Only Gujarat

Bollywood FEATURED

સુશાંતના આ ફાર્મહાઉસમાંથી ડ્રગ્સ પાર્ટીની મળી આવી સામગ્રી, પહેલી જ વાર જુઓ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તેમના મોતનું રહસ્ય ઉકેલતા આ કેસમાં ડ્રગ્સનું કનેકશન સામે આવ્યું છે. હાલ ડ્રગ્સના કનેકશનના કારણે જ રિયા-શોવિક આજે જેલમાં છે અને તેના પર આરોપોનો સકંજો કસાઇ રહ્યો છે. આ મુદ્દે એનસીબી સઘન તપાસ કરી રહી છે. એનસીબીની ટીમ આજે ડ્રગ્સ કનેકશન અને તેના મોતનું સત્ય જાણવા માટે સુશાંત સિંહ રાજપૂતના ફાર્મ હાઉસ પહોંચી હતી. અહીં તેમના કેરટેકરે પણ સુશાંત સિંહના મોત પહેલાના દિવસની કેટલીક ઘટના એનસીબીને જણાવી હતી.

સુશાંતસિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો(NCB) કાર્યવાહી કરી રહી છે. ડ્રગ એન્ગલમાં રિયા ચ્રકવર્તીની ધરપકડ બાદ એનસીબી ડ્રગ પેડલર્સની તપાસમાં લાગી ગઇ છે. આ બધાની વચ્ચે NCBએ સુશાંતના ફાર્મ હાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન તેમને કેટલીક વસ્તુઓ હાથ લાગી છે.

સર્ચ દરમિયાન સુશાંતના ફાર્મ હાઉસમાંથી હુક્કો મળ્યો, જેનો ઉપયોગ બડ અને ગાંજો પીવા માટે થાય છે. આ ઉપરાંત કેટલીક દવાઓ પણ મળી આવી. સુશાંતના ફાર્મ હાઉસમાંથી એનસીબીને નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ પણ મળી રહી છે.


એનસીબીની નજર ફાર્મહાઉસ પર આવતા લોકો પર પણ છે. કોણ-કોણ સુશાંતના ફાર્મ હાઉસમાં આવતું હતું અને અહીં શું-શું પ્રવૃતિ થતી હતી? આ તમામ સવાલના જવાબ એનસીબી શોધી રહી છે. સીસીટીવીના DVRને સીઝ કરાયું છે. તેમાંથી સુશાંતસિંહ રાજપૂતના ફાર્મ હાઉસમાં આવનાર લોકોની માહિતી મેળવી શકાશે.

એનસીબીની ટીમ ફાર્મ હાઉસની આગળ આઇલેન્ડ તરફ પણ ગઇ હતી, જ્યાં સુશાંત, રિયા સિવાય બે બોલિવૂડ એક્ટ્રેસને લઇને ગયો હતો. આ આઇલેન્ડ પર પણ પાર્ટી થતી હોવાની જાણકારી એનસીબીને મળી છે. એનસીબીએ આજ સુધી જે મામલે પૂછપરછ કરી છે, બધાના નિવેદન નોંધી લેવાયા છે.

સુશાંતનું ફાર્મ હાઉસ લોનાવાલામાં છે. તેમણે આ ફાર્મ હાઉસ રેન્ટ પર લીધું હતું અને તે અહીં વારંવાર આવતા હતા. આ ફાર્મહાઉસનું ભાડું મહિને અઢીથી ત્રણ લાખ રૂપિયા હતું. ફાર્મહાઉસના કેરટેકરે જણાવ્યું કે સુશાંત ફાર્મ હાઉસમાં સમય વિતાવવાનું પસંદ કરતા હતા. અહીં તેના ત્રણ પેટ ડોગ્સ પણ છે. સુશાંતે તેમના સુસાઇડના એક દિવસ પહેલા તેમના પેટ ડોગ્સ માટે કેરટેકરના અકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કર્યું હતું.

એનસીબીએ મુંબઇના ખૂબ જ પૉશ વર્લી વિસ્તાર ગોદાવરી એપાર્ટમેન્ટમાંથી સૂર્યદીપ મલ્હોત્રાની ધરપકડ કરી છે. સૂર્યદિપ મલ્હોત્રા, શોવિક, ચક્રવર્તી બાળપણના મિત્રો છે. ઓક્ટોબર 2019ની ચેટમાં શોવિક ડ્રગ્સ માટે તેના એક મિત્રને સૂ્ર્યદિપનું નામ જણાવી રહ્યો છે.

સૂર્યદિપ નિયમિત કેપ્રી હાઇટ અને ત્યારબાદ માઉન્ટ બ્લેક બિલ્ડિંગ જતો હતો. શોવિકની સાથે તે લગભગ દરેક જગ્યાએ હાજર રહેતો હતો. તે શોવિકને પણ હાઇ એન્ડ ડ્રગ પાર્ટીમાં પણ લઇ જતો હતો.


બંને સાથે જ ભણ્યાં છે. સૂર્યદિપ, શોવિકની સાથે મળીને રેસ્ટોરન્ટનો બિઝનેસ શરૂ કરવાનો હતો. જો કે લોકડાઉનના કારણે આ પ્લાન પોસ્ટપોન રહ્યો. સૂર્યદિપ અનેક ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો. તેણે શોવિકને બાન્દ્રા બોયઝ ડ્રગ પેડલર્સ ગ્રૂપ સાથે મુલાકાત કરાવી હતી.

સૂર્યદિપે શોવિકની મુલાકાત બાશિત સાથે કરાવી ત્યારબાદ બાસિતે અબ્બાસ જૈદ અને કરણ સાથે પણ મુલાકાત કરાવી, આ રીતે ગ્રૂપ વધતું ગયું. સૂર્યદિપના સંપર્કમાં બાન્દ્રાથી વર્સાવા સુધી કેટલાક યંગ ડ્રગ પેડલર્સ હતા.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page