Only Gujarat

Sports TOP STORIES

નીતા અંબાણીની માતા છે મુંબઈ ઈન્ડિયન્સના પ્રેયર આંટી, કરે છે આ રીતે પ્રાર્થના

મહિનાઓથી ચાલી રહેલી આઈપીએલ 2020 સમાપ્ત થઈ ગઈ છે. 10 નવેમ્બરના રોજ, દુબઇમાં રમાયેલી ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થયો. આ મેચમાં ચાર વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે પાંચમી વખત ટ્રોફી જીતી હતી. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ તોફાની બેટિંગ શરૂ કરી હતી. કેપ્ટન રોહિત શર્મા અને ડિકોકે દિલ્હીની શરૂઆતની બોલિંગ પર ફટકાઓ માર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની જીત થતાં જ પ્રેક્ષક ગેલેરીમાં પુત્રની સાથે બેઠેલી નીતા અંબાણી બાળકની જેમ કૂદી પડી હતી. વિજયનો આનંદ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ સાથે, છેલ્લી મેચમાં નીતા અંબાણીની માતાને લોકો સ્ટેડિયમમાં મંત્ર વાંચતા જોવા મળ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સની જીત પછી, લોકોએ ટિપ્પણી કરી કે આખરે અંબાણી પરિવારના ટોટકા સફળ થયા…

નીતા અંબાણી મુંબઇ ઇન્ડિયન્સની જીત બાદ પ્રેક્ષક ગેલેરીમાં બાળકની જેમ ખુશ થતી જોવા મળી હતી. જીતનાં છેલ્લા બોલથી તેની ખુશી જોવા જેવી હતી. તેણે બાળકની જેમ કૂદીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

તો મેચ બાદ નીતા અંબાણીનો એક વીડિયો પણ વાયરલ થવા લાગ્યો. આ વીડિયોમાં, મેચ પછી ક્વિન્ટન ડી કોક અને નાથન કlલ્ટર નાઇલનું મેચ બાદ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું હતું. પરંતુ નીતા અંબાણી ઇન્ટરવ્યૂની વચ્ચે બંનેને અભિનંદન આપવા લાગી હતી.

જેવો તેને ખ્યાલ આવ્યો કે આ એક લાઇવ ઇન્ટરવ્યૂ છે, તેણી સૉરી બોલીને ત્યાંથી જતી રહી હતી. પરંતુ આ સમય દરમિયાન તે શરમથી લાલ થઈ ગઈ હતી. લોકોએ આ મોમેન્ટને મોબાઇલમાં કેદ કરી અને તેને ટ્વિટર પર શેર કરી, જ્યાંથી તે વાયરલ થઈ ગયુ.

તો, મુંબઇ ઇન્ડિયન્સ ફાઇનલ જીતતા જ લોકોને તેમની પ્રેયર આંટીની યાદ આવી ગઈ. આ આન્ટી નીતા અંબાણીની માતા હતી. તે મુંબઈ ઈન્ડિયન્સની ફાઇનલ ક્વોલિફાય કરવાની મેચમાં સ્ટેડિયમમાં મંત્ર જાપ કરતા જોવા મળ્યા હતા.

IPLની 13મી સીઝનના પ્રથમ ક્વોલિફાયરમાં, મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે ટીમે રોહિત શર્માની કપ્તાની હેઠળ 5 મો ખિતાબ જીત્યો છે.

ટીમની આ શાનદાર જીતથી મુંબઈ ઈન્ડિયાની માલિક નીતા અંબાણી ખૂબ ખુશ જોવા મળી હતી. પોતાના પુત્ર આકાશ અંબાણીની સાથે મેચ જોવા આવેલી નીતા અંબાણીનાં ચહેરા પર જીતની ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી.

નીતા અંબાણીને મુંબઈ ઈન્ડિયન્સ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે, કારણ કે તે ઘણી વખત મેચ દરમિયાન ગુપ્ત મંત્રનો જાપ કરતી જોવા મળે છે. પરંતુ આઈપીએલની ફાઇનલ પહેલા, દિલ્હી કેપિટલ સામેની ક્વોલિફાયર મેચમાં કોઈ બીજું આમ કરતું જોવા મળ્યુ હતુ.

તે નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ હતા. મેચ દરમિયાન તેમણે તેમની પુત્રી માટેના મંત્રો વાંચ્યા અને ટીમે વિજય મેળવ્યો. આ પછી હવે જ્યારે મુંબઇએ આઈપીએલ ટ્રોફી જીતી ત્યારે લોકોએ તેને પ્રેયર આંટી તરફથી મળેલી ભેટ ગણાવી હતી.

You cannot copy content of this page