Only Gujarat

FEATURED National

મા-બાપને માત્ર નવ મહિનાના લાડલાની પણ ના આવી દયા ને અલગ-અલગ રૂમમાં જઈને ખાધો ગળેફાંસો

ગાઝિયાબાદઃ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલ સાહિદાબાદના ઈંદિરાપુરમના જ્ઞાન ખંડ 1માં શુક્રવારે (26 જૂન) સવારે એક ફ્લેટમાં જુદા જુદા રૂમમાં પતિ અને પત્નીની લાશ લટકતી મળી આવી હતી. મૃતક મહિલા ગ્રેટર નોઈડામાં રહેતી બહેનને મોબાઇલથી મેસેજ કર્યો હતો. જાણો આ પછી શું થયું અને આ દંપતીએ મૃત્યુને ભેટતા સુધી તેમના નવ મહિનાના બાળકની પણ કેમ પરવા કરી નહીં?

બહેનની બહેનપણીએ ઘટના સ્થળે પહોંચીને જોયું તો તેમને આ ઘટના વિશે જાણ થઈ . બાતમી મળતા પોલીસ પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પરિવારના લોકો શબઘરની બહાર મૃતદેહોની રાહ જોઇ રહ્યા છે પરંતુ આ ઘટના અંગે કંઇ પણ કહેવાનું ટાળી રહ્યા છે.

પલ્લવીએ સવારે 3.45 વાગ્યે મેસેજ કર્યો હતોઃ નિખિલ ઈંદિરાપુરમના જ્ઞાન ખંડ 1માં પ્લોટ નંબર 328માં બીજા માળે પત્ની પલ્લવી અને 9 મહિનાના બાળક સાથે રહેતા હતા. નિખિલ નોઈડાની એક ખાનગી કંપનીમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતા હતા. ગ્રેટર નોઈડામાં રહેતી તેની બહેન અંજલિને શુક્રવાર, 26 જૂનના રોજ સવારે 3:45 વાગ્યે પલ્લવીના મોબાઇલ પરથી મેસેજ મળ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે ‘બાબુ ઘરે એકલો છે 6:00 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જાવ.

અંજલિએ પહેલા નજીકમાં રહેતી બહેનપણીને તેમના ઘરે મોકલી હતીઃ જ્યારે અંજલિએ ગાઝિયાબાદમાં રહેતી તેની બહેનપણીને ઘરે પહોંચીને જોવાનું કહ્યું, ત્યારે આ ઘટનાની જાણ થઈ. પોલીસ બાતમી મળતા પહોંચી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્રિત કર્યા છે. પલ્લવીએ એક વર્ષ પહેલાં નોકરી છોડી દીધી હતી અને તેના પતિ નોઈડાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.

લોહીના નિશાન મળ્યાઃ સીઓ ઇંદિરાપુરમ અંશુ જૈને જણાવ્યું કે, પોલીસની ટીમ બાતમી મળતાં ઘટના સ્થળે પહોંચી હતી, મહિલાનો મૃતદેહ ફાંસી પર લટકતો મળ્યો હતો, ત્યારબાદ બીજા ઓરડામાં જતા જોયું પુરુષનો મૃતદેહ ફાંસી પર લટકતો હતો અને સ્થળ પર કેટલાક લોહીના નિશાન પણ મળી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે અને કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પોલીસને સ્થળ પરથી હાલ કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરિવારજનો બાળકને તેમની સાથે લઇ ગયા છે.

You cannot copy content of this page