આ યુવકને છે 8-8 પત્નીઓ, પતિ સાથે સૂવા માટે પત્નીઓ આ રીતે જોવે છે રાહ

એક જ ઘરમાં 8 પત્નીઓની સાથે રહેનાર શખ્સની કહાનીની સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે. આ શખ્સનું નામ છે ઓંગ ડેમ સોરોટ (Ong Dam Sorot) છે, જે થાઈલેન્ડનો રહેવાસી છે. સોરોટને પોતાની દરેક પત્નીને પહેલી નજરમાં પ્રેમ થયો હતો.


Tattoo આર્ટિસ્ટ સોરોટની 8 પત્નીઓ છે. રસપ્રદ વાત એ છે કે, તેની બધી જ પત્નીઓ કોઈ પણ ખટરાગ વગર એકસાથે એક જ ઘરમાં રહે છે. તે બધી જ પત્નીઓ પતિ સોરોટને બહુ જ પ્રેમ કરે છે અને તેઓ તેને દુનિયાનો સૌથી સજ્જન વ્યક્તિ માને છે.


સોરોએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેની પત્નીઓ ચાર અલગ-અલગ બેડરૂમમાં ઉંઘે છે અને તેના પતિની સાથે ઉંઘવા માટે પોતાના નંબરની રાહ જુએ છે.


Oddity Centralના જણાવ્યા પ્રમાણે, ટેટૂ આર્ટિસ્ટ સોરોટ એક ટીવી શોમાં જોવા મળ્યા બાદ તે ચર્ચામાં આવ્યો હતો. ટીવી શોમાં ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, 8 પત્નીઓ એક-બીજાની સાથે બહુ જ સારી રીતે રહે છે અને તેઓ એક કૌટુંબિક સંબંધ ધરાવે છે. તેના આ ઈન્ટરવ્યૂને ખાલી YouTube પર જ 30 લાખથી પણ વધારે લોકોએ જોયો હતો.


ઈન્ટરવ્યૂ દરમિયાન સોરોટે જણાવ્યું હતું કે, તે કેવી રીતે પોતાની પત્નીઓને મળ્યો હતો. સોરોટે કહ્યું હતું કે, તેને પહેલી નજરમાં દરેક પત્નીને પ્રેમ થયો હતો. તે તેની પહેલી પત્ની નોંગ સ્પ્રાઈટને એક મિત્રના લગ્નમાં મળ્યો હતો. જ્યારે બીજી પત્ની નોંગ એલ સાથે મુલાકાત બજારમાં થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, નોંગ એલ સોરોટની પહેલી પત્ની વિશે જાણ્યા બાદ પણ તેની સાથે લગ્નના બંધનમાં બંધાવવા માટે તૈયાર થઈ ગઈ હતી.


સોરોટ પોતાની ત્રીજી પત્નીને હોસ્પિટલમાં મળ્યો હતો જ્યારે ચોથી, પાંચમી અને છઠ્ઠી પત્નીની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ હતી. ત્યાર બાદ એક બીજાના પ્રેમમાં પડ્યા હતાં.


ત્યાર બાદ માતાની સાથે ધાર્મિક સ્થળ પર જતી વખતે સોરોટની મુલાકાત સાતમી પત્ની નોંગ સાથે થઈ હતી અને આઠમી પત્ની નોંગ માઈ સાથે તે રજા માણી રહ્યો હતો ત્યારે મુલાકાત થઈ હતી જ્યાં તેની અન્ય પત્નીઓ પણ હાજર હતી.


રિપોર્ટ પ્રમાણે, સોરોટની સક્સેસ લગ્નનું રાજ તેનું આકર્ષક પરંતુ દેખરેખ કરવાવાળો સ્વભાવ લાગે છે. તેની બધી પત્નીઓએ સર્વસમ્મતિથી સહમતિ વયક્ત કરી કે તે બહુ દેખરેખ કરનાર અને વિચારશીલ વ્યક્તિ છે. પત્નીઓએ એકસાથે થઈને કહ્યું, તેઓ અમારી સાથે બહુ જ સારો વ્યવહાર કરે છે, અમારી પાસે ઝઘડો કરવાની કોઈ વાત નથી.


મહિલાઓએ એક એવા પુરુષ સાથે લગ્ન કરવાનો નિર્ણય કેમ કર્યો જે પહેલાથી પરિણીત હતો તો તમામ પત્નીઓએ એકસાથે જવાબ આપ્યો કે, તેઓ તેના પ્રેમમાં પાગલ હતી. મહિલાઓએ આ અફવાઓને નકારી કાઢી કે તેમણે પૈસા માટે લગ્ન કર્યાં.