Only Gujarat

International

તૂટી રહ્યો છે વિશ્વનો બીજો સૌથી મોટો બરફનો પહાડ, આવી શકે છે મોટી સુનામી!

વિશ્વનો બીજો સૌથી મોટો બરફ પર્વત એટલે કે આઈસબર્ગ તૂટીને ખુલ્લા સમુદ્રમાં તરી રહ્યો છે. હવે તેમાં દરારો પડવા લાગી છે, જેના કારણે વૈજ્ઞાનિક ચિંતામાં મુકાયા છે. કારણ કે તે ખુલ્લા સમુદ્રમાં ફરતા જહાજો માટે ખતરો સાબિત થઈ શકે છે. સાથે દરિયાની સપાટીને પણ વધારી શકે છે. જો તે દરિયાકાંઠાના શહેરની નજીક તેજીથી તૂટશે તો તે સુનામી જેવી મોટી લહેરો ઉઠી શકે છે.

23 એપ્રિલે યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઇટ સેન્ટિનેલ-1 એ તેની નવી તસવીર લીધી છે. આ પૂર્ણ આઈસબર્ગ, જેને A-68A કહેવામાં આવે છે. ખુલ્લા સમુદ્રમાં તેજીથી આગળ વધી રહ્યો છે. સાથે તિરાડો પણ તેશમાં પડવા લાગી છે. જે ખતરનાક હોય શકે છે.

જણાવી દઈએ કે, જ્યારે A-68 આઈસબર્ગ જ્યારે એન્ટાર્કટિકાથી અલગ થયો હતો ત્યારે તે વિસ્તાર 6000 ચોરસ કિલોમીટરનો હતો. ધીરે-ધીરે, હવે તે 5100 ચોરસ કિલોમીટર બાકી રહ્યો છે. તે એટલું મોટો છે કે, ન્યૂયોર્ક સિટી તેના પર પાંચ વખત વસાવી શકાય છે.

પાછલા છેલ્લા ત્રણ વર્ષથી વેડ્ડેલ દરિયામાં ફરી રહ્યો છે. તેમાંથી એક મોટો ટુકડો અલગથી બહાર આવ્યો છે. જેને A-68A નામ આપવામાં આવ્યું છે. હવે A-68Aનો ટુકડો અલગ થયો છે, જેને A-68C નામ આપવામાં આવ્યું છે.

A-68A આઇસબર્ગ 175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં છે. A-68 આઇસબર્ગ જુલાઈ 2017માં એન્ટાર્કટિકાના લાર્સન સમુદ્રથી તૂટીને અલગ થયો હતો. ત્યારથી તે ખુલ્લા અને ગરમ સમુદ્ર તરફ સતત આગળ વધી રહ્યો છે.

વૈજ્ઞાનિકો માટે તે કહેવું સરળ નથી કે, તે કઈ દિશામાં જઈ રહ્યો છે. પરંતુ અત્યારે તેની દિશા જોઈને લાગી રહ્યું છે કે, હમણાં તે દક્ષિણ અમેરિકાની નીચે સ્થિત દક્ષિણ જ્યોર્જિયા અને દક્ષિણ સાંચેવિચ આઇલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે.

આ આઈસબર્ગનો અધ્યયન કરનારા ભૂસ્તરશાસ્ત્રી એડ્રિયન લ્યુકમેને કહ્યું હતું કે, તે તૂટી ગયા બાદ પણ તે ઘણા વર્ષો સુધી અમારી સાથે રહ્યો હશે. કારણ કે તે જેટલું મોટું છે તેને ખતમ થવામાં ખૂબ સમય લાગશે.

એડ્રિયન લ્યુકમેન સ્વાનસી યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર છે. ત્રણ વર્ષ સુધી આ આઈસબર્ગ પર પણ નજર રાખી રહ્યા છે. તેણે બરફનો મોટો ટુકડો આ આઇસબર્ગથી જુદો પડતો જોયો હતો. તેનું નામ A-68C છે. તે 19 કિલોમીટર લાંબો છે.

એડ્રિયન લ્યુકમેન કહે છે કે,A-68 માંથી અલગ થયેલો ટુકડાનો આકાર લગભગ 175 ચોરસ કિલોમીટરનો છે. પરંતુ આ આઈસબર્ગ અત્યંત પાતળો છે. મને આશ્ચર્ય થાય છે કે આટલા વર્ષોથી આટલી પાતળી આઇસબર્ગ કેમ ઓગળી રહ્યો નથી.

A-68ને 9 ડિસેમ્બરના રોજ ક્રુઝ શિપ એમએસ એક્સીપડિનશન દ્વારા સ્પોટ કરાઈ હતુ. 6 ફેબ્રુઆરી 2020 થી, તે ખુલ્લા સમુદ્રમાં તરવા લાગ્યો. 10 માર્ચ 2020 ના રોજ, એમવી વર્લ્ડ એક્સપ્લોરરે તેને દક્ષિણ અમેરિકનની નીચે સમુદ્રમાં તરતું જોયો હતો.

વિશ્વની સૌથી મોટી આઈસબર્ગ B-15 છે. જે વર્ષ 2000માં એન્ટાર્કટિકાથી તૂટીને અલગ થયો હતો. તેનો વિસ્તાર 11 હજાર ચોરસ કિલોમીટર છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page