Only Gujarat

FEATURED National

અચાનક પોલીસે ખખડાવ્યો દરવાજો ને અંદર ચાર મહિલા ને 2 પુરુષને જોઈને આંખો કરી દીધી બંધ

બરનાલા, પંજાબઃ વૈભવી મકાનને દેહવ્યાપારનો અડ્ડો બનાવનારી એક મહિલાએ પોતાના પાડોશીઓને ચોંકાવ્યા હતા. આ વૈભવી મકાનમાં બહારથી ઘણા પુરુષો અને મહિલાઓ આવતા-જતા રહેતા હતા. જોકે પાડોશીઓને ક્યારેય ત્યાં દેહવ્યાપાર થતો હોવાની શંકા ના થઈ, પરંતુ અન્ય કોઈ વ્યક્તિને આ વૈભવી મકાનમાં ચાલતા દેહવ્યાપાર અંગે માહિતી મળી ગઈ.

આ વ્યક્તિએ પોલીસને જાણ કરતા પોલીસે યોજના બનાવીને ત્યાં રેડ પાડી હતી. જોકે અંદરનું દ્રશ્ય જોઈ તમામ લોકો ચોંક્યા હતા. અંદર 4 મહિલાઓ અને 2 પુરુષો આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા, જેમાં એક સરકારી કર્મચારી હતો. પોલીસે તમામની ધરપકડ કરી લીધી છે. આ ઘટના શહેરના પત્તી રોડ સ્થિત પ્યારા કોલોનીની છે.


પોલીસને કોઈએ સૂચના મોકલી હતી કે પ્યારા કોલોની સ્થિત એક ઘરમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો છે. આ ઘર ભિંદર કૌર નામની મહિલાનું છે. માહિતીની પૃષ્ટિ થયા બાદ પોલીસે રેડ પાડી ત્યારે 4 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરવામા આવી હતી. એએસઆઈ દર્શન સિંહે જણાવ્યું કે, રેડમાં ભિંદર કૌર, મનદીપ કૌર ચુહાનકે, કમલજીત કૌર બરનાલા, સિમરજીત કૌર હંડિયાયાની ધરપકડ કરવામા આવી છે. આ ઉપરાંત 2 ગ્રાહક અવતાર સિંહ અને ચમકોર સિંહ ભોતનાની પણ ધરપકડ કરવામા આવી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ભિંદર કૌર બહારથી મહિલાઓને ઘરે બોલાવતી હતી. પોલીસે રેડ પાડી ત્યારે મહિલાઓએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તક મળી નહીં. પોલીસ અને મીડિયાને અચાનક જોઈ મહિલાઓ ચોંકી હતી. આરોપી મહિલાઓને એમ હતું કે, ઘરની અંદર શું થાય છે તે અંગે કોઈને શંકા નહીં થઈ હોય.

You cannot copy content of this page