Only Gujarat

FEATURED National

ફિલ્મી દ્રશ્યો નથી, કાર અટકાવતા રોષે ભરાયેલા નબીરાએ ટ્રાફિક પોલીસને કારના બોનટ સાથે ઘસડી

નવી દિલ્હીઃ દિલ્હીમાં અસામાજીક તત્ત્વોને પોલીસનો જરાય ભય નથી તેવું લાગી રહ્યું છે. ધૌલાકુવાં ખાતે ખતરનાક રીતે કાર ચલાવનારા યુવકને ટ્રાફિક પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો તો તેણે કાર રોકવાને બદલે પોલીસકર્મીને જ અડફેટે લેતા 400 મીટર સુધી ઢસડી લઈ ગયો હતો. પોલીસકર્મીનો જીવ માંડ બચ્યો હતો. આ ઘટનામાં બોનટ પર રહીને યુવકને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસકર્મી અને ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો હતો. કારમાં 2 યુવક હતા અને તેમની ધરપકડ કરવામા આવી હતી.

દિલ્હી પોલીસના જણાવ્યાં અનુસાર, 12 ઓક્ટોબરે ધૌલાકુવા પર ટ્રાફિક પોલીસમાં તૈનાત કોન્સ્ટેબલ મહિપાલ સિંહ વાહનોની ચેકિંગ કરી રહ્યાં હતા. તે સમયે તેમણે ફેન્સી નંબર પ્લેટવાળી અને જોખમી રીતે ચલાવવામાં આવી રહેલી કારને અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીએ કારની સ્પીડ વધારી હતી.

મહિપાલ જીવ બચાવવા વાઈપર પકડી કારની બોનટ પર ચઢી યા. જે પછી 400 મીટર સુધી તેઓ કાર પર રહ્યાં અને અંતે તેઓ એક સ્થળે કાર પરથી પડ્યા તથા પાછળ આવતા વાહનોની અડફેટે આવતા બચી ગયા હતા.

મહિપાલના પડ્યા બાદ આરોપીએ કાર વધુ ગતિએ ભગાવી અને નીકળી ગયો, જોકે પોલીસે કારચાલકને 1 કિ.મી.ના અંતરે જ પકડી પાડ્યો હતો. કાર આરોપી શુભમ ચલાવી રહ્યો હતો જે ઉત્તમ નગરનો રહેવાસી છે.

કારમાં તેની સાથે મિત્ર રાહુલ પણ હતો. પોલીસે કારમાં રહેલા શુભમ અને રાહુલની ધરપકડ કરી તેમની વિરુદ્ધ સરકારી કામમાં ખલેલ પહોંચાડવા અને બેદરકારી પૂર્વક વાહન ચલાવવાની ધારા હેઠળ 186/353/279/337માં ફરિયાદ નોંધી હતી.

You cannot copy content of this page