Only Gujarat

FEATURED International

મહિલાને કોરોનાના સાવ અલગ જ લક્ષણો, હાલત જોઈને આવી જશે દયા

સિડનીઃ બ્રિસ્બેનના એક મહિલા ડેબી કિલરોયને 80 દિવસ પહેલા ખબર પડી ગઈ હતી કે તેમને કોરોના છે. મહીનાઓ સુધી કોરોનાનો ઈલાજ સહન કર્યા બાદ નવમી વાર પણ તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે આ પહેલા અનેક વાર તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ડૉક્ટર્સને સંદેહ હતો કે આ વાયરસ ડેબીના શરીરને લાંબા સમય સુધી નુકસાન પહોંચાડી શકે છે. એટલે તેમનો સતત ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો.

ડેબી કિલરોયે કહ્યું કે, ‘મારા શરીરને ખૂબ જ નુકસાન થયું છે. હું સાવ નબળી પડી ગઈ છું. મારી છાતી જકડાઈ ગઈ છે, મને નાક, માથા અને શરીરમાં અલગ-અલગ સમયે દર્દ થતું રહે છે પરંતુ સૌથી ખરાબ વસ્તુ આખો દિવસ રહેતો થાક છે. મારો બ્લડ ટેસ્ટ, એક્સ રે અને ઈકો ટેસ્ટ થઈ ચુક્યો છે અને હજી પણ મારે અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે.’

ક્વીન્સલેન્ડ વિશ્વવિદ્યાલયના એક વાયરોલૉજિસ્ટ પ્રોફેસર ઈયાન મૈકેનું કહેવું છે કે કોરોના વાયરસના લાંબા સમય સુધી જોવા મળતા પ્રભાવ વિશે હજી સુધી વધુ જાણકારી નથી મળી. પરંતુ એવા અનેક મામલે સામે આવ્યા છે, જેમાં સ્વસ્થ થયેલા દર્દીઓમાં ફરી કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે કોરોનાના દર્દીઓને સંપૂર્ણ સાજા થતા સમય લાગે છે.

પ્રોફેસર મેકે કહ્યું, ‘કોઈ ચોક્કસ રીતે એ નહીં જણાવી શકતું કે ઈન્ફેક્શન શરીરમાં કેટલા દિવસ સુધી રહે છે. જોકે એવી સંભાવના છે કે તે ઓછામાં ઓછા 6 મહિના સુધી શરીરમાં રહે છે.’

ઈનક્યૂબેશન પીરિયડ પર સવાલઃ તો ગયા અઠવાડિયે ક્વીંસલેન્ડમાં કોરોના વાયરસના બે અજીબ મામલા સામે આવ્યા. આ બંને દર્દીઓને 14 દિવસો માટે નહીં પરંતુ અનેક મહિનાઓ માટે ક્વોરીન્ટીન કરવા પડ્યા છે. પ્રીમિયર એનાસ્ટેસિયા પલાસજુકુકે પહેલા મામલાનો ખુલાસો કરતા કહ્યું કે કેર્ન્સની એક મહિલાએ રુબી પ્રિન્સેસ ક્રૂઝમાં સવારી કરી હતી. જે બાદ આ મહિલામાં કોરોનાના લક્ષણો જણાયા હતા.

એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મહિલા જહાજની સવારી દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત હતી અને તેનામાં કોરોનાના લક્ષણો 10 અઠવાડિયા બાદ જોવા મળ્યા. તો બીજો મામલો ક્વીંસલેન્ડની અન્ય મહિલાનો છે જેણે બે મહિના પહેલા ભારતની યાત્રા કરી હતી તેને ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યો.

ક્વીંસલેન્ડના સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે, ‘અમને લાગે છે કે મહિલા બે મહિના પહેલા ભારતથી જ સંક્રમિત થઈને આવી છે.’ એવામાં એ સવાલ ઉઠે છે કે આખરે 14 દિવસોના ઈન્ક્યૂબેશન પીરિયડ પર કેટલો ભરોસો કરી શકાય અને શું તેમાં પણ અલગ-અલગ સ્થિતિ હોય શકે?

ઓછા લોકોમાં જોવા મળે છે આવી સ્થિતિઃ પ્રોફેસર ઈયાન મૈકે સંદેહ વ્યક્ત કર્યો કે, બની શકે કે આ લોકોએ બે અઠવાડિયાના ઈન્ક્યૂબેશન પીરિયડનું પાલન ન કર્યું હોય. તેમણે કહ્યું કે જો કેટલાક એવા અસામાન્ય મામલા હોય તો તે આશ્ચર્યજનક રીતે દુર્લભ છે.

ઈયાન મૈકે કહ્યું કે, મને લાગે છે કે કેટલીક જાણકારી હજુ પણ નથી મળી, જેના સમજવું જરૂરી છે કે, શું આ લોકો જહાજ કે ભારતથી પોતાના પરિવાર સાથે આવ્યા હતા કે માત્ર એક કપલની જેમ જ પાછા આવ્યા હતા.

પ્રોફેસર મેકનું કહેવું છે કે અત્યાર સુધીના રિસર્ચમાં 14 દિવસના ઈન્ક્યૂબેશન પીરિયડને ભરોસાપાત્ર માનવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોને આના કરતા વધુ સમયની જરૂર પડી શકે છે પરંતુ બે મહિના કરતા વધુ નહીં.

You cannot copy content of this page