Only Gujarat

Bollywood

આ ટીવી એક્ટ્રેસ પાસે નથી કોઇ કામ, હાલ જે કાર કરે છે તે જાણી તમને નહીં થાય વિશ્વાસ

ટીવી શો ‘હમારી બહુ સિલ્ક’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે. આ શો પર આરોપ છે કે કાસ્ટ એન્ડ ક્રૂને તેનો પગાર ચૂકવવામાં આવી રહ્યો નથી. શોમાં કામ કરતા એક્ટર જાન ખાન આ અંગે વીડિયો બનાવી ફરિયાદ કરી રહ્યાં છે. સિને બોડી, સરકાર, શોના પ્રોડ્યુસર વગેરે સાથે સતત વાતચીત ચાલી રહી છે અને આ શોના ઘણા એક્ટર પરેશાન છે.

આ દરમિયાન પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે શોની એક્ટ્રેસ વંદના વિઠલાનીએ કમાણીનો બીજો શ્રોત શોધી લીધો છે. તેણીએ ઓનલાઇન કસ્ટમાઇડ્ઝ રાખી વેચવાનું શરૂ કર્યું છે.

આ અંગે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતાં વંદનાએ કહ્યું કે ‘મેં મે મહિનાથી લઇને ઓક્ટોબર 2019 સુધી શૂટિંગ કરી, પરંતુ મને અત્યારસુધી માત્ર મે મહિનાનું જ પેમેન્ટ મળ્યું છે. મારી બાકી રહેલી રકમ લાખોમાં છે. આ વર્ષથી વધેલા પૈસા મળ્યા નથી, મેં અત્યારસુધીની મારી બધી જ સેવિંગ ખતમ કરી નાખી છે.’

વંદનાએ કહ્યું કે મને નવેમ્બર 2019માં એક શો મળ્યો હતો મુસ્કાન પરંતુ એ પણ બે મહિનામાં બંધ થઇ ગયો. મને આ શો માટે પૈસા મળ્યા હતા પરંતુ તે થોડો સમય જ ચાલ્યા. આથી મેં રાખડી બનાવવાનું શરૂ કરી દીધું અને તેને ઓનલાઇન વેચી રહી છું. આવું કરવાથી હું વ્યસ્ત પણ રહું છું અને થોડા પૈસા પણ મળી રહ્યાં છે.

વંદનાનું કહેવું છે કે રાખડી વેંચી તેને વધુ કમાણી તો નથી થઇ રહી પરંતુ આ સમયે જે પણ મળે છે તે વધુ છે.

ઘરની મુશ્કેલીને લઇે વંદનાએ કહ્યું કે તેના પતિ વિપુલ એક થિયેટર આર્ટિસ્ટ છે. આ મહામારીના સમયમાં તેની પાસે કોઇ કામ નથી. મેં જાન્યુઆરીમાં શો માટે ઓડિશન્સ આપ્યું હતું પરંતુ બધુ રોકાઇ ગયું.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જીટીવી પર લોન્ચ થયેલો શો ‘હમારી બહુ સિલ્ક’ અચાનક 8 નવેમ્બરથી બંધ થઇ ગઇ હતી. આ શો માત્ર 6 મહિના જ ચાલ્યો હતો. આ સીરિયલમાં જાન ખાન, ચાહત પાંડે, રીવા ચૌધરી, શૌર્યા સહગલ, ઉર્વી સિંહ લીડ રોલમાં હતા.

‘હમારી બહુ સિલ્ક’ શોના કાસ્ટ અને ક્રૂનું પેમેન્ટ એક વર્ષથી રોકાયેલું છે. સૂચના એવં પ્રસારણ મંત્રાલયે ટીવી શો મેકર્સ અને પ્રોડ્યુસર્સ વિરુદ્ધ એક નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં મેકર્સ અને પ્રોડ્યુસર્સને શોમાં કામ કરનારા લોકોને પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page