કર્યો છે. હવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે તેનો ખાનગી ભાગ સર્જરી દ્વારા જોડી દેવામાં આવે. હાલ ચોરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જ્યાં તેની હાલત નાજુક છે.

You cannot copy content of this page