Only Gujarat

Bollywood FEATURED

મોત પહેલાં જ આ કારણે બોલિવૂડ એક્ટર વિનોદ ખન્નાની થઈ હતી આવી હાલત

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર એક્ટર વિનોદ ખન્નાનું 27 એપ્રિલ, 2017એ મુંબઈમાં થયું હતું. તે લાંબા સમય સુધી કેન્સરથી પીડિત હતાં. મોતથી 21 દિવસ પહેલાં જ્યારે તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેને જોઈ દરેક લોકો શૉક્ડ રહી ગયા હતા. પાકિસ્તાનના પેશાવરમાં જન્મેલા વિનોદ ખન્નાએ બે લગ્ન કર્યા હતા અને તેમને 3 દીકરા અને એક દીકરી હતી. પહેલી પત્ની ગીતાંજલીના પુત્ર અક્ષય અને રાહુલ ખન્ના છે, જ્યારે બીજી પત્ની કવિતાના પુત્ર કવિતાના પુત્ર સાક્ષી અને દીકરી શ્રદ્ધા છે.

ભારત-પાકિસ્તાનના ભાગલાં પાડ્યા પછી ખન્ના પરિવાર મુંબઈ વસી ગયો હતો. વિનોદ ખન્નાના પિતા બિઝનેસમેન હતાં, પણ વિનોદ ખન્ના સાયન્સ સ્ટડી કરી એન્જીનિયર બનવાના સપના જોતાં હતાં. તેમના પિતા ઇચ્છતા હતા કે તે કોમર્સ લે અને સ્ટડી પછી ઘરનાં બિઝનેસમાં જોડાય. સ્કૂલિંગ પછી પિતાએ તેમનું એડમિશન એક કોમર્સ કોલેજમાં કરાવી દીધું હતું પણ, વિનોદ ખન્નાનું સ્ટડીમાં મન નહોતું.

વિનોદ ખન્નાની સુનીલ દત્ત સાથે એક પાર્ટીમાં મુલાકાત થઈ હતી. તે સમયે સુનિલ દત્તના નાના ભાઈ સોમ દત્ત તેમના હૉમ પ્રોડક્શન હેઠળ ‘મન કા મીત’ ફિલ્મ બનાવી રહ્યા હતાં. જેમાં સનિલ દત્તને તેના ભાઈના રોલ માટે નવાં એક્ટરની જરૂર હતી. વિનોદની પર્સનાલિટી અને કદ-કાઠી જોઈ સુનિલ દત્તે તેમને રોલ ઓફર કર્યો હતો. આ ફિલ્મ 1968માં રીલિઝ થઈ અને બોલિવૂડમાં વિનોદ ખન્નાની એન્ટ્રી થઈ હતી.

જ્યારે વિનોદ ખન્નાએ સુનિલ દત્તે ઓફર કરેલો રોલ કબૂલ્યો ત્યારે તેમના પિતા નારાજ થયાં હતાં. તેમને વિનોદ ખન્ના પર બંદૂક તાણી અને કહ્યું કે, ‘ફિલ્મોમાં ગયા તો ગોળી મારી દઈશ’. જોકે, વિનોદ ખન્નાની માતાએ તેમના પિતાને મનાવી લીધા હતાં. પિતાએ કહ્યું કે, ‘ જો વિનોદ ખન્ના બે વર્ષ સુધી કઈ કરી શકે નહીં તો તે ફેમેલી બિઝનેસ જોઈન કરી લેશે’

વિનોદ ખન્નાના કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ 1971માં આવ્યો હતો. તે વર્ષે તેમણે સુનિલ દત્ત અને અમિતાભ બચ્ચન સ્ટારર ‘રેશ્મા ઓર શેરા’ ફિલ્મ કરી હતી. ગુલઝારની ‘મેરે અપને’ ફિલ્મમાં તેમની એક્ટિંગના વખાણ થયાં. આ રીતે તેમણે એક વર્ષમાં લગભગ 10 ફિલ્મો કરી હતી. 1973માં ગુલઝારના ડિરેક્શનમાં બનેલી ‘અચાનક’ ફિલ્મથી તેમને બોલિવૂડમાં અલગ સ્થાન મળ્યું.

વિનોદ ખન્નાએ એકવાર કહ્યું હતું કે, ‘કોલેજ લાઇફમાં તેમણે થિએટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યાં તેમની અનેક ગર્લફ્રેન્ડ્સ હતી.ત્યાં જ તેમની મુલાકાત ગીતાંજલી સાથે થઈ હતી. બંનેએ 1971માં લગ્ન કર્યા હતાં. વિનોદ અને ગીતાંજલીના બે દીકરા અક્ષય અને રાહુલ ખન્ના છે.

વિનોદ ખન્નાની પહેલી ફિલ્મ ‘મન કા મીત’ને દર્શકોથી મિશ્રપ્રતિસાદ મળ્યો હતો. પણ, આ પછી એખ અઠવાડિયામાં જ વિનોદ ખન્નાએ 15 ફિલ્મો સાઇન કરી હતી. વિનોદ ખન્નાએ તેમના કરિયરમાં કુલ 144 ફિલ્મો કરી છે.

એક સમયે જ્યારે ફેમિલી માટે વિનોદ રવિવારે કામ કરતાં નહોતાં. પણ પછી તે ઓશોથી પ્રભાવિત થયા. તે પછી તેમની પર્સનલ લાઇફ બદલાઈ ગઈ. ડિસેમ્બર 1975માં વિનોદ ખન્નાએ અચાનક બ્રેક લઈ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ઓશો US ઓરૈગન શિફ્ટ થઈ ગયા હતાં. વિનોદ ખન્ના પણ ત્યાં જતાં રહ્યા. ઓશો સાથે રજનીશપુરમ આશ્રમમાં લગભગ 5 વર્ષ રહ્યાં ત્યાં તેઓ માળીનું કામ કરતાં હતાં. ત્યારથી જ વિનોદ ખન્નોની ફેમિલી લાઇફ તૂટવા લાગી હતી.

5 વર્ષ સુધી USમાં રહ્યાં પછી વિનોદ ખન્નાનો પરિવાર તૂટી ગયો હતો. 1985માં પત્ની ગીતાંજલીએ તેમને તલાક આપવાનો નિર્ણય કર્યો. પરિવાર તૂટ્યા પછી 1987 વિનોદ ખન્નાએ ડિમ્પલ કપાડિયા સાથે ફિલ્મ ‘ઇન્સાફ’થી બોલિવૂડમાં ફરી એન્ટ્રી કરી હતી. બીજીવાર ફિલ્મ કરિયર શરૂ કર્યા પછી વિનોદ ખન્નાએ 1990માં કવિતા સાથે લગ્ન કર્યા હતાં. બંનેને એક દીકરો સાક્ષી અને દીકરી શ્રદ્ધા ખન્ના છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page