Only Gujarat

Bollywood

અક્ષય કુમારની આ અભિનેત્રીના ઘરની એન્ટ્રી છે ખૂબ જ ખાસ, અંદરથી આવું છે આલીશાન ઘર

મુંબઈઃ ફિલ્મ ‘બેબી’ અને ‘શબાના’માં અક્ષયકુમાર સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રસ તાપસી પન્નુના મુંબઈના ઘરના કેટલાંક ફોટો સામે આવ્યા છે. તાપસીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ઘરના ફોટો શેર કર્યા છે. તેનું એપાર્ટમેન્ટ અંદરથી ખૂબ જ સુંદર છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં કોરોનાને લીધે લૉકડાઉન છે. સામાન્ય લોકોની જેમ સેલેબ્રિટી પણ ઘરમાં રહી રહ્યા છે. તાપસી પણ ફેમિલી સાથે ઘરમાં ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. તેમની પાસે કેટલીક ફિલ્મો છે, જેનું શૂટિંગ લૉકડાઉનને લીધે બંધ છે.

તાપસીએ હાલમાં તેના ઘર સાથે જોડાયેલી વાતો તેના ફેન્સને કહી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેમણે મુંબઈ જેવા શહેરમાં પોતાનું ઘર ખરીદ્યુ અને તેમનો પરિવારે આકાર પૂરો કર્યો છે. તાપસીની આ પોસ્ટ પછી ફેન્સમાં તે જાણવાની ઉત્સુક્તા વધી ગઈ છે કે, તેનું ઘર અંદરથી કેવું લાગે છે.

એક્ટ્રસે તે દિવસો દરમિયાન કહ્યું હતું કે, જ્યારે તેમના મુંબઈના ઘરમાં એન્ટ્રી કરી ત્યારે ઇન્ટિરીયર કરાવ્યું હતું.

એક્ટ્રસે ખુલાસો કરતાં કહ્યું કે, ‘નેમ પ્લેટ વધારે પસંદ નહોતી એટલા માટે તેણે ઘરની બહાર કોઈ ચિન્હ રાખ્યું નથી. જે તેના વ્યક્તિત્વને જાહેર કરે અને એટલા માટે ઘરની બહાર ઉડતી ચકલીને આઈકન તરીકે લગાવી છે.’

તાપસીએ તેના આ ઘરનું ઇન્ટીરિઅર તેની બહેન શગુન સાથે મળીને કર્યું છે. જેની જાણકારી તેને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી હતી.

તાપસીએ કહ્યું કે, ખુદ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા પહેલાં ખૂબ જ સ્ટ્રગલ કરવો પડ્યો હતો. તાપસીએ કહ્યું હતું કે, એક્ટર માટે ઘર ખરીદવું ખૂબ જ મુશ્કેલ છે.

તેમે વધુમાં કહ્યું હતું કે, એક સિંગલ એક્ટરને કોઈ પણ ભાડે કોઈ મકાન આપવા માગતું નથી. તે અમારી જોબ પર વિશ્વાસ કરતાં નથી. લોકો 500 રૂપિયા ખર્ચી થિએટરમાં જોઈ અમને લાઇવ જોઈ શકે છે, અમે એક જ સમાજમાં રહી શકતાં નથી.

તાપસી ઘણીવાર ઘરે જ ડાન્સની પ્રેક્ટિસ કરે છે.

તાપસીના ઘરનો લિવિંગ એરિયા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page