Only Gujarat

Bollywood

નાનપણમાં મમ્મી-પપ્પાના થઈ ગયા ડિવોર્સ, આ એક્ટ્રેસને માતાએ કરી મોટી

મુંબઈઃ સીરિયલ ‘શાકા લાકા બૂમ બૂમ’થી હંસિકા ઘર ઘરમાં જાણીતી થવા લાગી હતી. હંસિકાએ 2001માં એકતા કપૂરની સીરિયલ ‘દેસ મે નિકલા હોગા ચાંદ’થી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે ફિલ્મો તરફ વળી ગઈ. નવ ઑગસ્ટ 1991ના રોજ મુંબઈમાં હંસિકાનો જન્મ થયો હતો. તો તેના જન્મ દિવસ પર જાણીએ તેના વિશે કેટલીક ખાસ વાતો.

હંસિકાના પિતા પ્રદીપ મોટવાણી એક મોટા બિઝનેસમેન છે અને માતા ડર્મેટોલોજિસ્ટ. જો કે તેના માતા-પિતાએ છૂટાછેડા લઈ લીધા, જે બાદ હંસિકા માતા સાથે રહીને જ મોટી થઈ. હંસિકાએ પોતાનો અભ્યાસ મુંબઈની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો.

હંસિકાએ ટીવી સીરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’, ‘સોનપરી’, ‘કરિશ્મા કા કરિશ્મા’માં કામ કર્યું. અનેક ટીવી શો કર્યા બાદ તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. 15 વર્ષની ઉંમરમાં તેણે નિર્દેશક પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘દેસમુદુરુ’ કરી. જે બાદ હંસિકાના ચાહકો વધી ગયા હતા. તેણે સાઉથમાં એક બાદ એક હિટ ફિલ્મો આપી.

વર્ષ 2003માં હંસિકાએ ઋતિક રોશનની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં કામ કર્યું હતું, જેમાં તે બાળ કલાકાર તરીકે જોવા મળી. ચાર વર્ષ બાદ તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરૂર’ કરી, જેમાં તે મુખ્ય અભિનેત્રી હતી. આ સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષ હતી. તે પોતાની ઉંમર કરતા મોટી દેખાઈ રહી હતી. તેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

બોલીવુડમાં હંસિકાની બીજી ફિલ્મ 2008માં આવેલી ‘મની હૈ તો હની હૈ’ હતી. જે બાદ હંસિકા કોઈ પણ હિંદી ફિલ્મમાં નજર નથી આવી. બોલીવુડમાં કોઈ ખાસ સફળતા ન મળતા તે દક્ષિણ તરફ વળી. આજે તેની ગણના સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી હિરોઈનોમાં થાય છે.

You cannot copy content of this page