ફાટેલું જીન્સ પહેરીને દીપિકા પાદુકોણ પહોંચી કરિયાણું ખરીદવા, જોખી જોખીને લેતી હતી વસ્તુઓ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલમાં સૌથી વ્યસ્ત એક્ટ્રેસ છે. તે એક પછી એક ફિલ્મ સાઈન કરી રહી છે. તાજેતરમાં દીપિકા પાદુકોણ શોપિંગ કરતી જોવા મળી હતી. તે કરિયાણા દુકાને ખરીદી કરતાં જોવા મળી હતી.

દીપિકાએ રિપ્ડ જીન્સ તથા બ્લેક સ્વેટશર્ટ પહેર્યો હતો. તેણે બ્લેક માસ્ક પહેર્યો હતો અને પોની લીધી હતી. દીપિકાની સાથે હેર સ્ટાઈલિસ્ટ યિન્ની ત્સપાતોરી પણ હતી. દીપિકાએ કાર્ટ સાથે જોવા મળી હતી.

દીપિકા પાદુરોણ હાલમાં ‘પઠાન’ ફિલ્મનું શૂટિંગ શાહરુખ ખાન સાથે કરી રહી છે. તે હવે ‘લાઈગર’માં રીતિક રોશન સાથે જોવા મળશે. આ ઉપરાંત તે શકુન બત્રાની ફિલ્મમાં પણ કામ કરે છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી છે.

આટલું જ નહીં દીપિકા પાદુકોણ હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની રીમેકમાં કામ કરી રહી છે. પહેલાં આ ફિલ્મમાં રીશિ કપૂર હતાં. જોકે, રીશિના નિધન બાદ તેમના સ્થાને કયા કલાકારને લેવામાં આવ્યા તેની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. દીપિકા પહેલી જ વાર સાઉથ સ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે.

દીપિકા ફિલ્મ ‘મહાભારત’માં દ્રૌપદીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ એકથી વધુ પાર્ટમાં બનવાની છે. એવી પણ ચર્ચા છે કે દીપિકા ‘રામાયણ’માં સીતાનો રોલ કરશે. રામના રોલમાં રીતિક રોશન હોય તેવી ચર્ચા છે. જોકે, આ ફિલ્મ અંગે હજી સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

You cannot copy content of this page